અમેરિકા, બ્રિટન સહિત 4 દેશે બેઇજિંગ વિન્ટર ઓલિમ્પિક્સનો કર્યો બહિષ્કાર, ચીને કહ્યું ચૂકવવી પડશે કિંમત

|

Dec 09, 2021 | 3:21 PM

અમેરિકાએ ચીનમાં ઉઇગર મુસ્લિમો સાથેના વ્યવહારને લઈને આ વલણ અપનાવ્યું છે. આ પહેલા પણ અમેરિકા સહિત ઘણા દેશો ઉઇગર મુસ્લિમો પર થતા અત્યાચાર પર નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે.

અમેરિકા, બ્રિટન સહિત 4 દેશે બેઇજિંગ વિન્ટર ઓલિમ્પિક્સનો કર્યો બહિષ્કાર, ચીને કહ્યું ચૂકવવી પડશે કિંમત
Beijing Winter Olympics (symbolic image)

Follow us on

બેઈજિંગ વિન્ટર ઓલિમ્પિકનો (Beijing Winter Olympics) અમેરિકા (America) સહિત ચાર દેશ દ્વારા રાજદ્વારી બહિષ્કારને (Diplomatic boycott) લઈને ચીન રોષે ભરાયું છે. ચીને ગુરુવારે, વિન્ટર ઓલિમ્પિકનો (Winter Olympics) બહિષ્કાર કરનારા ચાર દેશને ચેતવણી આપી છે કે ચારેય દેશોએ તેમના બહિષ્કારની કિંમત ચૂકવવી પડશે.

યુ.એસ.એ (USA), ઓસ્ટ્રેલિયા (Australia), બ્રિટન (Britain)અને કેનેડાએ (Canada) ચીનમાં ઉઇગર મુસ્લિમો સાથેના ખરાબ વર્તન અંગે ચિંતા વ્યક્ત કરીને બેઇજિંગ વિન્ટર ઓલિમ્પિકનો રાજદ્વારી બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. જેના પર ચીને આકરી પ્રતિક્રિયા આપી છે અને ચાર દેશોને કિંમત ચૂકવવા કહ્યું છે.

અગાઉ મંગળવારે ચીને ચેતવણી આપી હતી કે માનવાધિકારની ચિંતાઓને લઈને બેઈજિંગ વિન્ટર ઓલિમ્પિકના તેના રાજદ્વારી બહિષ્કારની કિંમત યુનાઈટેડ સ્ટેટ્સ ચૂકવશે. યુએસ સહિત ચાર દેશોના આ પગલાથી એથ્લેટ્સને આવતા વર્ષે ફેબ્રુઆરીમાં શરૂ થનારી ગેમ્સમાં ભાગ લેવા પર રોક લગાવી દેવામાં આવી છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

હકીકતમાં, અમેરિકાએ ચીનમાં ઉઇગર મુસ્લિમો સાથેના વ્યવહારને લઈને આ વલણ અપનાવ્યું છે. આ પહેલા પણ અમેરિકા સહિત ઘણા દેશો ઉઇગર મુસ્લિમો પર થતા અત્યાચાર પર નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે. અમેરિકાએ તો ઉઇગર લઘુમતીઓ પર ચીનના નરસંહારને પણ ગણાવ્યું છે. નોંધનીય છે કે ચીનમાં બેઇજિંગ વિન્ટર ઓલિમ્પિક 4 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 20 ફેબ્રુઆરી સુધી ચાલશે.

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયાને ઉઇગર મુસ્લિમો પરના અત્યાચારને જૂઠ અને અફવા ગણાવી હતી. જો કે બીજી તરફ અમેરિકી સરકારના આ પગલાને અમેરિકામાં અધિકાર સમૂહો અને રાજકારણીઓ દ્વારા વ્યાપકપણે આવકારવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ

IAF chopper crash: છેલ્લી ક્ષણોએ શુ બોલ્યા હતા બિપિન રાવત, બ્લેક બોક્સમાંથી ખુલશે રહસ્ય, બહાર આવશે મહત્વની વિગતો

આ પણ વાંચોઃ

SURAT : અત્યારસુધી 70 હજાર લોકોએ ફ્રી તેલનો લાભ લઇ વેકસિન લીધી, આગામી અઠવાડિયે પાલિકા વેકસીનેશન ઝુંબેશ તેજ બનાવશે

Next Article