
વર્ષો પહેલા આવેલી રાજકુમારની એક ફિલ્મનો સંવાદ હતો કે “जिनके अपने घर शीशे के हो, वो दूसरों पर पत्थर नहीं फ़ेंका करते” બસ અમેરિકા પણ કંઈક આવુ જ કરી રહ્યુ છે. માત્ર ટેરિફની બાબતમાં નહીં પરંતુ દરેક મુદ્દે અમેરિકા ખુદ ઘેરાઈ રહ્યુ છે. અમેરિકાએ રશિયા પાસેથી તેલ ખરીદવા મુદ્દે ભારતને ઘેર્યુ અને તોતિંગ ટેરિફ લાદી દીધો પરંતુ તે ખુદ રશિયા પાસેથી તેલ ખરીદી રહ્યુ છે. બીજી તરફ અમેરિકામાં જાતિય હિંસાનો વર્ષો જૂનો ઈતિહાસ છે છતા તેના ટ્રેડ એડવાઈઝર ભારતને જાતિવાદના મુદ્દે ઘેરી રહ્યા છે. અમેરિકા અને ભારત વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. ક્યારેક રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પાકિસ્તાન સાથેના સંઘર્ષ અંગે બેફામ નિવેદનો કરે છે તો ક્યારેક ભારત પર તગડો ટેરિફ લગાવી દે છે. ટ્રમ્પની ટીમ પણ આગમાં ઘી નાખવાનું કામ કરી રહી છે. તેમના સલાહકાર પીટર નવારોએ બ્રાહ્મણો પર રશિયા સાથે તેલ ખરીદી નફાખોરીનો આરોપ લગાવ્યો છે. દેશની સામાન્ય જનતાને ઉશ્કેરવાાનું કામ પણ કર્યુ છે. નવારો એ તો ત્યાં સુધી...
Published On - 7:50 pm, Fri, 5 September 25