ઇઝરાયેલ-હમાસ યુદ્ધ (Israel Hamas war) હજુ પણ ચાલુ છે. વિશ્વના ઘણા દેશો આનાથી પ્રભાવિત થઈ શકે છે, ખાસ કરીને જેઓ ઈઝરાયેલમાં બિઝનેસ કરે છે. એમાં ભારત પણ બાકાત નથી. આ યુદ્ધના કારણે ભારતના એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ ‘India-Middle East-Economic Corridor (IMEC) પર તેની અસર થઈ શકે છે.
ભારતે G-20માં એકબીજાના વિરોધી દેશ એવા અમેરિકા અને સાઉદીને સાથે રાખીને IMEC પ્રોજેક્ટ માટે MOU કર્યા હતા. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદેશ ભારત યુરોપ સુધી તેનો વેપાર સરળતાથી વિસ્તારી શકે તે માટેનો છે, પરંતુ આ યુદ્ધના કારણે તેમાં મુશ્કેલી વધી શકે છે. કારણ કે ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં અમેરિકાએ ઈઝરાયેલને સમર્થન આપ્યું છે, તો સાઉદી પેલેસ્ટાઈનને મદદ કરી રહ્યું છે. તેથી ફરી એકવાર બંને દેશો એકબીજાના વિરોધમાં આવી ગયા છે. જેની સીધી અસર ભારતના IMEC પ્રોજેક્ટ પર પડી શકે છે.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો