પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં એક હિંદુ વેપારીની ત્રણ દીકરીઓનું અપહરણ કરીને બળજબરીથી ધર્મ પરિવર્તન કરીને મુસ્લિમ યુવકો સાથે તેમના લગ્ન કરાવવાનો મામલો સામે આવ્યો છે. પ્રાંતમાં હિંદુ અલ્પસંખ્યકો માટે કામ કરતા એક અધિકાર સમૂહના જણાવ્યા અનુસાર, આ ત્રણ છોકરીઓનું પહેલા અપહરણ કરવામાં આવ્યું હતું અને પછી તેમનું ધર્માંતરણ કરવામાં આવ્યું હતું. બાદમાં અપહૃત ત્રણેય યુવતીના લગ્ન અપહરણકર્તા યુવકો સાથે કરવામાં આવ્યા હતા.
નોંધનીય છેકે પાકિસ્તાનના સિંધ પ્રાંતના ધારકી વિસ્તારમાં આ જઘન્ય ઘટના પ્રકાશમાં આવી છે. આ મામલે ત્રણ યુવતીઓની ઓળખ પરમેશ કુમારી, ચાંદની, અને રોશની તરીકે કરવામાં આવી છે. હિન્દુ વેપારી લીલારામની આ ત્રણ પુત્રીઓનું પહેલા અપહરણ કરવામાં આવ્યું હતું અને પછી તેમનું ધર્મ પરિવર્તન કરીને મુસ્લિમ યુવકો સાથે લગ્ન કરવામાં આવ્યા હતા. આ ઘટનામાં સૌથી ચોંકાવનારી વાત એ છેકે આ યુવતીઓના લગ્ન આ-જ વિસ્તારના જ પીર જાવેદ અહેમદ કાદરી દ્વારા કરાવવામાં આવ્યા હતા.
આ મામલે હિંદુ ધર્મની સંસ્થાની અપીલ બાદ પણ હિંદુ છોકરીઓના ધર્મ પરિવર્તન યથાવત રાખવામાં આવ્યા છે. આ ઘટનામાં દાવો કરાયો છે કે ત્રણેય બહેનોના લગ્ન એ જ મુસ્લિમ છોકરાઓ સાથે થયા હતા જેમણે તેમનું અપહરણ કર્યું હતું.
આ પણ વાંચો : Seema Haider: માંગમાં સિંદૂર, ગળામાં મંગળસૂત્ર, સીમા-સચિનના લગ્નની પહેલી તસવીરો આવી સામે
પાકિસ્તાનની સીમા હૈદરની ઘટના બાદ હિન્દુ પરિવારોને મળી રહી છે ધમકીઓ
પાકિસ્તાનમાં આમ પણ છાશવારે હિંદુ અત્યાચારની ઘટનાઓ પ્રકાશમાં આવતી રહે છે. ત્યારે ફરી હિંદુ યુવતીઓના ધર્માંતરણને લઇને ઇત્તેહાદના વડાએ જણાવ્યું કે સીમા હૈદરની ઘટના બાદ હિંદુઓ પર અત્યાચારના બનાવો વધ્યા છે. ખાસ કરીને સિંધ પ્રાંતમાં રહેતા હિન્દુ પરિવારો પર હુમલાની ઘટનાઓ વધી છે. હિન્દુ પરિવારોને રોજેરોજ ધમકીઓ મળી રહી છે. અહીં ઉલ્લેખ કરવો રહ્યો કે ગત સપ્તાહે આવી જ એક ટોળકીએ આવો જ અત્યાચાર કર્યો હતો. જેમાં પાકિસ્તાનના સિંધ પ્રાંતના કશ્મોર વિસ્તારમાં એક હિન્દુ મંદિર પર રોકેટ લોન્ચર વડે હુમલો કર્યો હતો. આ હુમલા દરમિયાન ઘણા હિંદુ ઘરોને નિશાન બનાવાયા હતા. ત્યારે હવે આ ઘટનાઓ કયારે અંકુશમાં આવે છે તે જોવું રહ્યું.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 7:43 am, Sat, 22 July 23