Plane Crashes In Peshawar: પાકિસ્તાનમાં મોટી દુર્ઘટના, પેશાવરના રહેણાંક વિસ્તારમાં એરફોર્સનું પ્લેન ક્રેશ, બંને પાયલોટના મોત

|

Mar 22, 2022 | 11:34 PM

Plane Crashes In Peshawar: પાકિસ્તાન એરફોર્સનું પ્લેન પેશાવરના રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું. વિમાનમાં સવાર બંને પાઈલટના મોત થયા હતા.

Plane Crashes In Peshawar: પાકિસ્તાનમાં મોટી દુર્ઘટના, પેશાવરના રહેણાંક વિસ્તારમાં એરફોર્સનું પ્લેન ક્રેશ, બંને પાયલોટના મોત
Plane Crashed In Peshawar

Follow us on

પાકિસ્તાનના પેશાવરથી (Peshawar) એક મોટા સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાન એરફોર્સનું (Pakistan Air Force) એક વિમાન અહીં રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે પ્લેનમાં સવાર બંને પાયલટના મોત થયા છે. મળતી માહિતી મુજબ ક્રેશ થયેલું પ્લેન એરફોર્સનું ટ્રેઇની પ્લેન હતું. પીએએફના (PAF) પ્રવક્તાના જણાવ્યા અનુસાર, પ્લેનમાં હાજર બંને પાઈલટનું મોત થયું છે. તેમણે જણાવ્યું કે પ્લેન ક્રેશ થતાની સાથે જ રેસ્ક્યુ 1122 એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. વિમાન દુર્ઘટનામાં રેસ્ક્યુ ટીમ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.

આ પહેલા 9 માર્ચે પાકિસ્તાનમાં એક મોટી દુર્ઘટના થઈ હતી. એરફોર્સનું પ્લેન ક્રેશ થયું હતું. આ અકસ્માત પંજાબ પ્રાંતના મિયા ચન્નુ નામના સ્થળે થયો હતો. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાની માહિતી મળી નથી. તમને જણાવી દઈએ કે અગાઉ પણ પાકિસ્તાનમાં આ રીતે વાયુસેનાના ઘણા પ્લેન ક્રેશ થયા છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં પંજાબ પ્રાંતના અટોક પાસે એક પ્રશિક્ષણ કવાયત દરમિયાન એરફોર્સનું વિમાન ક્રેશ થયું હતું.

બે વર્ષ પહેલા પણ થયો હતો આવો અકસ્માત

તમને જણાવી દઈએ કે બે વર્ષ પહેલા પાકિસ્તાનમાં આવી જ એક ઘટના બની હતી. જાન્યુઆરી 2020માં પણ પાકિસ્તાની એરફોર્સનું એક પ્લેન ક્રેશ થયું હતું, જેમાં બે પાયલટ માર્યા ગયા હતા. આ પ્લેન પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં પણ ક્રેશ થયું હતું. એક નિવેદનમાં, પાકિસ્તાન એરફોર્સે કહ્યું હતું કે PAF FT-7 એરક્રાફ્ટ તેના રૂટિન ઓપરેશનલ ટ્રેનિંગ મિશન, મિયાંવાલીમાં ક્રેશ થયું હતું. આ વિસ્તાર લાહોરથી 300 કિમી દૂર છે.

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024

નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું હતું કે અકસ્માતમાં બંને પાયલોટના મોત થયા છે. આ ઘટના બાદ બોર્ડ ઓફ ઈન્કવાયરીની રચના કરવામાં આવી હતી. મિયાંવાલી પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનનું હોમ ટાઉન છે. પ્લેન ક્રેશ થયા બાદ મૃતદેહોને મિલિટરી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :  રાજકીય ઉથલ પાથલથી અકળાયા પાકિસ્તાની મંત્રી, દેશમા જે કાંઈ થઈ રહ્યુ છે તેના માટે ભારતને ગણાવ્યુ જવાબદાર

Next Article