ચંદ્રયાન-3ના લોન્ચિંગ બાદ સફળતાપૂર્વક ઉતરાણ માટે USA માં સ્વામિનારાયણ સંતોએ કરી પ્રાર્થના, જુઓ Video

|

Jul 15, 2023 | 1:43 PM

ચંદ્રયાન-3 મિશન 24 અથવા 25 ઓગસ્ટના રોજ ચંદ્રના ભાગ પર ઉતરાણ કરશે. ત્યારે ચંદ્રયાન-3નું સફળતાપૂર્વક ચંદ્ર પર ઉતરાણ થાય તે માટે અમેરિકામાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ પ્રાર્થના કરી હતી.

અવકાશ વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં ભારતના ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશને (ISRO) નોંધપાત્ર પ્રગતિ કરી છે. ISROએ 14 જુલાઈએ બપોરે 2.35 વાગ્યે આંધ્રપ્રદેશના શ્રી હરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ચંદ્રયાન-3 સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે. આ સિદ્ધિથી ભારત અને વિદેશમાં રહેતા તમામ ભારતીયોએ ખૂબ જ ગર્વ અનુભવ્યો છે.

આ પણ વાંચો Chandrayaan 3 Launch : કોણ છે ડૉ. એસ. સોમનાથ, જેમના નેતૃત્વમાં ચંદ્રયાન 3 લોન્ચ કરવામાં આવ્યું

ચંદ્રયાન-3 મિશન 24 અથવા 25 ઓગસ્ટના રોજ ચંદ્રના ભાગ પર ઉતરાણ કરશે. ત્યારે ચંદ્રયાન-3નું સફળતાપૂર્વક ચંદ્ર પર ઉતરાણ થાય તે માટે અમેરિકામાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ પ્રાર્થના કરી હતી. જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી તથા હરિભક્તોએ આ મિશન શોધ અને સંશોધનના નવા યુગની શરૂઆત કરે અને તે આવનારી પેઢીઓને પ્રેરણા આપતું રહે તેવી શુભેચ્છા સાથે હ્રદયપૂર્વક સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી હતી.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video