અંજુના લગ્ન, વિઝા અને તે ક્યારે ભારત પરત આવશે, જાણો શું કહ્યું પાકિસ્તાની ઓફિસરે

અંજુના મિત્ર નસરુલ્લાએ અંજુ સાથે કોઈ પ્રેમસંબંધ હોવાનો ઈન્કાર કર્યો છે. 29 વર્ષીય નસરુલ્લાએ જણાવ્યું કે અંજુ સાથે લગ્ન કરવાની તેની કોઈ યોજના નથી. અંજુ અને નસરુલ્લા વચ્ચે મિત્રતા લગભગ 4 વર્ષ પહેલા 2019માં ફેસબુક દ્વારા થઈ હતી.

અંજુના લગ્ન, વિઝા અને તે ક્યારે ભારત પરત આવશે, જાણો શું કહ્યું પાકિસ્તાની ઓફિસરે
Anju's marriage
| Edited By: | Updated on: Jul 24, 2023 | 8:33 PM

ફેસબુક પર મિત્રતા બાદ ભારતીય મહિલા અંજુ પોતાના પુરુષ મિત્રને મળવા પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંત પહોંચી છે. મીડિયામાં સમાચાર છે કે તે તેના પાકિસ્તાની પ્રેમી નસરુલ્લા સાથે લગ્ન કરવા જઈ રહી છે. જોકે સ્થાનિક પોલીસ અધિકારીએ કહ્યું કે અમે અંજુ સાથે વાત કરી છે, પરંતુ સગાઈ અને લગ્ન જેવી કોઈ વાત નથી. જોકે ભારતમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે અંજુ નસરુલ્લા સાથે 2 દિવસ પછી જ સગાઈ કરવા જઈ રહી છે.

પાકિસ્તાની ઓફિસરે કર્યો ખુલાસો

પાકિસ્તાનના સ્થાનિક જિલ્લા પોલીસ અધિકારી મુશ્તાકે અંજુ વિશે જણાવ્યું કે અમે અંજુ સાથે વાત કરી છે, પરંતુ પાકિસ્તાની પ્રેમી સાથે સગાઈ અને લગ્ન જેવી કોઈ વાત નથી. બંને વચ્ચે ફેસબુકના માધ્યમથી મિત્રતા થઈ છે. સગાઈ અને લગ્ન એ બંનેની અંગત બાબત છે. તેણે વધુમાં કહ્યું કે અમે ગઈ કાલે અંજુની પૂછપરછ કરી છે અને તેના તમામ કાગળો સાચા હોવાનું જાણવા મળ્યું છે.

અંજુ વાઘા બોર્ડરથી બસ દ્વારા લાહોર પહોંચી હતી

જિલ્લા પોલીસ અધિકારીએ માન્ય દસ્તાવેજો દ્વારા પાકિસ્તાન આવવા વિશે જણાવ્યું હતું કે તેના વિઝા એક મહિના માટે છે, તેના તમામ દસ્તાવેજો એકદમ સાચા છે. અમે તેની ગોપનીયતાનું ધ્યાન રાખીએ છીએ, અમે તેને સુરક્ષા આપી છે. શક્ય છે કે બંને વચ્ચે ફેસબુકના માધ્યમથી મિત્રતા થઈ, પછી બંને ધીમે ધીમે પ્રેમમાં પડ્યા. અંજુ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના અપર ડીર આદિવાસી જિલ્લામાં પાકિસ્તાની બોયફ્રેન્ડ નસરુલ્લાને મળવા આવી છે.

આ પણ વાંચો : Seema Sachin Marriage: હિન્દુ ડ્રેસ, માંગમાં સિંદૂર, ગળામાં મંગળસૂત્ર… જુઓ સીમા-સચિનના લગ્નના PHOTOS

2022માં વિઝા માટે અરજી કરી હતી

34 વર્ષની પરિણીત મહિલા અંજુના વિઝા અંગે પોલીસ અધિકારીએ જણાવ્યું કે તેણે ગયા વર્ષે 2022માં વિઝા માટે અરજી કરી હતી. પાકિસ્તાની પ્રેમી નસરુલ્લાહની વિનંતીને પગલે પાકિસ્તાન એમ્બેસીએ તેને એક મહિનાનો વિઝા આપ્યો હતો. તેમનું કહેવું છે કે અંજુ વાઘા બોર્ડર થઈને પાકિસ્તાન આવી છે. તે લાહોર સુધી બસમાં આવી, પછી નસરુલ્લા તેને પિંડીમાં લેવા આવ્યો.

21 ઓગસ્ટ પહેલા પાકિસ્તાન છોડવું પડશે

પોલીસ અધિકારીએ કહ્યું કે બંને સાથે રહે છે, અને અમે તેમને સુરક્ષા આપી છે. પરંતુ અંજુએ 21 ઓગસ્ટ પહેલા પાકિસ્તાન છોડીને પોતાના દેશમાં જવું પડશે. SHOને આ અંગેની માહિતી આપશે, પછી સુરક્ષા સાથે ત્યાંથી રવાના થશે.

નસરુલ્લાએ પ્રેમસંબંધ હોવાનો ઈન્કાર કર્યો

બીજી તરફ અંજુના મિત્ર નસરુલ્લાએ અંજુ સાથે કોઈ પ્રેમસંબંધ હોવાનો ઈન્કાર કર્યો છે. 29 વર્ષીય નસરુલ્લાએ જણાવ્યું કે અંજુ સાથે લગ્ન કરવાની તેની કોઈ યોજના નથી. અંજુ અને નસરુલ્લા વચ્ચે મિત્રતા લગભગ 4 વર્ષ પહેલા 2019માં ફેસબુક દ્વારા થઈ હતી.

અંજુને 15 વર્ષની પુત્રી અને 6 વર્ષનો પુત્ર

નસરુલ્લાએ કહ્યું, “તેના વિઝા 20 ઓગસ્ટે સમાપ્ત થયા બાદ તે પોતાના વતન પરત ફરશે. અંજુ મારા ઘરમાં પરિવારની અન્ય મહિલાઓ સાથે બીજા રૂમમાં રહે છે. અંજુનો જન્મ ઉત્તર પ્રદેશના કેલોર નામના ગામમાં થયો હતો પરંતુ હવે તે રાજસ્થાનના અલવરમાં રહેતી હતી. અંજુને 15 વર્ષની પુત્રી અને 6 વર્ષનો પુત્ર છે. બીજી તરફ રાજસ્થાનમાં રહેતા અંજુના પતિ અરવિંદને આશા છે કે ટૂંક સમયમાં તેની પત્ની તેની પાસે પાછી ફરશે. બંનેએ 2007માં લગ્ન કર્યા હતા.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો