Afghan Crisis: અફઘાન જેલમાંથી આતંકીઓ મુક્ત થવા લાગતા પાકિસ્તાન ગભરાયુ, તાલિબાનને કહ્યું, દેશમાં ઘૂસીને હુમલો કરી શકે

|

Sep 06, 2021 | 4:06 PM

પાકિસ્તાનના એક સુરક્ષા પ્રતિનિધિમંડળે તાલિબાનને (Taliban) કહ્યું હતું કે, અફઘાનિસ્તાનની જેલોમાંથી મુક્ત થયેલા કેદીઓ તેના માટે મોટો ખતરો બની શકે છે.

Afghan Crisis: અફઘાન જેલમાંથી આતંકીઓ મુક્ત થવા લાગતા પાકિસ્તાન ગભરાયુ, તાલિબાનને કહ્યું, દેશમાં ઘૂસીને હુમલો કરી શકે
File photo

Follow us on

અફઘાનિસ્તાનમાં (Afghanistan) તાલિબાનના(Taliban) કબજા બાદ જેલમાં બંધ હજારો તાલિબાન લડવૈયાઓ અને આતંકવાદીઓને મુક્ત કરવામાં આવ્યા છે. આ સ્થિતિમાં પાકિસ્તાનમાં હંગામો મચી ગયો છે. સોમવારે તાલિબાનના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદે કાબુલમાં પત્રકાર પરિષદ યોજી હતી.

આ દરમિયાન મુજાહિદે કહ્યું કે તાજેતરમાં કાબુલની મુલાકાતે આવેલા પાકિસ્તાની સુરક્ષા પ્રતિનિધિમંડળે જેલોમાંથી મુક્ત થયેલા કેદીઓ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમને ડર છે કે આ આતંકવાદીઓ પાકિસ્તાનમાં ઘૂસીને તેમના માટે ખતરો બની શકે છે.

ઉલ્લેખનીય છે કે, શનિવારે પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISI ના વડા લેફ્ટનન્ટ જનરલ ફૈઝ હમીદ (Lt Gen Faiz Hameed) કાબુલ પહોંચ્યા હતા. ISI ચીફના નેતૃત્વમાં પાકિસ્તાની સુરક્ષા પ્રતિનિધિમંડળ પણ કાબુલ પહોંચ્યું હતું. મળતી માહિતી અનુસાર, ISI ચીફે આ પ્રવાસમાં સુરક્ષા અંગે ચર્ચા કરી હતી.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

પાકિસ્તાન અને તેની કુખ્યાત ગુપ્તચર એજન્સી પર અફઘાનિસ્તાન પર કબજો મેળવવા તાલિબાનને મદદ કરવાનો આરોપ લગાડવામાં આવ્યો છે. જો કે, પાકિસ્તાને આ આરોપોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે તેણે તાલિબાનના કબજા બાદથી અફઘાન શરણાર્થીઓના સંકટનો સામનો કરવો પડ્યો છે.

આઈએસઆઈ ચીફનો કાબુલ પહોંચવાનો ઈરાદો શું હતો.
હવે ISI ચીફ કાબુલ પહોંચ્યા તે વિશે કેટલીક વધુ માહિતી બહાર આવી છે. હકીકતમાં, જે દિવસે આઈએસઆઈના વડા કાબુલ પહોંચ્યા તે દિવસે તાલિબાને કહ્યું કે તે અફઘાનિસ્તાનમાં સરકારની રચનાને આગામી સપ્તાહ માટે મુલતવી રાખી રહી છે.

આ પછી, અફઘાન રાજકારણી મરિયમ સુલેમાનખિલે કહ્યું, ‘હું જે સાંભળી રહ્યો છું તે મુજબ, આઈએસઆઈના ડીજી કાબુલ આવ્યા છે તેની ખાતરી કરવા માટે કે બરદાર આ સરકારનું નેતૃત્વ ન કરે અને હક્કાનીને તેની કમાન સોંપવામાં આવે. એવું માનવામાં આવે છે કે પાકિસ્તાન તેની હક્કાની નેટવર્ક દ્વારા તાલિબાન સરકારમાં તેની ચાહના કરવા માંગે છે.

પાકિસ્તાનમાં તાલિબાનના સમર્થનમાં અવાજ ઉઠ્યો છે
પાકિસ્તાન કોઈપણ રીતે તાલિબાનને ટેકો આપી રહ્યું છે. તાલિબાનના પરત ફર્યા બાદ પાકિસ્તાનમાં એક વિભાગ હતો જેણે મીઠાઈ વહેંચીને તાલિબાન શાસનની વાપસીની ઉજવણી કરી હતી. તે જ સમયે, પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને તો ત્યાં સુધી કહ્યું હતું કે તાલિબાનોએ ગુલામીની સાંકળો તોડી નાખી છે.

પાકિસ્તાની નેતાઓએ પણ સ્વીકાર્યું છે કે તાલિબાન લડવૈયાઓની પાકિસ્તાનમાં હાજરી છે. પાકિસ્તાનના ગૃહમંત્રી શેખ રશીદ અહમદે તાજેતરમાં કહ્યું હતું કે તાલિબાન લડવૈયાઓ અને તેમના પરિવારો રાજધાની ઇસ્લામાબાદમાં રહે છે.

આ પણ વાંચો : શું તમને ખબર છે કે, ડુંગળીની છાલમાંથી પણ બનાવી શકાય છે જૈવિક ખાતર ? ઘરે જ આ રીતે બનાવો ખાતર

આ પણ વાંચો :Afghanistan Crisis : તાલિબાને 1 હજારથી વધુ નાગરિકોને દેશ છોડવા પર લગાવ્યો પ્રતિબંધ, એરપોર્ટ પાસે કર્યા કેદ

Next Article