America: ન્યૂયોર્ક શહેરના બ્રોન્કસમાં એક એપાર્ટમેન્ટમાં લાગી ભીષણ આગ, 200 ફાયર ફાઈટર ઘટનાસ્થળે, 19 લોકોના મોત

|

Jan 10, 2022 | 6:41 AM

આગ બિલ્ડિંગના બીજા અને ત્રીજા માળના એક ડુપ્લેક્સ એપાર્ટમેન્ટમાં સવારે 11 વાગ્યા પહેલા લાગી હતી. આગ લાગ્યા બાદ લગભગ 200 ફાયર ફાઈટર્સ ઘટનાસ્થળે પહોંચ્યા

America: ન્યૂયોર્ક શહેરના બ્રોન્કસમાં એક એપાર્ટમેન્ટમાં લાગી ભીષણ આગ, 200 ફાયર ફાઈટર ઘટનાસ્થળે, 19 લોકોના મોત

Follow us on

અમેરિકા (America)ના ન્યૂયોર્ક (New York) શહેરના બ્રોન્ક્સ (Bronx)માં એક એપાર્ટમેન્ટમાં આગ લાગવાથી 9 બાળકો સહિત 19 લોકોના મોત થયા છે. આગની ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા છે અને ઓછામાં ઓછા 32 લોકોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ન્યૂયોર્ક ફાયર વિભાગના કમિશ્રર ડેનિયલ નીગ્રોએ કહ્યું કે 32 લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, સાથે જ કહ્યું કે ઘટનામાં લગભગ 63 લોકો ઘાયલ થયા છે.

આગ બિલ્ડિંગના બીજા અને ત્રીજા માળના એક ડુપ્લેક્સ એપાર્ટમેન્ટમાં સવારે 11 વાગ્યા પહેલા લાગી હતી. આગ લાગ્યા બાદ લગભગ 200 ફાયર ફાઈટર્સ ઘટનાસ્થળે પહોંચ્યા અને આગને કાબૂમાં લેવાના પ્રયત્નો કર્યા. ત્યારે મેયર એરિક એડમ્સે કહ્યું કે ન્યૂયોર્ક શહેરમાં આ સૌથી મોટી ભીષણ આગની ઘટનામાંથી એક છે. સાથે જ કહ્યું કે આ ન્યૂયોર્ક શહેર માટે ભયાનક ક્ષણ છે. હાલમાં આગ લાગવાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.

ન્યૂયોર્ક ફાયર વિભાગના કમિશ્નર ડેનિયલ નીગ્રોએ આગની ગંભીરતાની તુલના હેપ્પી લેન્ડ સોશિયલ ક્લબની આગ સાથે કરી. જેમાં 87 લોકોના મોત થયા હતા. વર્ષ 1990માં આ દુર્ઘટનામાં એક વ્યક્તિએ પોતાની પૂર્વ પ્રેમિકા સાથે ઝઘડો કરવા અને ક્લબની બહાર કાઢી મુક્યા બાદ ઈમારતમાં આગ લગાવી દીધી હતી.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

તાજેતરમાં જ ફિલાડેલ્ફિયામાં આગ લાગવાથી 8 બાળકો સહિત 12ના થયા હતા મોત

થોડા દિવસ પહેલા જ ફિલાડેલ્ફિયામાં એક ઘરમાં આગ લાગવાથી 8 બાળકો સહિત 12 લોકોના મોત થયા હતા. ઓછામાં ઓછા 8 લોકો આગ લાગ્યા બાદ બહાર નીકળવામાં સફળ રહ્યા. પરિવારના લોકોએ ફેસબુક પર બે પીડિતોને ઓળખ કરી છે. બંને બહેનો છે- રોજલી મેકડોનલ્ડ અને વર્જીનિયા થોમસ.

ત્યારે એક અઠવાડિયા પહેલા અમેરિકાના ડેનવરમાં કોલોરાડોના જંગલમાં લાગેલી આગ ફેલાવવાથી લગભગ 580 મકાન, એક હોટલ અને એક શોપિંગ સેન્ટર બળીને ખાક થઈ ગયું. આસપાસના વિસ્તારોમાંથઈ હજારો લોકોને સુરક્ષિત સ્થળો પર પહોંચાડવામાં આવ્યા હતા અને આશરે 21,000ની વસ્તીવાળા લુઈસવિલે શહેરને ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

 

આ પણ વાંચો: Video : પકડેલા ગુનેગારને પોલીસ સ્ટેશન લઈ જવાય તે પહેલા જ પોલીસને ચૂનો આપીને ભાગી ગયો, ઘટનાનો વીડિયો થયો વાયરલ

આ પણ વાંચો: નાઈજીરિયામાં બંદૂકધારીઓનો આતંક, સેનાના હુમલાનો બદલો લેવા 200 લોકોને મોતને ઘાટ ઉતારી દેવાયા

Next Article