એક આંસૂની કિંમત 18 ડૉલર ! ઓપરેશન દરમિયાન મહિલાને આંસૂ આવ્યા તો હોસ્પિટલે ઠોકી દીધો ‘ઇમોશન ચાર્જ’ બીલ સોશિયલ મીડિયામાં વાયરલ

|

Oct 01, 2021 | 9:18 AM

ફિલ્મમાં પેલો ડાયલોગ તો તમે સાંભળ્યો હશે કે, 'યે આંસૂ બહોત કિંમતી હે ઇસે એસે હી ન બહને દો'. આ ડાયલોગ આ ઘટના પર બંધબેસે છે. અમેરીકાની એક હોસ્પિટલે મહિલા પાસેથી ઓપરેશન દરમિયાન રડવા બદલ ચાર્જ વસૂલ્યો છે. 

એક આંસૂની કિંમત 18 ડૉલર ! ઓપરેશન દરમિયાન મહિલાને આંસૂ આવ્યા તો હોસ્પિટલે ઠોકી દીધો ઇમોશન ચાર્જ બીલ સોશિયલ મીડિયામાં વાયરલ
American hospital imposes emotion charge for crying during operation.

Follow us on

સામાન્ય લોકો હોસ્પિટલ અને વકિલ પાસે જવાથી ડરે છે કારણ કે તેમને ખબર છે કે તેમના ખિસ્સા તો ઠીક પણ આખી જીંગદીની કમાણી પણ ખાલી થઇ જશે. અને આ વાત એમજ નથી કહેવાતી. મોટી મોટી હોસ્પિટલોમાં સારવાર લેવા માટે લાખો રૂપિયાની જરૂર પડે છે. આવી હોસ્પિટલો દ્વારા વિવિધ ચાર્જિસ લગાવવામાં આવે છે. આ વાતોનું ઉદાહરણ તો તમે કોરોના કાળમાં જોઇ જ લીધુ, કોરોના દર્દીઓની સારવાર કરવા માટે ખાનગી હોસ્પિટલોએ લાખો રૂપિયા ચાર્જ કર્યા છે. આવી હોસ્પિટલમાં સારવાર લેવી એ આજે પણ એક સામાન્ય વર્ગના લોકો માટે સપનું જ છે.

ખાનગી હોસ્પિટલો અમુક વાર એવો અને એટલો ચાર્જ વસૂલે છે જે ક્યારેક સોશિયલ મીડિયા (Social Media) પર ચર્ચાનો વિષય બની જાય છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક હોસ્પિટલનું બિલ વાયરલ (Viral Hospital Bill) થઇ રહ્યુ છે. બીલ વાયરલ થયા બાદ ફરીથી સોશિયલ મીડિયા પર માહોલ ગરમ છે કેટલાક લોકો આ વાતને મજાકની જેમ લઇ રહ્યા છે અને ફની મીમ્સ (Funny Memes) બનાવીને શેયર કરી રહ્યા છે. તો બીજી તરફ કેટલાક લોકો હોસ્પિટલની  સખત ટીકા કરી રહ્યા છે તો કેટલાક સવાલો પૂછી રહ્યા છે.

લિફ્ટમાં ફસાઈ જાવ તો ભૂલથી પણ ન કરતા આ કામ
આજનું રાશિફળ તારીખ 17-05-2024
Cannesમાં જ્યારે તૂટેલા હાથ સાથે રેમ્પ વોક કરવા ઉતરી ઐશ્વર્યા રાય બચ્ચન, જુઓ-Photos
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે

ફિલ્મમાં પેલો ડાયલોગ તો તમે સાંભળ્યો હશે કે, ‘યે આંસૂ બહોત કિંમતી હે ઇસે એસે હી ન બહને દો’. આ ડાયલોગ આ ઘટના પર બંધબેસે છે. અમેરીકાની એક હોસ્પિટલે મહિલા પાસેથી ઓપરેશન દરમિયાન રડવા બદલ ચાર્જ વસૂલ્યો છે.  જી હાં તમે બરાબર જ વાંચ્યુ છે. સોશિયલ મીડિયા પર મહિલા દ્વારા બીલ શેયર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે ઓપરેશન દરમિયાન તે ઇમોશનલી ભાંગી પડી હતી અને તેના આંખોમાંથી આંસૂ આવી ગયા હતા. બદલામાં હોસ્પિટલે તેના બીલમાં ઇમોશનલ ચાર્જ લગાવી દીધો. હવે આ મહિલાની પોસ્ટ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઇ રહી છે.

mxmclain નામનું યુઝર અકાઉન્ટ ધરાવતી મહિલાએ સોશિયલ મીડિયા પર હોસ્પિટલના બિલનો ફોટો શેર કર્યો છે. કુલ બીલમાં હોસ્પિટલે ઇમોશનલ થવા બદલ $11 (આશરે 800 રૂપિયા) ઉમેર્યાં છે. નવાઈની વાત તો એ છે કે હોસ્પિટલે તેમાં $2.20 (આશરે 163 રૂપિયા)નું ડિસ્કાઉન્ટ પણ આપ્યું,

વાયરલ બીલ જોઇને લોકો સોશિયલ મીડિયા પર  હેલ્થ કેર સિસ્ટમ સામે સવાલ ઉભા કરી રહ્યા છે. લોકોનું સ્પષ્ટ પણે કહેવું છે કે હોસ્પિટલે આ પ્રકારના કામ ન કરવા જોઇએ. કેટલાક યૂઝર્સે પુછ્યુ કે રડવાનો પણ ચાર્જ ?

આ પણ વાંચો –

LPG Gas Cylinder Price : પેટ્રોલ – ડીઝલ બાદ હવે LPG Cylinder ના ભાવમાં પણ ભડકો, જાણો લેટેસ્ટ રેટ

આ પણ વાંચો –

Punjab Political Crisis: શું સિદ્ધુ કોંગ્રેસમાં જ રહેશે? પક્ષે વિવાદ ઉકેલવા માટે આ યોજના બનાવી, પંજાબની રાજકીય ઉથલપાથલ પર વાંચો આ 10 મોટા અપડેટ્સ

Next Article