અમેરિકી એરપોર્ટ પર આજથી 5G લાગુ થતા એર ઈન્ડિયાએ ઘણી ફ્લાઈટ્સ કરી કેન્સલ , જાણો શું છે આ ટેક્નોલોજીના જોખમો

એર ઈન્ડિયાએ બુધવારે એટલે કે આજે અમેરિકાની કેટલીક ફ્લાઈટ્સ કેન્સલ કરી છે. એર ઈન્ડિયાએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.

અમેરિકી એરપોર્ટ પર આજથી 5G લાગુ થતા એર ઈન્ડિયાએ ઘણી ફ્લાઈટ્સ કરી કેન્સલ , જાણો શું છે આ ટેક્નોલોજીના જોખમો
Air india (File photo)
| Edited By: | Updated on: Jan 19, 2022 | 8:40 AM

અમેરિકી એરપોર્ટ્સ (US Airports) પર 5G ઇન્ટરનેટ સેવા પુનઃસ્થાપિત થવાને કારણે અમેરિકાની ફ્લાઇટ્સ પર બ્રેક લાગી શકે છે. આ ટેક્નોલોજીના અમલથી ભારતીય એરલાઇન કંપની એર ઇન્ડિયાની (Air India) ફ્લાઇટ્સ પર પણ અસર પડી છે. એર ઈન્ડિયાએ અમેરિકાની ફ્લાઈટ રદ કરી છે. તે જ સમયે, એર ઈન્ડિયા સિવાય, દુબઈની અમીરાત એરલાઈન્સે પણ અમેરિકા જતી ફ્લાઈટ્સ રદ કરી છે.

5G ટેક્નોલોજીના કારણે એરલાઇન કંપની એર ઇન્ડિયાએ 19 જાન્યુઆરી એટલે કે આજથી ભારતથી અમેરિકા જતી એરક્રાફ્ટની સેવામાં કાપ મૂકવાનું કહ્યું છે. એર ઈન્ડિયાએ બુધવારે એટલે કે આજે અમેરિકાની કેટલીક ફ્લાઈટ્સ કેન્સલ કરી છે. એર ઈન્ડિયા દ્વારા ટ્વીટ કરીને આ જાણકારી આપવામાં આવી છે.

ઘણી ફ્લાઇટ્સ રદ

ટ્વીટમાં એર ઈન્ડિયાએ તે વિમાનો વિશે પણ માહિતી આપી છે, જે અમેરિકા જવાના હતા અને હવે રદ કરવામાં આવ્યા છે. એર ઈન્ડિયાએ ટ્વીટ કરીને લખ્યું, ‘અમેરિકામાં 5G કોમ્યુનિકેશન્સને કારણે, અમે 19 જાન્યુઆરીએ કેટલીક ફ્લાઈટ્સનું સંચાલન નહીં કરીએ. કંપની દ્વારા રદ કરાયેલી ફ્લાઈટ્સનાં નામ AI101/102, DEL/JFK/,DEL, AI173/174, DEL/SFO/DEL, AI127/126, DEL/ORD/DEL, AI191/144, BOM/EWR/BOM છે.

તમને જણાવી દઈએ કે હાલમાં ભારત અને અમેરિકા વચ્ચે માત્ર એર ઈન્ડિયાના વિમાન જ ઉડાન ભરી રહ્યા છે. પરંતુ આજથી તે બદલાઈ જશે. એર ઈન્ડિયાએ અન્ય એક ટ્વિટમાં જણાવ્યું કે 19 જાન્યુઆરીએ દિલ્હીથી વોશિંગ્ટન જતી ફ્લાઈટ AI103 તેના નિર્ધારિત સમય પર રવાના થશે. જો કે અન્ય કેટલીક ફ્લાઈટને અસર થશે.

5G ટેક્નોલોજી ફ્લાઇટને લેન્ડિંગ મોડમાં જતી અટકાવી શકે છે

એરલાઈને કહ્યું કે અમેરિકામાં 5જી કોમ્યુનિકેશન ટેક્નોલોજી લાગુ થવાને કારણે એરલાઈન 19 જાન્યુઆરીથી પ્રભાવિત થશે અને તેમાં ફેરફાર પણ જોવા મળશે. વાસ્તવમાં અમેરિકામાં આજથી જ કોમ્યુનિકેશન માટે 5જી ટેક્નોલોજી શરૂ થઈ રહી છે. જેની સીધી અસર વિમાનોના આગમન પર પડી શકે છે. એરલાઈન ઈન્ડસ્ટ્રીનું કહેવું છે કે આની ખરાબ અસર થઈ શકે છે અને 5G ટેક્નોલોજી એરલાઈન્સના કામમાં દખલ કરી શકે છે.

આ કંપનીઓનું કહેવું છે કે રનવે પર 5G ટેક્નોલોજીની એન્ટ્રી ન હોવી જોઈએ. કંપનીઓએ એવી આશંકા પણ વ્યક્ત કરી છે કે 5G ટેક્નોલોજી એરક્રાફ્ટના એન્જિન અને બ્રેકિંગ સિસ્ટમને લેન્ડિંગ મોડમાં જતા અટકાવી શકે છે. આવી સ્થિતિમાં વિમાનોના લેન્ડિંગમાં સમસ્યા આવી શકે છે.

આ પણ વાંચો : અમેરિકી ડોકટરે આપી ચેતવણી, કહ્યું કે, બાળકોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે કોરોના, તેથી સંક્રમણથી બચો

આ પણ વાંચો : બ્રિટનમાં વધી ભાગેડુ વિજય માલ્યાની મુશ્કેલી, વિદેશી બેંકની લોન ના ચુકવતા ઘર ખાલી કરવાની આવી નોબત