અમેરિકાના ઐતિહાસિક પુલ સાથે અથડાયું જહાજ, 20 સેકન્ડમાં જ પુલ થયો ધરાશાયી, Video

|

Mar 26, 2024 | 11:53 PM

બ્રિજ તૂટી પડવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક મોટું માલવાહક જહાજ પુલના થાંભલા સાથે અથડાયું, ત્યારબાદ પુલ પટાપ્સકો નદીમાં ડૂબી ગયો હતો. વીડિયોમાં પુલ પર ઘણી કાર પણ જોવા મળી રહી છે. જો કે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.

અમેરિકાના ઐતિહાસિક પુલ સાથે અથડાયું જહાજ, 20 સેકન્ડમાં જ પુલ થયો ધરાશાયી, Video
America

Follow us on

અમેરિકાના બાલ્ટીમોર શહેરમાં એક મોટો અકસ્માત થયો છે. સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર, એક કન્ટેનર જહાજ બાલ્ટીમોરના કી બ્રિજ સાથે અથડાયું હતું, જે બાદ બ્રિજ 20 સેકન્ડમાં તૂટી પડ્યો હતો. દુર્ઘટના સમયે પુલ પરથી અનેક કાર પસાર થઈ રહી હતી, જે તમામ બ્રિજ ધરાશાયી થતાં પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી.

બ્રિજ તૂટી પડવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક મોટું માલવાહક જહાજ પુલના થાંભલા સાથે અથડાયું, ત્યારબાદ પુલ પટાપ્સકો નદીમાં ડૂબી ગયો હતો. વીડિયોમાં પુલ પર ઘણી કાર પણ જોવા મળી રહી છે. જો કે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.

અવાર-નવાર થઈ જતી કબજિયાતની સમસ્યાથી મળશે છુટકારો, કરી લો બસ આટલું
તારક મહેતાના ટપ્પુએ ચાહકોની આપ્યા ગુડન્યુઝ, જાણો શું છે
ધોરણ -12 પછી આ ફિલ્ડમાં બનાવી શકો છો ઉજ્જવળ કારકિર્દી
ઓટોમેટિક કારના ફાયદા વધારે કે ગેરફાયદા? જાણો ગણિત
આજનું રાશિફળ તારીખ 09-05-2024
પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી

પ્રારંભિક અહેવાલો અનુસાર, જહાજ રાત્રે લગભગ 1:30 વાગ્યે પુલ સાથે અથડાયું હતું. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે બ્રિજ સાથે અથડાયા બાદ જહાજમાં આગ લાગી હતી. બાલ્ટીમોરના ફાયર વિભાગ તરફથી મળેલી માહિતી અનુસાર રાહત અને બચાવ કામગીરી ઝડપથી હાથ ધરવામાં આવી રહી છે. તેમજ ગુમ થયેલા લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે.

બચાવ ટુકડીઓ ઘટના સ્થળે પહોંચી

ઈમરજન્સી ડિપાર્ટમેન્ટના કોમ્યુનિકેશન ડાયરેક્ટર કાર્ટરાઈટે જણાવ્યું હતું કે કોલ મળતાની સાથે જ બચાવ ટુકડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તેમણે કહ્યું કે અત્યારે અમારું ધ્યાન આ લોકોને બચાવવા પર છે. તેમજ કેટલા લોકોને અસર થઈ છે તે બાદમાં ખબર પડશે. આ અકસ્માતને ગંભીર ઈમરજન્સી ગણાવવામાં આવી છે.

બચાવ ટુકડીઓ સ્થળ પર તૈનાત

કેવિન કાર્ટરાઇટે જણાવ્યું હતું કે અમારી ટીમો બચાવ કામગીરીમાં વ્યસ્ત છે, લગભગ સાત લોકો પાણીમાં ડૂબી ગયા હોવાની આશંકા છે. તેમણે જણાવ્યું હતું કે એજન્સીઓને સવારે 1:30 વાગ્યાની આસપાસ 911 પર કોલ મળ્યો હતો કે બાલ્ટીમોરથી જઈ રહેલું વિમાન પુલના થાંભલા સાથે અથડાયું હતું. જે બાદ પુલ અને તેની સાથે અનેક કાર પાણીમાં પડી ગઈ હતી. હાલમાં જહાજ પુલ સાથે કેવી રીતે અથડાયું તે અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી.

Published On - 11:51 pm, Tue, 26 March 24

Next Article