Afghan Crisis: અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની (Afghanistan President Ashraf Ghani) એ રવિવારે કહ્યું કે ખૂન-ખરાબાથી બચાવવા માટે તેને પોતાનો દેશ છોડી દીધો છે. રાજધાની કાબુલ (Kabul) માં તાલિબાન (Taliban) ના ઘૂસવાથી રાષ્ટ્રપતિ અશરફ ગનીએ કાલે દેશ છોડી દીધો હતો. રાષ્ટ્રપતિનાં દેશ છોડ્યા બાદ થોડાક જ કલાકોમાં તાલિબાને કાબુલમાં અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ ભવન પર કબ્જો કરી લીધો હતો.
અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ રાષ્ટ્રપતિ અશરફ ગનીએ મોડી રાત્રે ફેસબુક (Facebook) પર પોસ્ટ કરીને દેશ છોડવાનું કારણ જણાવ્યુ હતું. ગનીએ પોતાની ફેસબુક પોસ્ટમાં લખ્યું કે હવે તાલિબાન જીતી ગયું છે. હવે તે અફઘાન લોકોના સન્માન, સંપત્તિ અને સુરક્ષા માટે જવાબદાર છે.
તેમણે કહ્યું કે તેમનું દેશ છોડવાનું કારણ એ હતું કે જો તેઓ અફઘાનિસ્તાનમાં રોકાયા હોત તો મોટી સંખ્યામાં લોકો દેશ માટે લડવા માટે આવતા અને આ દરમિયાન ઘણા લોકો મૃત્યુ પામ્યા હોત, તેમજ કાબુલ શહેર પણ સંપૂર્ણપણે બરબાદ થયું હોત.
રવિવારે અશરફ ગનીએ દેશ છોડ્યા બાદ, અફઘાન નેશનલ રિકન્સિલિએશન કાઉન્સિલના વડા અબ્દુલ્લા અબ્દુલ્લા (Afghan National Reconciliation Chairman Abdullah Abdullah) એ ઓનલાઈન વીડિયોમાં પુષ્ટિ કરી હતી કે ગનીએ દેશ છોડી દીધો છે. તે જ સમયે, ગનીએ ફેસબુક પોસ્ટ દ્વારા પીડા વ્યક્ત કરી છે.
હું 20 વર્ષથી દેશની સેવા કરી રહ્યો છું
ગનીએ આગળ લખ્યું હતું કે તાલિબાન આતંકવાદીઓને કારણે તેને પોતાનો પ્રિય દેશ છોડવો પડ્યો હતો. તેમણે કહ્યું કે મેં આ દેશની રક્ષા માટે છેલ્લા 20 વર્ષથી મારું જીવન સમર્પિત કર્યું છે. તેમણે ઉમેર્યું હતું કે તાલિબાન ભલે તલવારો અને બંદૂકોથી કાબુલ જીતી શકે, પરંતુ તે અફઘાન લોકોનું દિલ જીતી શક્યું નથી.
જો કે, ગનીએ રવિવારે દેશ છોડ્યા પછી, અફઘાન નેશનલ રિકન્સિલિએશન કાઉન્સિલના વડા અબ્દુલ્લા અબ્દુલ્લાએ ઑન-લાઇન વીડિયોમાં પુષ્ટિ કરી હતી કે ગનીએ દેશ છોડી દીધો છે. અબ્દુલ્લાએ કહ્યું, “તેમણે (ગની) મુશ્કેલ સમયમાં અફઘાનિસ્તાન છોડી દીધું, ઈશ્વર તેમને જવાબદાર ઠેરવશે.” એક ન્યૂઝ એજન્સીએ ગૃહ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીને ટાંકીને કહ્યું કે અફઘાન રાષ્ટ્રપતિ અશરફ ગની તાજિકિસ્તાન માટે દેશ છોડી ગયા છે. જો કે અશરફ ગનીએ પોતાની પોસ્ટમાં એ નથી જણાવ્યું કે તે હાલમાં ક્યાં છે.
આ પણ વાંચો: Afghanistan: તાલિબાનના મુલ્લા અબ્દુલ ગની બરાદર બની શકે છે અફઘાનિસ્તાનના નવા રાષ્ટ્રપતિ
આ પણ વાંચો: NPCIL Recruitment 2021: સરકારી કંપનીમાં નોકરી માટે અરજી કરવાની આજે છેલ્લી તક,જાણો વિગતવાર