ચાલબાજ ચીનની વધુ એક ચાલ, મ્યાનમારને પ્યાદુ બનાવીને ભારત પર નજર રાખવાનો પેંતરો

|

Jun 18, 2023 | 4:31 PM

ચીન દરેક મોરચે ભારત વિરૂદ્ધ હરકતો કરવાથી અટકતુ નથી, પાકિસ્તાન અને પૂર્વોત્તર રાજ્યો બાદ ચીન હવે પાકિસ્તાન અને મ્યાનમારને પોતાનું પ્યાદુ બનાવી રહ્યું છે, જેથી તે ભારતના મિસાઈલ પ્રક્ષેપણ પર નજર રાખી શકે.

ચાલબાજ ચીનની વધુ એક ચાલ, મ્યાનમારને પ્યાદુ બનાવીને ભારત પર નજર રાખવાનો પેંતરો
xi jinping
Image Credit source: AFP

Follow us on

ભારતે મ્યાનમાર સામે વાંધો ઉઠાવ્યો છે. તેનું કારણ એ છે કે મ્યાનમારે ચીનને બંગાળની ખાડીમાં કોકો ટાપુમાં મોનિટરિંગ અને સર્વેલન્સ સુવિધાઓ ભાડે આપવાની મંજૂરી આપી છે. વાસ્તવમાં, આ કોકો ટાપુ ભારત માટે વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો ચીન આ ટાપુ પર તેના મોનિટરિંગ સાધનો સ્થાપિત કરે છે, તો તે ઓડિશામાં ભારતના બાલાસોર ટેસ્ટ રેન્જના દરેક લોન્ચિંગ પર નજર રાખી શકે છે.

એવું માનવામાં આવે છે કે, ભારત મ્યાનમારના વર્તમાન વરિષ્ઠ જનરલ મીન આંગ હ્લેઇંગના નેતૃત્વમાં સારા સંબંધો જાળવી રાખશે. પરંતુ, સાઉથ બ્લોક વતી કોકો આઇલેન્ડના મામલામાં વાંધો ઉઠાવવામાં આવ્યો છે અને હાલમાં તે મ્યાનમારના જવાબથી સંતુષ્ટ નથી. મ્યાનમાર દ્વારા વાંધાઓનો જવાબ આપવામાં આવ્યો છે કે, કોકો ટાપુ પર ઈન્ફ્રા નિર્માણ પાછળ ચીનનો કોઈ હાથ નથી. તેમજ અહીં મોનીટરીંગ સ્ટેશનો પણ ઉભા કરવામાં આવી રહ્યા નથી.

મ્યાનમારમાં જન્ટા (લશ્કરી અધિકારીઓનું જૂથ) ચીન સાથે દરેક બાબતમાં સાવચેતી રાખી રહ્યું છે. મ્યાનમાર પાસે હાલમાં ચીનનો સાથ આપવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. 2021માં તખ્તાપલટ બાદ અહીં ચીનની દખલગીરી વધી છે. ચીને મ્યાનમારને લગભગ 4 બિલિયન યુએસ ડોલરની સહાય આપી છે, હકીકતમાં, આવી સહાય આપીને ચીન, મ્યાનમારમાંથી બાગ્લાદેશ કોરિડોર બનાવવા માંગે છે.

IPL 2025માં MS ધોનીના રમવા પર સસ્પેન્સ યથાવત
માંસ કેમ ન ખાવું જોઈએ ? દેવરાહા બાબાએ જણાવ્યું મોટું કારણ, જુઓ Video
Indian Oil ભારતમાં, તો પછી વિશ્વની સૌથી મોટી Oil Company કઈ છે?
ઘરે તુલસી છે ! જાણી લો મંજરી કયા દિવસે ન તોડવી જોઈએ?
સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન આવી મોટી ગાડીઓમાં ફરતા હતા મહાત્મા ગાંધી, જુઓ Photos
ખાલી પેટ ખીરા કાકડીનું જ્યુસ પીવાથી જાણો શું થાય છે?

ચીન બંગાળની ખાડીમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા ઈચ્છે છે. રાષ્ટ્રીય સુરક્ષા આયોજકો અને ઉપગ્રહોની તસવીરો અનુસાર, તે સ્પષ્ટ છે કે મ્યાનમારના કોકો દ્વાર પર વિકસિત ઈન્ફ્રામાં મોટા રનવે પણ બનાવવામાં આવી રહ્યા છે, જેનો ઉપયોગ ફાઈટર અને ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટના લેન્ડિંગ માટે થઈ શકે છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article