ઓસ્ટ્રેલિયામાં PM મોદીના વખાણ, કહ્યું ‘સ્વતંત્ર ભારતના ઈતિહાસના સૌથી બિનસાંપ્રદાયિક અને પ્રગતિશીલ વડાપ્રધાન’

|

Apr 24, 2023 | 3:34 PM

ઓસ્ટ્રેલિયામાં આયોજિત કાર્યક્રમમાં ધાર્મિક સમુદાયના અનેક લોકોએ ભાગ લીધો હતો. આ દરમિયાન પીએમ મોદીના જોરદાર વખાણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ 23 એપ્રિલે ઓસ્ટ્રેલિયાના મેલબોર્નના બુંજિલ પેલેસમાં આયોજિત કરવામાં આવ્યો છે.

ઓસ્ટ્રેલિયામાં PM મોદીના વખાણ, કહ્યું સ્વતંત્ર ભારતના ઈતિહાસના સૌથી બિનસાંપ્રદાયિક અને પ્રગતિશીલ વડાપ્રધાન

Follow us on

ઓસ્ટ્રેલિયામાં આયોજિત એક કાર્યક્રમમાં વિવિધ ધાર્મિક સમુદાયના લોકોએ પીએમ મોદીના વખાણ કર્યા હતા. ખરેખર આ લોકો NID ફાઉન્ડેશન દ્વારા આયોજિત સદભાવના કાર્યક્રમમાં ભાગ લેવા આવ્યા હતા. આ દરમિયાન આ લોકોએ તમામ સમુદાયોનું સન્માન કરવા બદલ પીએમ મોદીની પ્રશંસા કરી હતી. આ કાર્યક્રમમાં ધાર્મિક આગેવાનો તેમજ બૌદ્ધિકો, વિદ્વાનો, પ્રચારકો અને સંશોધકો સામેલ થયા હતા. આંતરારાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

આ કાર્યક્રમ 23 એપ્રિલે ઓસ્ટ્રેલિયાના મેલબોર્નના બુંજિલ પેલેસમાં આયોજિત કરવામાં આવ્યો હતો. બીજી તરફ ઓસ્ટ્રેલિયન સાંસદ જેસન વૂડે કહ્યું કે આ એક શાનદાર ઘટના છે. જેમાં તમામ ધર્મગુરુઓએ શાંતિ અને સૌહાર્દનો અવાજ ઉઠાવ્યો હતો. વિશ્વભરમાં સકારાત્મક સંદેશો મોકલનારા ધાર્મિક નેતાઓનું હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

કયા લોકો સામેલ હતા?

આ કાર્યક્રમમાં NID ફાઉન્ડેશનના મુખ્ય આશ્રયદાતા સરદાર સતનામ સિંહ સંધુ, એંગ્લિકન ચર્ચના બિશપ ફિલિપ હગિન્સ અને ધાર્મિક સમુદાયના ઘણા લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Himani Mor: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી

આ કાર્યક્રમમાં સતનામ સિંહ સંધુએ ‘હાર્ટફેલ્ટ લેગસી ટુ ધ ફેઈથ’ નામનું પુસ્તક રજૂ કર્યું, જે શીખ સમુદાયમાં પીએમ મોદીના યોગદાન પર આધારિત હતું. આ દરમિયાન તેમણે કહ્યું કે, આપણે સૌ સૌહાર્દમાં માનીએ છીએ, ભારતમાં સદીઓથી અનેક સમુદાયો અને ધર્મોના લોકો રહે છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં સૌથી પ્રગતિશીલ અને સૌથી ધર્મનિરપેક્ષ વડાપ્રધાન ગણાવ્યા હતા.

‘ભારત પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની’

તેમના મતે, છેલ્લા 9 વર્ષોમાં ભારત એક વિકસિત દેશ બનવા તરફ ઝડપથી આગળ વધ્યું છે અને વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગઈ છે. તેમણે કહ્યું કે ભારતમાં જાતિ, ધર્મના આધારે કોઈની સાથે ભેદભાવ કરવામાં આવતો નથી અને બધાને સમાન તકો આપવામાં આવે છે.

આ પણ વાંચો : Earthquake : એક્વાડોરમાં આવ્યો 6.8ની તીવ્રતાનો ભૂકંપ, 13 લોકોના મોત, ઈમારતો ધરાશાયી

કાર્યક્રમને સંબોધિત કરતી વખતે, હગિન્સે કહ્યું કે તેઓ એ વાત સાથે બિલકુલ સંમત નથી કે ભારતમાં લઘુમતીઓને નિશાન બનાવવામાં આવે છે. તેમના મતે, પીએમ મોદીના નેતૃત્વમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના બીટ સંબંધો ખીલ્યા છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

આંતરરાષ્ટ્રીય સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 3:07 pm, Mon, 24 April 23

Next Article