Israel Palestine War: પેલેસ્ટાઈનના ગાઝા સ્થિત હમાસે ઈઝરાયેલ પર જોરદાર હુમલો કર્યો છે. લડવૈયાઓએ ઇઝરાયેલની સરહદ પરની વાડ તોડી, સરહદમાં ઘૂસીને વિનાશ કર્યો હતો. હમાસ દ્વારા આનો એક વીડિયો પણ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે લડવૈયાઓ PUBG મોબાઈલમાં ઘૂસણખોરી કરી રહ્યા હોય તેમ ઈઝરાયલમાં ઘુસી રહ્યા છે અને ગોળીઓ ચલાવવામાં આવી રહી છે. તેમના હાથમાં આધુનિક હથિયારો છે. દિવાલોમાં છુપાઈને હુમલો કરવાની પદ્ધતિ બિલકુલ PUBG ગેમ જેવી જ છે.
હમાસ ગ્રુપે શનિવારે સવારે ઇઝરાયેલ પર અનેક રોકેટ છોડ્યા હતા. આ પછી, તેના લડવૈયાઓએ ઇઝરાયેલ સરહદ પરની ખતરનાક બેરેક તોડીને સરહદી શહેરોમાં પ્રવેશ કર્યો હતો. બુલડોઝર અને વાહનોમાં પ્રવેશતા જ તેઓએ આસપાસના વિસ્તારોમાં ગોળીબાર શરૂ કર્યો હતો. આ હુમલામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે તેઓ ખુલ્લા મેદાનમાં બોમ્બ બ્લાસ્ટ કરીને સરહદમાં ઘૂસી રહ્યા છે. ઈમારતની અંદર આધુનિક રાઈફલોથી ગોળીઓ છોડવામાં આવી રહી છે.
PUBGની જેમ, તમે જોશો કે કેવી રીતે દુશ્મનની ઠેકાણાનો વિનાશ કર્યો છે. દરેક લડાકુ એકબીજાને મદદ કરતા જોઇ શકાય છે. યહૂદી સમુદાય શનિવારે તહેવારની ઉજવણી કરી રહ્યો હતો. આ દરમિયાન હમાસે હવાઈ અને જમીન પર અનેક હુમલાઓ કર્યો હતા. અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 250 ઇઝરાયેલ નાગરિકો માર્યા ગયા છે. અનેક વર્ષો બાદ આ પ્રકારનો આ સૌથી ઘાતક હુમલો થયો છે. પેલેસ્ટાઈન અને ઈઝરાયેલ વચ્ચે છેલ્લે 2021માં યુદ્ધ થયું હતું, જેમાં ડઝનબંધ પેલેસ્ટિનિયન માર્યા ગયા હતા. આ વખતે હમાસના લડવૈયાઓએ ‘અલ-અક્સા સ્ટોર્મ’ના નામથી ઈઝરાયેલ પર ‘મિલિટરી ઓપરેશન’ શરૂ કર્યું છે.
NEW: Hamas releases the footage of how it seized Israel’s Erez crossing earlier today. A bit wild pic.twitter.com/Ihx3PV1x5Q
— Ragıp Soylu (@ragipsoylu) October 7, 2023
હમાસના લડવૈયાઓએ ઘણા ઇઝરાયેલી સૈનિકો અને નાગરિકોને બંધી બનાવી લેવામાં આવ્યા છે. આવા કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર પણ સામે વાયરલ થયા હતા, જ્યાં તેઓ સૈનિકોને પકડીને ગાઝા તરફ લઈ ગયા હતા. જો કે હમાસે કેદીઓની સંખ્યા અંગે કંઈપણ જાહેર કર્યું નથી. માર્યા ગયેલા લોકોમાં ઇઝરાયેલી આર્મીના લેફ્ટનન્ટ કર્નલ જોનાથન સ્ટેનબર્ગનો સમાવેશ થાય છે, જેઓ નહલ બ્રિગેડનું નેતૃત્વ કરી રહ્યા હતા. હુમલા બાદ ઈઝરાયેલની સેના પણ ગાઝામાં સૈન્ય કાર્યવાહી કરી રહી છે અને હવાઈ-જમીની હુમલા કરી રહ્યા છે. ઈઝરાયેલે ‘ઓપરેશન આયર્ન સ્વોર્ડ્સ’ શરૂ કર્યું છે.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 8:33 am, Sun, 8 October 23