Miss India USA 2022: ભારતીય મૂળની આર્યા વાલવેકરે જીત્યો ‘મિસ ઈન્ડિયા યુએસએ’નો ખિતાબ

અભિનેત્રી બનવાની આકાંક્ષા ધરાવતી આર્યા વાલ્વેકરે (Arya Walvekar) કહ્યું, 'મારી જાતને સ્ક્રિન પર જોવી અને ફિલ્મો અને ટેલિવિઝનમાં અભિનય કરવાનું નાનપણથી જ મારું સપનું હતું.'

Miss India USA 2022:  ભારતીય મૂળની આર્યા વાલવેકરે જીત્યો મિસ ઈન્ડિયા યુએસએનો ખિતાબ
Arya Walvekar wins Miss India USA 2022
| Edited By: | Updated on: Aug 08, 2022 | 7:40 AM

વર્જીનિયાની ભારતીય અમેરિકન આર્યા વાલ્વેકરે (Arya Walvekar) આ વર્ષે ‘મિસ ઈન્ડિયા યુએસએ 2022’નો ખિતાબ જીત્યો છે. ન્યૂજર્સીમાં યોજાયેલી વાર્ષિક સ્પર્ધામાં 18 વર્ષની આર્યાને ‘મિસ ઈન્ડિયા યુએસએ 2022’નો (Miss India USA 2022) તાજ પહેરાવવામાં આવ્યો હતો. અભિનેત્રી બનવાની આકાંક્ષા ધરાવતી આર્યાએ કહ્યું, “મારી જાતને સ્ક્રિન પર જોવી અને ફિલ્મો અને ટેલિવિઝનમાં અભિનય કરવાનું મારું બાળપણનું સપનું હતું.” તેને કહ્યું કે, નવી-નવી જગ્યાઓ પર જાવું અને ખાવાનું બનાવવું તેમજ વિવિધ મુદ્દાઓ પર વાદ-વિવાદ કરવાનું પસંદ છે. યુનિવર્સિટી ઓફ વર્જિનિયાની વિદ્યાર્થી સૌમ્યા શર્મા બીજા ક્રમે અને ન્યૂ જર્સીની સંજના ચેકુરી ત્રીજા સ્થાને છે.

પ્રમુખ ધર્માત્મા સરને કહી આ વાત

આ વર્ષે સ્પર્ધાની 40મી વર્ષગાંઠ છે અને તે ભારતની બહાર યોજાનારી સૌથી લાંબી ભારતીય ખિતાબ સ્પર્ધા છે. આ સ્પર્ધાનું સૌપ્રથમ આયોજન ભારતીય-અમેરિકન ધર્માત્મા અને ન્યુયોર્કના નીલમ સરન દ્વારા વર્લ્ડવાઈડ પેજન્ટ્સના બેનર હેઠળ કરવામાં આવ્યું હતું. વિશ્વવ્યાપી પેજન્ટ્સના સ્થાપક અને પ્રમુખ ધર્માત્મા સરને જણાવ્યું હતું કે, “વર્ષોથી વિશ્વભરના ભારતીય સમુદાય તરફથી મને મળેલા સમર્થન માટે હું આભારી છું.”

અક્ષી જૈન બની ‘મિસિસ ઈન્ડિયા યુએસએ’

વોશિંગ્ટન સ્ટેટના અક્ષી જૈનને ‘મિસિસ ઈન્ડિયા યુએસએ’ અને ન્યૂયોર્કની તન્વી ગ્રોવરને ‘મિસ ટીન ઈન્ડિયા યુએસએ’ તરીકે પસંદ કરવામાં આવી હતી. ત્રીસ રાજ્યોનું પ્રતિનિધિત્વ કરતા 74 સ્પર્ધકોએ ત્રણ અલગ-અલગ સ્પર્ધાઓ ‘મિસ ઈન્ડિયા યુએસએ’, ‘મિસિસ ઈન્ડિયા યુએસએ’ અને ‘મિસ ટીન ઈન્ડિયા યુએસએ’માં ભાગ લીધો હતો. ત્રણેય કેટેગરીના વિજેતાઓને તે જ જૂથ દ્વારા આયોજિત ‘વર્લ્ડવાઈડ પેજન્ટ્સ’માં ભાગ લેવા માટે આવતા વર્ષની શરૂઆતમાં મુંબઈ જવાની તક મળશે. સિંગર શિબાની કશ્યપ, ‘મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડ 2022’ ખુશી પટેલ અને ‘મિસિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડ’ સ્વાતિ વિમલે આ ઈવેન્ટમાં ભાગ લીધો હતો.

(ઇનપુટ ભાષા)