રશિયા અને યૂક્રેનની (Russia Ukraine War) વચ્ચે ગુરૂવાર સવારથી યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયાની સેના ચારે બાજુએથી ના માત્ર યુક્રેનમાં ઘુસી રહી છે પણ સામાન્ય વસ્તીવાળા વિસ્તારો પર બોમ્બ વરસાવી રહી છે. યુક્રેનના (Ukraine) બીજા સૌથી મોટા શહેર પર રશિયાએ હુમલો કરી દીધો છે અને હવે રાજધાની કીવ પર કબ્જાનો ખતરો વધી ગયો છે. તેની વચ્ચે ઘણી સેટેલાઈટ તસ્વીરો (Ukraine Satellite Pictures) સામે આવી છે. જેનાથી જાણી શકાય છે કે રશિયન સૈનિકોનો 64 કિલોમીટર લાંબો કાફલો યુક્રેનના રસ્તાઓ પર છે.
તેનાથી એ વાતની આશંકા વધી ગઈ છે કે રશિયા રાજધાની કીવ પર એક મોટો હુમલો કરવાની તૈયારીમાં છે. અમેરિકી સેટેલાઈટ ઈમેજિંગ કંપની મેક્સાર ટેક્નોલોજીએ સોમવારે આ તસ્વીર શેયર કરી છે. આ પહેલા કીવ પર થનારા મોટા હુમલાઓને નિષ્ફળ કરવામાં આવી ચૂક્યો છે. ત્યારે હોય શકે છે કે રશિયન સેના મોટો હુમલો કરી દે. જાણકારી મુજબ સૈનિકોનો આ કાફલો રવિવારથી અહીં હાજર છે. આ કાફલામાં સૈન્ય હથિયાર અને વાહન પણ સામેલ છે.
સેટેલાઈટ તસ્વીરોમાં ખુલાસો થયો છે કે રશિયન સૈનિકોનો કાફલો એન્ટોનોવ એરપોર્ટની પાસે છે. જે રાજધાની કીવથી 18 માઈલ દુર પ્રિબિર્સ્ક શહેરમાં રસ્તા પર ફેલાયેલો છે. મેક્સારે કહ્યું કે ‘કેટલાક વાહનો આ રસ્તા પર થોડે થોડે દૂર છે. જ્યારે અન્ય કેટલાક લશ્કરી સાધનો અને એકમો માત્ર બે કે ત્રણ વાહનો પર જ હાજર છે. જે રસ્તાઓ પર કાફલો હાજર છે, તેની પાસે ઈવાન્કીવની ઉત્તર-પશ્ચિમ અને ઉત્તર તરફ કેટલાક મકાનો અને ઈમારતોમાં આગ લાગતી જોવા મળી છે.
મેક્સારે જણાવ્યું હતું કે તેના ઉપગ્રહોએ યુક્રેન સાથેની સરહદથી 20 માઈલથી ઓછા અંતરે ઉત્તરે દક્ષિણ બેલારુસમાં “વધારાની જમીન દળોની તૈનાતી અને ગ્રાઉન્ડ એટેક હેલિકોપ્ટર યુનિટ્સ” ની તસ્વીરોને પણ કેપ્ચર કરી છે. ગુરૂવારે રશિયાના આક્રમણની શરૂઆત બાદથી યુક્રેનના સૈનિકોએ રાજધાનીની ચારે બાજુ મોટા પ્રમાણમાં રશિયન સેનાના હુમલાઓની વિરૂદ્ધ કીવ તરફ જતા રસ્તાનો બચાવ કરેલો છે. ત્યારે હવે રશિયા મોટા સ્તર પર કીવ પર હુમલો કરી શકે છે. જેથી ત્યાંની સરકારને સત્તા પરથી હટાવવામાં આવી શકાય.
Published On - 10:35 am, Tue, 1 March 22