ISIS Abu Dhabi મોડ્યુલ: NIA કોર્ટે અદનાન હસનને દોષિત ઠેરવ્યો, આતંકવાદી બનવા માટે લોકોને પ્રોત્સાહન આપતો હતો

|

Oct 11, 2023 | 4:17 PM

ISIS Abu Dhabi Module : NIA સ્પેશિયલ કોર્ટે આરોપી અદનાન હસનને ISIS અબુ ધાબી મોડ્યુલ સંબંધિત કેસમાં દોષિત ઠેરવ્યો છે. કોર્ટે તેને IPC અને UAPAની સંબંધિત કલમો હેઠળ દોષિત ઠેરવ્યો છે.

ISIS Abu Dhabi મોડ્યુલ: NIA કોર્ટે અદનાન હસનને દોષિત ઠેરવ્યો, આતંકવાદી બનવા માટે લોકોને પ્રોત્સાહન આપતો હતો
ISIS Abu Dhabi Module

Follow us on

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) ની એક વિશેષ અદાલતે ISIS અબુ ધાબી મોડ્યુલ સંબંધિત એક કેસમાં આરોપી અદનાન હસનને દોષિતની ઘોષણા કરી છે. કોર્ટે તેને ભારતીય દંડ સંહિતા અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ અધિનિયમની સંબંધિત કલમો હેઠળ દોષિત જાહેર કર્યો છે. NIAએ મંગળવારે આ જાણકારી આપી હતી.

આ પણ વાંચો : Ahmedabad Breaking : નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની મળી ધમકી, NIAને મળેલા ધમકીના ઇમેઇલ બાદ પોલીસ એલર્ટ

NIAએ કહ્યું આવું

NIAએ વધુમાં કહ્યું છે કે, “આ મામલો ત્રણ ભારતીય નાગરિકો કે જે શેખ અઝહર અલ ઈસ્લામ સત્તાર શેખ, મોહમ્મદ ફરહાન મોહમ્મદ રફીક શેખ અને અદનાન હસનના ગુના કરેલા કાવતરા સાથે રિલેટેડ છે. આ લોકો પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા (ISIS)ના સભ્યો ગણવામાં આવી રહ્યા છે. તેમના કાવતરાનો હેતુ આતંકવાદી હુમલાની યોજના બનાવવા અને અંજામ આપવા માટે વધારે સંવેદનશીલ યુવાનોને ઓળખવા, તેને પ્રેરણા આપવી તેમજ કટ્ટરપંથી બનાવવા અને ભરતી અને તાલીમ આપવાનો હતો.”

આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા

અદનાન હસન લોકોને ISISમાં જોડાવા પ્રેરણા આપતો

NIAએ આગળ ઉમેર્યું કે, “તપાસ કરતા જાણવા મળ્યું છે કે આરોપી અદનાન હસન લોકોને ISISમાં જોડાવા પ્રેરણા આપતો હતો. આ માટે તે પોસ્ટ, ન્યૂજના લેખો, વીડિયો, ફોટોઝ અને ઈસ્લામિક વિદ્વાનોની ટિપ્પણીઓ સહિત વિવિધ ઓનલાઈન પ્લેટફોર્મ અને પદ્ધતિઓનો ઉપયોગ કર્યો હતો.” તેણે આરોપી અબ્દુલ્લા બાસિત અને તેના સાથીઓને આર્થિક મદદ પણ કરી હતી.

પુરાવાના આધારે NIA સ્પેશિયલ કોર્ટમાં કેસ ચાલ્યો

આતંકવાદ વિરોધી એજન્સીએ આરોપી વિશે વધુમાં જણાવ્યું હતું કે, “આરોપી અદનાન હસનની 29 જાન્યુઆરી 2016ના રોજ ISIS સાથે સંબંધ રાખવા અને ભારતમાં તેનું કામકાજ એટલે કે ગતિવિધિઓને આગળ વધારવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર પછી તેના પુરાવાના આધારે NIA સ્પેશિયલ કોર્ટ નવી દિલ્હીમાં તેની સામે કેસ ચલાવ્યો હતો. 25 જુલાઈ 2016 ના રોજ UAPA અને IPCની સંબંધિત કલમો હેઠળ આરોપી અદનાન હસન વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.”

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article