અમૃતપાલ સિંહ વિરુદ્ધ પોલીસ કાર્યવાહી વચ્ચે ખાલિસ્તાન સમર્થકોએ પહેલા બ્રિટનમાં અને હવે અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય દૂતાવાસ પર હુમલો કર્યો. સોશિયલ મીડિયા પર એક વીડિયો ફરતો થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે ખાલિસ્તાન સમર્થકોએ લાકડીઓ, સળિયા અને તલવારો વડે દૂતાવાસની ઓફિસ પર હુમલો કર્યો અને તોડફોડ કરી. સમર્થકોએ અહીં ખાલિસ્તાનનો ધ્વજ પણ લગાવ્યો હતો. લોકોના ટોળા દ્વારા એમ્બેસીના પ્રવેશદ્વારને તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
In this video you can see how Khalistani elements attacked the Indian consulate in San Francisco after Indian officials removed Khalistani flags from consulate property. #india #indiansinusa #bharat pic.twitter.com/LT1fz8GoPA
— PunFact (@pun_fact) March 20, 2023
વીડિયોમાં જોઈ શકાય છે કે સમર્થકોએ ભારતીય દૂતાવાસની નજીકની દિવાલ પર ‘#FreeAmritpal’ લખ્યું છે. તેમણે અહીં બેરિકેડિંગ પણ હટાવીને ઓફિસની અંદર ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આ હુમલા સમયે એમ્બેસી બંધ હતી અને અહીં કોઈ કર્મચારી ન હતા.
આ પહેલા લંડન સ્થિત ભારતીય કમિશનની બિલ્ડિંગ પરથી કેટલાક ખાલિસ્તાનીઓના જૂથે ભારતનો ત્રિરંગો ઝંડો ઉતાર્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લંડનમાં ભારતીય હાઈ કમિશનમાં કેટલાક ખાલિસ્તાની તરફી જૂથોએ ત્રિરંગાને બદલી નાખ્યા પછી ભારતે રવિવારે મોડી સાંજે નવી દિલ્હીમાં યુકેના સૌથી વરિષ્ઠ રાજદ્વારીને મજબૂત વિરોધ નોંધાવવા માટે બોલાવ્યા.
આ ઘટના પાછળ ખાલિસ્તાન સહાનુભૂતિ ધરાવતા અમૃતપાલ સિંહ અને તેના સહયોગીઓ પર પોલીસ કાર્યવાહીના વિરોધ હોવાનું સામે આવ્યુ છે. પોલીસે રવિવારે કટ્ટરપંથી ઉપદેશક અમૃતપાલ સિંઘની શોધમાં સમગ્ર પંજાબમાં ફ્લેગ માર્ચ અને શોધખોળ હાથ ધરી હતી, વધુ 34 સમર્થકોની ધરપકડ કરી હતી.
બ્રિટનમાં ખાલિસ્તાનીઓએ મચાવ્યો હંગામો, લંડન સ્થિત ભારતીય કમિશનની બિલ્ડિંગ પરથી ઉતાર્યો તિરંગો | #TV9GujaratiNews pic.twitter.com/xtF9UWsMSv
— Tv9 Gujarati (@tv9gujarati) March 19, 2023
ખાલિસ્તાન સમર્થકો ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં ભારતના માનદ વાણિજ્ય દૂતાવાસની નજીક અનધિકૃત રીતે એકઠા થયા હતા અને ઓફિસમાં પ્રવેશ પર રોક લગાવી દીધી હતી. સુરક્ષા કારણોસર બુધવારે એમ્બેસીને બંધ રાખવાની ફરજ પડી હતી. તેના થોડા દિવસો પહેલા ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનિસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આશ્વાસન આપ્યું હતું કે તેમની સરકાર ઉગ્રવાદી કાર્યવાહીને સહન નહીં કરે.
Published On - 6:50 pm, Mon, 20 March 23