અમેરિકા પર એક નહીં પણ ત્રણ બાજુથી થઈ શકે છે પરમાણુ હુમલો ! જાણો અમેરિકાને કયા દેશોનો છે ડર

અમેરિકાને એક નહીં પણ ત્રણ બાજુથી પરમાણુ હુમલો થવાનો ડર છે. આ જ કારણ છે કે, જો બાઈડને અમેરિકન દળોને સંભવિત પરમાણુ યુદ્ધ માટે તૈયાર રહેવાનો આદેશ આપ્યો છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, એ કયા ત્રણ દેશો છે, જેનાથી અમેરિકાને ખતરો છે.

અમેરિકા પર એક નહીં પણ ત્રણ બાજુથી થઈ શકે છે પરમાણુ હુમલો ! જાણો અમેરિકાને કયા દેશોનો છે ડર
America
| Updated on: Aug 26, 2024 | 7:08 PM

રશિયા-યુક્રેન યુદ્ધ અને ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે અમેરિકા હવે પરમાણુ યુદ્ધના ભયથી ચિંતિત છે. અમેરિકાને એક નહીં પણ ત્રણ બાજુથી પરમાણુ હુમલો થવાનો ડર છે. આ જ કારણ છે કે જો બાઈડને અમેરિકન દળોને પરમાણુ મિસાઈલ તૈયાર રાખવાનો આદેશ આપ્યો છે. આ માટે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને માર્ચમાં જ એક અત્યંત ગુપ્ત દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા હતા. જેમાં અમેરિકાની પરમાણુ રણનીતિમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. જે ન્યુક્લિયર એમ્પ્લોયમેન્ટ ગાઇડન્સ તરીકે ઓળખાય છે. મીડિયા રિપોર્ટમાં આ વાત સામે આવી છે. અમેરિકાને ડર છે કે ચીન, રશિયા અને ઉત્તર કોરિયાની આ ત્રિપુટી ગમે ત્યારે અમેરિકા પર પરમાણુ બોમ્બ વરસાવી શકે છે. તેથી અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને અમેરિકી દળોને સંભવિત પરમાણુ યુદ્ધ માટે તૈયાર રહેવાનો આદેશ આપ્યો છે. અમેરિકાની પરમાણુ વ્યૂહરચના યોજના હેઠળ અમેરિકાએ પ્રથમ વખત પોતાની વ્યૂહરચના બદલી છે. એવું માનવામાં આવે છે કે અમેરિકાએ ચીનના વધતા પરમાણુ હથિયારોના ભંડારને કારણે સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. અમેરિકા માને છે કે ચીનના...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો