Pakistan : ઇમરાન ખાનનું પત્તુ કટ ? વડાપ્રધાન પદ માટે આસિફ અલી ઝરદારીના નામ પર વિચારણા

|

Feb 13, 2022 | 9:50 PM

સૂત્રોએ જણાવ્યું હતું કે પીએમએલ-એનના નવાઝ શરીફ નેતૃત્વની ભૂમિકા માટે આતુર નથી, પરંતુ પીપીપીના આસિફ અલી ઝરદારીની વિચારણા કરવામાં આવી રહી છે.

Pakistan : ઇમરાન ખાનનું પત્તુ કટ ? વડાપ્રધાન પદ માટે આસિફ અલી ઝરદારીના નામ પર વિચારણા
Asif Ali Zardari name is being considered for the Prime Minister post in Pakistan

Follow us on

પાકિસ્તાન (Pakistan) ગૃહમાં ફેરફારો માટે તૈયાર છે, કારણ કે વિપક્ષી ગઠબંધન પાકિસ્તાન ડેમોક્રેટિક મૂવમેન્ટે (Pakistan Democratic Movement) શુક્રવારે વડાપ્રધાન ઇમરાન ખાન સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાનો નિર્ણય કર્યો હતો. વિપક્ષી પાર્ટીઓ પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી), પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ અને મુત્તાહિદા કૌમી મૂવમેન્ટ, ઈમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના સાથી અને પાકિસ્તાન મુસ્લિમ લીગ ઈમરાન ખાનને પછાડવા માટે સંયુક્ત મોરચો રજૂ કરવા માટે તેમના મતભેદોને બાજુ પર મૂકી રહ્યા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે પીએમએલએનના નવાઝ શરીફ નેતૃત્વની ભૂમિકા માટે આતુર નથી, પરંતુ પીપીપીના આસિફ અલી ઝરદારીની વિચારણા કરવામાં આવી રહી છે. પીએમએલ-એનના ઉપપ્રમુખ મરિયમ નવાઝે તાજેતરમાં કહ્યું હતું કે જો તેઓ સરકારની જેમ કામ નહીં કરે તો લોકોનો વિપક્ષમાંથી પણ વિશ્વાસ ઉઠી જશે.

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ગયા અઠવાડિયે સ્વીકાર્યું હતું કે તેઓ દેશની બાગડોર સંભાળ્યા પછી જે વચનો આપ્યા હતા તે પૂરા કરી શક્યા નથી. અંગ્રેજી વેબસાઈટ ન્યૂઝ18ના સમાચાર અનુસાર, પાકિસ્તાનની ન્યૂઝ એજન્સી ડોને એક રિપોર્ટમાં હાઈલાઈટ કર્યું છે કે ઈમરાન ખાને પાકિસ્તાનમાં શાસન કરવાની રીતમાં પરિવર્તન લાવવાની અસમર્થતા માટે ‘સિસ્ટમ’ને જવાબદાર ઠેરવી છે.

પાકિસ્તાન ડેમોક્રેટિક મૂવમેન્ટે પુષ્ટિ કરી છે કે પાકિસ્તાનની સંસદમાં ઈમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. જિયો ન્યૂઝે પાકિસ્તાન ડેમોક્રેટિક મૂવમેન્ટના વડા મૌલાના ફઝલુર રહેમાનને ટાંકીને કહ્યું કે પીડીએમએ આ તબક્કે અવિશ્વાસની દરખાસ્તની જાહેરાત કરી છે, કારણ કે અમારો એવો મક્કમ ઈરાદો છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

મૌલાના ફઝલુર રહેમાને એમ પણ કહ્યું હતું કે સરકારના સાથી પક્ષોનો સંપર્ક કરવામાં આવશે અને પીડીએમ તેમને નેશનલ એસેમ્બલીમાં બહુમતી મેળવવાનો પ્રયાસ કરશે જેથી અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવે ત્યારે ઈમરાન ખાનને હટાવવામાં તેમની સફળતાની શક્યતાઓને વધુ સારી બનાવી શકાય. અગાઉ નવાઝ શરીફ સંસદમાં ફેરફાર કરવા ઈચ્છતા ન હતા.

આ પણ વાંચો –

કોરોનાના કારણે 14 મહિનાથી આઇસોલેટ છે આ વ્યક્તિ, 78 વાર રિપોર્ટ પોઝિટીવ આવ્યો, જાણો શું છે કારણ

આ પણ વાંચો –

OMG ! મહિલાએ પતિથી છુપાવીને ખરીદી લોટરીની ટિકિટ, 35 કરોડનો આલિશાન બંગલો જીતી ગઇ

આ પણ વાંચો –

Kerala : એટલાન્ટિક મહાસાગરમાં ગુમ થયેલા 28 વર્ષીય યુવકની હજુ પણ નથી મળી ભાળ, પરિવાર થયો ચિંતિત

Next Article