ચીનના મોટા પાવર સપ્લાય પ્રાંત સિચુઆનમાં અંધારપટ છવાયો, Apple સહિત અનેક મોટી કંપનીઓએ ઉત્પાદન બંધ કર્યું

|

Aug 16, 2022 | 4:24 PM

તમને જણાવી દઈએ કે સિચુઆનમાં એલ્યુમિનિયમ, લિથિયમ અને ઈલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરતી ઘણી મોટી કંપનીઓ હાજર છે. આ સિવાય સિચુઆનને ચીનનો (China) મોટો પાવર સપ્લાય પ્રાંત પણ કહેવામાં આવે છે.

ચીનના મોટા પાવર સપ્લાય પ્રાંત સિચુઆનમાં અંધારપટ છવાયો, Apple સહિત અનેક મોટી કંપનીઓએ ઉત્પાદન બંધ કર્યું
Power Crisis

Follow us on

ચીનના (China) સિચુઆન પ્રાંતમાં પાવર કટના કારણે અંધારપટ છવાઈ ગયો છે. જેના કારણે અહીં 6 દિવસથી ઉત્પાદન ઠપ થઈ ગયું છે. બ્લેકઆઉટને (Blackout) કારણે એપલ સહિત ઘણી મોટી કંપનીઓએ અહીં પોતાનું ઉત્પાદન બંધ કરી દીધું છે. સિચુઆન પ્રાંતને લિથિયમ ઉત્પાદનનો ગઢ માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે સિચુઆનમાં એલ્યુમિનિયમ, લિથિયમ અને ઈલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરતી ઘણી મોટી કંપનીઓ હાજર છે. આ સિવાય સિચુઆનને ચીનનો મોટો પાવર સપ્લાય પ્રાંત પણ કહેવામાં આવે છે.

ચીનના દક્ષિણ પશ્ચિમમાં આવેલો પ્રાંત દેશના અડધા લિથિયમનું ઉત્પાદન કરે છે, જેનો ઉપયોગ ઇલેક્ટ્રિક વાહનો માટે બેટરીમાં થાય છે અને તેના હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ દેશના પૂર્વ કિનારે આવેલા ઔદ્યોગિક કેન્દ્રોને વીજળી પૂરી પાડે છે. પરંતુ સ્થાનિક સરકારે રહેણાંક વીજ પુરવઠાને પ્રાથમિકતા આપવાનું નક્કી કર્યું છે. રવિવારે જાહેર કરાયેલી નોટિસ અનુસાર, પ્રાંતના 21માંથી 19 શહેરોમાં ઔદ્યોગિક વપરાશકર્તાઓને શનિવાર સુધી ઉત્પાદન સ્થગિત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

કેટલીક કંપનીઓને મર્યાદિત ક્ષમતા પર કામ કરવાની પરવાનગી મળશે

એલ્યુમિનિયમ ઉત્પાદક હેનાન ઝોંગફુ ઇન્ડસ્ટ્રીયલ અને ખાતર ઉત્પાદક સિચુઆન મેઇફેંગ કેમિકલ ઇન્ડસ્ટ્રી સહિતની કેટલીક કંપનીઓએ સ્ટોક એક્સચેન્જના નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓ ઉત્પાદન સ્થગિત કરી રહ્યાં છે. તાઈપેઈની સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીએ અહેવાલ આપ્યો છે કે પ્રાંતમાં તાઈવાની જાયન્ટ અને એપલ સપ્લાયર ફોક્સકોન દ્વારા સંચાલિત પ્લાન્ટે પણ ઉત્પાદન અટકાવી દીધું હતું. જો કે, કેટલીક કંપનીઓને તેમની ઉત્પાદન જરૂરિયાતોના આધારે મર્યાદિત ક્ષમતા પર કામ કરવાની મંજૂરી આપવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

લિથિયમ ઉત્પાદનમાં 1200 ટનનો કાપ મૂકવામાં આવશે

સૂત્રોનો અંદાજ છે કે આ પાંચ દિવસમાં કામગીરીમાં વિક્ષેપને કારણે ઓછામાં ઓછા 1200 ટન લિથિયમ ઉત્પાદનમાં ઘટાડો થશે. તમને જણાવી દઈએ કે ચીનમાં આ સમયે ગરમી પડી રહી છે અને ઘણા મોટા શહેરોમાં અત્યાર સુધીના સૌથી ગરમ દિવસો નોંધાયા છે. ચીનની નેશનલ ઓબ્ઝર્વેટરીએ સોમવારે ઊંચા તાપમાન માટે રેડ એલર્ટ જાહેર કર્યું હતું.

રાજ્ય મીડિયાએ અહેવાલ આપ્યો છે કે દેશના ઘણા ભાગોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધી ગયું છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, પશ્ચિમ ચીનની વીજળી પર આધાર રાખતા ઝેજિયાંગ, જિઆંગસુ અને અનહુઇ સહિતના પ્રાંતોએ પણ ઘરોમાં પૂરતી વીજળી હોય તેની ખાતરી કરવા માટે ઔદ્યોગિક વપરાશકર્તાઓ માટે વીજળી પર પ્રતિબંધ મૂક્યો છે.

Published On - 4:24 pm, Tue, 16 August 22

Next Article