
ચીને ફરી એકવાર ભારતના અરૂણાચલ પ્રદેશ વિરુદ્ધ ઝેર ઓક્યુ છે. તેમણે કહ્યુ કે ચીન ભારતના અરૂણાચલ પ્રદેશને ક્યારેય માન્યતા નથી આપી, તેમણે અરૂણાચલ પ્રદેશને જાંગનાન એટલે કે દક્ષિણી તિબ્બત ગણાવ્યો છે. ચીને 10 એપ્રિલે અરૂણાચલ પ્રદેશના 23 સ્થાનોના નવા નામ જાહેર કર્યા છે. આના પર ભારતે આકરી પ્રતિક્રિયા આપી હતી. હવે તેના જ જવાબમાં ચીનનું આ નિવેદન આવ્યુ છે. ચીન 2017 થી લઈને અત્યાર સુધીમાં અવારનવાર અરૂણાચલ પ્રદેશના વિસ્તારોના ચીની નામ જારી કરતુ રહ્યુ છે. ઝંગનાન ના નામે ચીનની વિસ્તારવાદી નીતિનો પર્દાફાશ ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગુઓ જિયાકુને મંગળવારે જણાવ્યુ કે જાંગનાન ચીનનો વિસ્તાર છે અને ચીને ભારત દ્વારા ખોટી રીતે સ્થાપિત કરવામાં આવેલ તથાકથિત અરૂણાચલ પ્રદેશને ક્યારેય માન્યતા નથી આપી. ગિઓ જિયાકુને દાવો કર્યો છે કે જાંગનાન ક્ષેત્રના કેટલાક સ્થાનોના નામોનું પ્રમાણીકરણ સંપૂર્ણપણે ચીનના સાર્વભૌમત્વના દાયરામાં આવે છે. રવિવારે ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તાના પ્રતિભાવ પર તેમની પ્રતિક્રિયા માગવામાં આવતા તેમણે આ ટિપ્પણી કરી હતી. જેમા બાદમાં ચીનના આ પગલાનો સખત વિરોધ...
Published On - 9:39 pm, Tue, 14 April 26