Australia : શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા, (Australia)એમ્બલટન, પર્થ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં (Swaminarayan Temple) શ્રી ઘનશ્યામ મહારાજ મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ (Idol Prestige Festival)પરમ ઉલ્લાસ ભક્તિભાવ પૂર્વક સંપન્ન. વિશ્વશાંતિ યજ્ઞ યોજાયો.
ઓસ્ટ્રેલિયા તરીકે ઓળખાતો દેશ કે જેનું મૂળ નામ “કોમનવેલ્થ ઓફ ઓસ્ટ્રેલિયા” છે, વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાનું પાટનગર (Perth)પર્થ છે. પશ્ચિમની રાજધાની ઓસ્ટ્રેલિયા, પર્થ “વિશ્વ પરનું સૌથી અલગ શહેર” નું બિરુદ ધરાવે છે.
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન-શ્રી સ્વામિનારાયણ મંદિર, વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા, એમ્બલટન, પર્થમાં શ્રી ઘનશ્યામ મહારાજનો ભવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપાના વારસદાર વિશ્વવાત્સલ્યમહોદધિ આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ આ ભૂમિ પર પધારી સત્સંગના બીજ રોપ્યાં હતા. વિશ્વવાત્સલ્યમહોદધિ આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના અવિરત વિચરણથી વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા, એમ્બલટન, પર્થમાં સત્સંગની અભિવૃદ્ધિ થઈ.
વેદરત્ન આચાર્ય સ્વામીજી મહારાજની પ્રેરણાથી શિખરબંધ મંદિર તૈયાર થતાં શ્રી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજે “શ્રી ઘનશ્યામ મહારાજ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ” અવસરે સંગેમરમરનાં શ્રી સ્વામિનારાયણ ભગવાન, શ્રીજી સ્વયંમૂર્તિ જીવનપ્રાણ શ્રી અબજીબાપાશ્રી અને શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપાના મૂર્તિઓ પધરાવ્યા હતા.
સમગ્ર પર્થ શહેરમાં આનંદ અને ઉત્સાહની અનોખી લહેર પ્રસરી ગઈ. આ દિવ્ય અને ભવ્ય મહોત્સવનાં ઓનલાઇન દર્શનનો લ્હાવો લઈ સૌ અહોભાવથી છલકાઈ ઉઠ્યા હતા.
#Ahemdabad : સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા, એમ્બલટન, પર્થ સ્વામિનારાયણ મંદિરમાં ઘનશ્યામ મહારાજ મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ પરમ ઉલ્લાસ ભક્તિભાવ પૂર્વક સંપન્ન.#Gujarat #TV9News pic.twitter.com/W5qhw3c2aO
— Tv9 Gujarati (@tv9gujarati) April 18, 2022
આ પણ વાંચો :મની લોન્ડરિંગ કેસમાં ફસાઈ Amway India કંપની, EDએ 757 કરોડની સંપત્તિ કરી જપ્ત, પિરામિડ ફ્રોડનો લાગ્યો આરોપ
આ પણ વાંચો : Knowledge: તમે વ્હાઈટ કોલર જોબ્સ તો સમજી જ ગયા હશો, પરંતુ તમે પિંક, બ્લુ, ગ્રીન અને ગ્રે કોલર જોબ વિશે જાણો છો?
Published On - 4:50 pm, Mon, 18 April 22