ચીનની વધુ એક અવળચંડાઇ, વાયરસના અસ્તિત્વની તપાસને લઇ WHOની ટીમને રોકી

|

Jan 06, 2021 | 6:44 PM

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) એક વર્ષ કરતા વધુ સમયથી સમગ્ર વિશ્વમાં કહેર ફેલાવનાર કોરોના વાયરસની તપાસ માટે સંઘર્ષ કરી રહી છે

ચીનની વધુ એક અવળચંડાઇ, વાયરસના અસ્તિત્વની તપાસને લઇ WHOની ટીમને રોકી

Follow us on

ચીનની વધુ એક વાર દુનિયાભરમાં આલોચના થઇ રહી છે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) એક વર્ષ કરતા વધુ સમયથી સમગ્ર વિશ્વમાં કહેર ફેલાવનાર કોરોના વાયરસની તપાસ માટે સંઘર્ષ કરી રહી છે. WHOની એક ટીમ ચીનના વુહાન શહેરમાં આ વાયરસના અસ્તિત્વની તપાસ માટે નીકળી હતી, પરંતુ હજી સુધી આ લોકોને ચીન આવવાની મંજૂરી મળી નથી, WHO ના બે નિષ્ણાતો આ સફર માટે પહેલેથી જ રવાના થયા હતા, પરંતુ WHO કહે છે કે વિઝા મંજૂરીના કારણે સમસ્યા આવી રહી છે.

WHO ના વડાએ જણાવ્યું હતું કે, ચીની સરકાર સાથે કરાર થયા બાદ આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિકની ટીમના સભ્યો તેમના સંબંધિત દેશોથી ચીન જવા રવાના થયા હતા, પરંતુ તેઓને નિરાશાનો સામનો કરવો પડ્યો, ચિની અધિકારીઓએ હજુ સુધી જરૂરી પરમિશન આપી નથી, જો કે, તેમણે એ પણ આશા વ્યક્ત કરી કે ચીન જલ્દીથી આ મામલો થાળે પાડશે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

WHO છેલ્લા કેટલાક મહિનાઓથી 10 આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોને કોરોના વાયરસના અસ્તિત્વ વિશે અને આ ખતરનાક વાયરસને પ્રાણીઓથી માણસોમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યો છે કે કેમ તે વિશે જાણવા ચીન મોકલવાની તૈયારી કરી રહ્યું છે. ચીન અને WHO વચ્ચેના કરાર પછી ગયા મહિને જાહેરાત કરવામાં આવી હતી કે જાન્યુઆરી 2021 માં વાયરસની તપાસ કરવામાં આવશે.

Next Article