ચાલબાજ ચીનના દેવાની જાળમાં વધુ એક દેશ ફસાયો, દેશના એકમાત્ર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર હવે ડ્રેગનનો કબજો

|

Nov 28, 2021 | 3:02 PM

આ કરારમાં ચૂકવણીના બદલે પોતાના એકમાત્ર ઈન્ટરનેશનલ એરપોર્ટ સોંપવાની શરત પણ હતી. 2015 માં ચીનના ઈમ્પોર્ટ-એક્સપોર્ટ બેંકે યુગાન્ડાને બે ટકાના દરે 207 મિલિયન ડોલરની લોન આપી છે.

ચાલબાજ ચીનના દેવાની જાળમાં વધુ એક દેશ ફસાયો, દેશના એકમાત્ર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર હવે ડ્રેગનનો કબજો
Entebbe International Airport

Follow us on

ચીન આફ્રીકા (Africa)ના દેશો સહિત દુનિયાભરના ગરીબ દેશોને પોતાના દેવાના જાળમાં ફસાવી રહ્યું છે. આ વાતની જાણકારી બધાને છે. ત્યારે એકવાર ફરી એક આફ્રીકન દેશ (China-Uganda)ચીનના દેવા જાળમાં ફંસાઈ ગયો છે. યુગાન્ડા (Uganda)ચીન દ્વારા આપવામાં આવેલા દેવાને ચૂકવવામાં સક્ષમ રહ્યું નથી અને તેના કારણે તેને પોતાના એકમાત્ર ઈન્ટરનેશનલ એરપોર્ટને ડ્રેગનના હાથમાં સોંપવું પડ્યું છે.

આફ્રિકન મીડિયાના અહેવાલ અનુસાર, એન્ટેબે ઈન્ટરનેશનલ એરપોર્ટ (Entebbe International Airport)પર ચીને કબજો જમાવ્યો છે. યુગાન્ડાની સરકાર ચીન સાથે દેવાની સમજૂતીને પૂરી કરવામાં નિષ્ફળ રહ્યા છે. આ કરારમાં ચૂકવણીના બદલે પોતાના એકમાત્ર ઈન્ટરનેશનલ એરપોર્ટ સોંપવાની શરત પણ હતી. 2015 માં ચીનના ઈમ્પોર્ટ-એક્સપોર્ટ બેંકે યુગાન્ડાને બે ટકાના દરે 207 મિલિયન ડોલરની લોન આપી છે.

એક ન્યૂઝ અહેવાલ મુજબ, એન્ટેબે ઈન્ટરનેશનલ એરપોર્ટના વિસ્તાર માટે આ લોન આપવામાં આવી છે. આ લોન 20 વર્ષની મુદત પર આપવામાં આવી હતી અને તેમાં સાત વર્ષની છૂટ અવધિ પણ આપવામાં આવી હતી. યુગાન્ડા સરકારે લોન મેળવવા માટે આંતરરાષ્ટ્રીય હસ્તક્ષેપને કરારમાંથી હટાવી દિધા હતા.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

કરારમાં એન્ટેબે ઇન્ટરનેશનલ એરપોર્ટ જોડવામાં આવ્યું

યુગાન્ડાના આ નિર્ણયને કારણે, હવે ચીનના લોન આપનાર કોઈપણ આંતરરાષ્ટ્રીય મધ્યસ્થતા વિના એન્ટેબે આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો કબજો લઈ શકશે. યુગાન્ડા સિવિલ એવિએશન ઓથોરિટી (UCAA) ના એક નિવેદનમાં સૂચવવામાં આવ્યું છે કે એન્ટેબે ઇન્ટરનેશનલ એરપોર્ટ અને અન્ય યુગાન્ડાની મિલકતો કરારની અમુક જોગવાઈઓ હેઠળ જોડવામાં આવી હતી.

આ રીતે ચીની લોન આપનાર આ મિલકતોનો કબજો લઈ શકે છે. ગયા અઠવાડિયે, યુગાન્ડાના નાણા પ્રધાન મતિયા કસાઈજા (Matia Kasaija)એ અનેક મિલિયન ડોલરની લોનનો યોગ્ય રીતે ઉપયોગ ન કરવા બદલ સંસદમાં માફી માંગી હતી.

ચીને કરારની શરતોમાં ફેરફાર કરવાનો કર્યો ઇનકાર

તાજેતરના મીડિયા અહેવાલો અનુસાર, યુગાન્ડાના અધિકારીઓના પ્રતિનિધિમંડળે લોન કરારની શરતો પર ફરીથી વાટાઘાટો કરવાનો પ્રયાસ કરવા માટે આ વર્ષની શરૂઆતમાં ચીનની મુલાકાત લીધી હતી. જો કે, આ મુલાકાત અસફળ રહી હતી કારણ કે ચીની અધિકારીઓએ સોદાની મૂળ શરતોમાં કોઈપણ ફેરફાર કરવાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો.

અગાઉ શ્રીલંકા અને માલદીવ જેવા દેશો પણ ચીનના દેવાની જાળમાં ફસાઈ ચૂક્યા છે. શ્રીલંકાએ પણ તેનું એક બંદર ચીનને સોંપવું પડ્યું. આ પછી શ્રીલંકાના નેતાઓએ કહ્યું હતું કે આ નિર્ણય અત્યાર સુધીનો સૌથી ખરાબ નિર્ણય છે.

 

આ પણ વાંચો:ભારત 2 મહિનામાં 20 લાખ ટનથી વધુ ઘઉંની કરશે નિકાસ, છેલ્લા 7 વર્ષમાં સોથી વધુ નિકાસની આશા

આ પણ વાંચો: દેશમાં કૃષિ ક્ષેત્રે સંકટને સમજવા માટે સ્વતંત્ર કિસાન આયોગની થશે રચના: પી સાઈનાથ

Next Article