Banaskantha : તુર્કીમાં થયો ગમખ્વાર અકસ્માત, સામ સામે કાર અથડાતા 4 ગુજરાતીઓના મોત, જુઓ Video

|

Jul 05, 2023 | 2:01 PM

દેશ-દુનિયામાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. આવી જ એક અકસ્માતની ઘટના તુર્કીમા બની છે. મૂળ ગુજરાતના 4 વિદ્યાર્થીઓના તુર્કી કિરેનીયા નજીક થયેલા અકસ્માતમાં મોત નિપજ્યા છે.

Banaskantha : તુર્કીમાં થયો ગમખ્વાર અકસ્માત, સામ સામે કાર અથડાતા 4 ગુજરાતીઓના મોત, જુઓ Video
Accident

Follow us on

Accident : દેશ-દુનિયામાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. આવી જ એક અકસ્માતની ઘટના તુર્કીમા બની છે. મૂળ ગુજરાતના 4 વિદ્યાર્થીઓના તુર્કી કિરેનીયા નજીક થયેલા અકસ્માતમાં મોત નિપજ્યા છે. ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકા ના ભાગ્રોડિયા ગામ ની યુવતીનું પણ મૃત્યુ નિપજ્યુ છે.

આ પણ વાંચો : Banaskantha : પોલીસ કોંગ્રેસ કાર્યકરોને ખોટા કેસ કરી ફસાવે છે, ગેનીબેન ઠાકોરે કલેક્ટરને કરી રજૂઆત, જુઓ Video

મળતી માહિતી અનુસાર બે કાર સામ સામે અથડાતા અકસ્માત સર્જોયો હતો. જેમાં મૃત પામેલા 4 ગુજરાતીઓ હોટેલ મેનેજમેન્ટ નો અભ્યાસ કરવા માટે તુર્કી ગયા હતા. ગમખ્વાર અકસ્માતમાં મૃત પામેલા વિદ્યાર્થીઓના નામ અંજલી મકવાણા. પ્રતાપ કારાવદરા. જયેશ અગાથ અને હીના પાઠક છે. તુર્કી કિરેનીયા નજીક થયેલા અકસ્માતમાં જીવ ગુમાવનાર વિદ્યાર્થીઓના મૃતદેહોને વહેલી તકે વતન લવાય તેવી માંગ કરવામાં આવી છે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

વર્ક પરમિટ પર હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ

તુર્કીમાં બે કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ચાર ગુજરાતી યુવકની યુવતીઓના મોત થયા છે. વડગામ તાલુકાના ભાંગરોડીયા ગામની યુવતી અને પોરબંદરના એક યુવતી અને બે યુવકોના અકસ્માતમાં મોત થયા છે. જેને લઇને પરિવારોમાં ગમગીની સર્જાઈ છે. હોટલ મેનેજમેન્ટના અભ્યાસ અર્થે ભાગરોડિયા ગામની યુવતી અંજલી મકવાણા એક વર્ષ અગાઉ તુર્કી ગઈ હતી. વર્ક પરમિટ પર હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ કરી અને પાર્ટ ટાઈમ જોબ કરતી હતી.

ત્યારે સોમવારે મિત્રો સાથે ફરવા નીકળેલી આ યુવતી અને તેના મિત્રોને કાર અકસ્માત થયો હતો. જેમાં ઘટના સ્થળે ચાર લોકોના મોત નીપજ્યા હતા. જોકે સોમવારે વહેલી તુર્કીમાં થયેલા યુવતીના અકસ્માતથી મોતના સમાચાર મૃતક યુવતીના કાકા દ્વારા પરિવારને કરાતા જ પરિવારમાં શોક છવાયો છે. છેલ્લા બે દિવસથી પરિવારજનો દીકરીના મૃતદેહની રાહ જોઈને શોકમગ્ન હાલતમાં છે.

દીકરીના પરિવાર સહિત ગ્રામજનો એક જ માગ કરી રહ્યા છે કે સરકાર વહેલી તકે દીકરીના મૃતદેહને પરત લાવે તેવી માગ કરી છે. મહત્વની વાત છે કે દીકરીનું મોત 3-7-2023 એ વહેલી સવારે થયું જોકે દીકરી ઇન્ડિયાથી તુર્કી પણ 3-7-2022 ગઈ હતી એટલે કે દીકરી જે તારીખે અને જે સમયે ઘરેથી તુર્કી જવા નીકળી તે જ સમયે અને તે જ તારીખે દીકરીના મોતના સમાચાર મળતા પરિવાર પર આભ ફાટ્યા જેવી સ્થિતિ છે.

( વીથ ઈનપુટ – અતુલ ત્રિવેદી, બનાસકાંઠા ) 

Published On - 9:02 am, Wed, 5 July 23

Next Article