Sudan Civil War: આફ્રિકન દેશ સુદાનમાં સર્જાઈ ગૃહ યુદ્ધની સ્થિતિ, ભારતે એડવાઈઝરી જાહેર કરી, જાણો તમામ માહિતી

આફ્રિકા ખંડના દેશ સુદાનમાં હંગામો મચી ગયો છે. ત્યાં રાજધાની ખાર્તુમમાં સેનાના જવાનો અને અર્ધલશ્કરી દળો વચ્ચે લડાઈ થઈ છે. જેના કારણે ત્યાની સ્થિતિ દયનીય બની છે.

Sudan Civil War: આફ્રિકન દેશ સુદાનમાં સર્જાઈ ગૃહ યુદ્ધની સ્થિતિ, ભારતે એડવાઈઝરી જાહેર કરી, જાણો તમામ માહિતી
સુદાનમાં સેના અને અર્ધલશ્કરી દળ આમને સામને!
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Apr 15, 2023 | 7:14 PM

આફ્રિકન ખંડના દેશ સુદાન ગૃહયુદ્ધની સ્થિતિ છે. અહીં રાજધાની ખાર્તુમમાં શનિવારે (15 એપ્રિલ) ભીષણ ગોળીબાર અને વિસ્ફોટ થયા હતા. સુદાનની સેના અને અર્ધલશ્કરી દળ ‘રેપિડ સપોર્ટ ફોર્સ’ વચ્ચે લોહિયાળ અથડામણ થઈ રહી છે. હિંસક કાર્યવાહીના કારણે દેશભરમાં હોબાળો મચી ગયો છે. અનેક લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પણ વાચો: આફ્રિકન દેશોમાં મોતનો આંતક! નાઈજીરીયામાં 30, બુર્કિના ફાસોમાં 44 અને કોંગોમાં 22 નાગરિકોની કરાઇ હત્યા

સુદાનના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્લાઈટ્સ બંધ કરી દેવામાં આવી છે. આવી સ્થિતિમાં, ત્યાં રહેતા વિદેશી નાગરિકો માટે ત્યાંથી નીકળવું મુશ્કેલ બનશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઘણા પ્લેનમાં આગ પણ લાગી છે. ખાર્તુમમાં સેનાના મુખ્યાલય અને કેન્દ્રીય રક્ષા મંત્રાલય પર પણ હુમલાના અહેવાલ છે. ઘણી ઇમારતોમાંથી ગોળીબારના અવાજ સંભળાય છે.

 

 

ભારત સરકારે એડવાઈઝરી જાહેર કરી

સુદાનમાં ભારતીય દૂતાવાસે સુદાનમાં ચાલી રહેલા ઝઘડા વચ્ચે એડવાઈઝરી જાહેર કરી છે. દૂતાવાસે ટ્વિટર પર કહ્યું કે, “તમામ ભારતીયોને ચેતવણી… સુદાનમાં ગોળીબાર અને અથડામણને ધ્યાનમાં રાખીને, તમામ ભારતીયોને સલાહ આપવામાં આવે છે કે તેઓ અત્યંત સાવધાની રાખે, ઘરની અંદર રહેવા અને બહાર નીકળવાની મનાઈ કરવામાં આવી છે.” કૃપા કરીને શાંત રહો અને વધુ માહિતી માટે રાહ જુઓ.”

 

 

સુદાનમાં રહેતા લોકો માગી રહ્યા છે મદદ

સુદાનમાં રહેતા સુરેન્દ્ર યાદવ નામના યુવકે ભારત સરકારને મદદ માટે વિનંતી કરી હતી. તેમણે ટ્વીટ કર્યું કે, “અમે 13 ભારતીયો હોટેલ કાનન, 15મી સ્ટ્રીટ, ખાર્તુમમાં રોકાયા છીએ, કૃપા કરીને અમને જણાવો કે અમે ભારત કેવી રીતે આવી શકીએ.”

આ રીતે હિંસા ફાટી નીકળી, ગૃહયુદ્ધની સ્થિતિ

વિવાદનું કારણ સેનામાં રેપિડ સપોર્ટ ફોર્સને સામેલ કરવાની માગ હોવાનું કહેવાય છે. અહેવાલ છે કે સુદાનની સેના ઈચ્છે છે કે ત્યાંના અર્ધલશ્કરી દળ હેઠળ આવતા રેપિડ સપોર્ટ ફોર્સ (RSF)ને સેનામાં સામેલ કરવામાં ન આવે. તે જ સમયે, આરએસએફ પોતાને સેનાનો દરજ્જો આપે છે.

આરએસએફે ઘણી જગ્યાઓ કબજે કરી

ન્યૂઝ એજન્સી રોઇટર્સે અહેવાલ આપ્યો છે કે, રેપિડ સપોર્ટ ફોર્સ (RSF)એ દક્ષિણ ખાર્તુમમાં લશ્કરી થાણા પર હુમલો કર્યો અને દાવો કર્યો કે હવે ત્યાં તેમનું નિયંત્રણ છે. રેપિડ સપોર્ટ ફોર્સ (RSF)એ ફેસબુક પર જણાવ્યું હતું કે તેમણે રાજધાની ખાર્તુમ અને કેટલાક અન્ય શહેરોમાં મુખ્ય સરકારી સાઇટ્સ સંપૂર્ણપણે કબજે કરી લીધો છે.

રાજધાનીમાં વિવિધ સ્થળોએ સેના તૈનાત

ખાર્તુમમાં વધતા તણાવ વચ્ચે શહેરમાં વિવિધ સ્થળોએ સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે. સેના તરફથી કહેવામાં આવ્યું છે કે દેશની સુરક્ષા અમારા હાથમાં છે. નુકસાન કરનારાઓને જડબાતોડ જવાબ આપવામાં આવશે.

અર્ધલશ્કરી દળો એરપોર્ટમાં પ્રવેશ્યા

સુદાનના અર્ધલશ્કરી દળોના જૂથનું કહેવું છે કે, દેશના ઘણા મોટા વિસ્તારો તેમના નિયંત્રણમાં છે. તેઓ રિપબ્લિકન પેલેસ, ખાર્તુમ ઇન્ટરનેશનલ એરપોર્ટ, દેશના ઉત્તરમાં મેરોવે એરપોર્ટ અને ઉત્તર કોર્ડોફાન પ્રાંતના અલ ઓબેદ શહેરમાં એરપોર્ટ પર સ્થિત છે.

Published On - 7:08 pm, Sat, 15 April 23