Pakistanમાં નીચતા ઓલ ટાઈમ હાઈ, બળાત્કાર પીડિતા પાસેથી મેડિકલ તપાસના નામે ઉઘરાવશે 25 હજાર

|

Feb 20, 2021 | 12:00 PM

પાકિસ્તાન હવે નીચતાની હદ વટાવી રહ્યું છે. અત્યાર સુધી પોલીસ સામાન્ય પબ્લિક પાસેથી ડીઝલના પૈસા તો લેતા જ હતા પરંતુ હવે DNA, પોસ્ટમોર્ટમ, તેમજ બળાત્કારની પીડિતા પાસેથી પણ મેડીકલ તપાસ માટે ફી લેશે.

Pakistanમાં નીચતા ઓલ ટાઈમ હાઈ, બળાત્કાર પીડિતા પાસેથી મેડિકલ તપાસના નામે ઉઘરાવશે 25 હજાર
પાકિસ્તાન

Follow us on

Pakistanમાં અંધેર નગરી ગંડુ રાજા જેવું વાતાવરણ સર્જાઈ રહ્યું છે. મળેલા અહેવાલ મુજબ હવે કાનૂની સેવા માટે પણ સામાન્ય માણસોએ પોલીસ અને ફોરેન્સિક ડીપાર્ટમેન્ટને પૈસા ચૂકવવા પડશે.

અહેવાલ અનુસાર અત્યાર સુધી સામાન્ય માણસે પોલીસને તપાસ માટે ડીઝલના પૈસા તો આપવા જ પડતા હતા. હવેથી પોસ્ટમોટર્મ, DNA માટે પણ ફરિયાદી પાસેથી પૈસા લેવામાં આવશે. હદ તો ત્યારે થાય છે જ્યારે રેપ વિકટીમ પાસેથી પણ 25 હજાર રૂપિયા મેડિકલ તપાસના નામે લેવામાં આવશે. આ નવો નિર્ણય તિજેતરમાં લેવામાં આવ્યો છે.

પાકિસ્તાનમાં હવે રેપ પીડિતાના મેડિકલ તપાસ માટે એક નિર્ધારિત રકમ આપવી પડશે. આ ઉપરાંત સામાન્ય શબના પોસ્ટમોર્ટમ માટે પણ ફી આપી શકે છે. અહેવાલ અનુસાર ખૈબર મેડિકલ કોલેજ યુનિવર્સિટીના ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ ને હવે પાકિસ્તાનમાં રેપ પીડિતાની મેડિકલ તપાસ માટે 25 હજાર રૂપિયા અને સામાન્ય સામાન્ય બોડીના પોસ્ટમોર્ટમ માટે 5 હજારની ફી નક્કી કરવામાં આવી છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

14 ફેબ્રુઆરીએ મેનેજમેન્ટ કમિટી દ્વારા આયોજિત બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં આવા 17 નવા ચાર્જને મંજૂરી આપવામાં આવી હતી. આ નિર્ણય બાદ કહેવામાં આવ્યું કે પોલીસ વિભાગ પહેલાથી જ મર્યાદિત તપાસ બજેટ ધરાવે છે. આવી સ્થિતિમાં, આવા ઉચ્ચ ચાર્જથી સ્થાનિક પોલીસ સ્ટેશનો દ્વારા પીડિત પરિવારોને માત્ર પોસ્ટમોર્ટમ જ નહીં, પરંતુ ડીએનએ ટેસ્ટ અને બળાત્કારનો ભોગ બનેલા પીડિતોના કિસ્સામાં તબીબી પરીક્ષણ માટે અલગ ફી ભરવાની ફરજ પાડવાની સંભાવના વધી જશે.

તમુર કમલ નામના અધિકારીએ સમાચાર કંપનીને જણાવ્યું હતું કે, “જ્યારે તમે કોઈ પોલીસ સ્ટેશન પર જાઓ છો, ત્યારે તેઓ તમને ઘણીવાર પોલીસ વાહનોનું ડીઝલ ભરવાનું કહેતા હોય છે. હવે તેઓ સામંસ જનતાને શબપરીક્ષણ તેમજ બળાત્કારનો ભોગ બનેલા પીડિતોના મેડિકલ ટેસ્ટ માટે ફી ચૂકવવાનું કાહેશે, તેથી આ નિયમ એકદમ આવકારદાયક નથી.”

પ્રસ્તાવિત યોજના મુજબ શબને કોલ્ડ સ્ટોરેજમાં 24 કલાક રાખવા માટે 1,500 રૂપિયા ફી પણ નક્કી કરવામાં આવી છે. તે જ સમયે ડીએનએ પરીક્ષણ માટે 18,000 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે.

વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે, “કેફી દ્રવ્યોની તપાસ માટે 3000 ની ફી ચૂકવવી પડે છે, અને પેશાબની તપાસ, અને આલ્કોહોલ વિશ્લેષણ માટે 2000 રૂપિયા ચૂકવવા પડે છે. આ ઉપરાંત ઝેર પરીક્ષણ માટે 4000ની રકમ નક્કી કરેલી છે.

લાવારિસ લાશને સ્થાનિક પોલીસ દ્વારા ખૈબર મેડિકલ કોલેજ યુનિવર્સિટીમાં કોલ્ડ સ્ટોરેજ માટે મોકલવામાં આવે છે, જ્યાં તેઓની ઓળખ ન થાય ત્યાં સુધી તેમને મહિનાઓ માટે રાખવામાં આવે છે.

Next Article