નેપાળની એક 100 ફૂટ ઊંડી ખીણમાં બસ ખાબકતા 14 મુસાફરના મોત થયા છે. જેમાં ત્રણ બાળકોનો પણ સમાવેશ છે. સિંધુપાલચૌકમાં રવિવાર ગોજારો દિવસ બન્યો છે. 18થી વધુ મુસાફરો ઘાયલ થયા છે. બસ કાલિનચૌક મંદિરથી ભક્તપુર તરફ પરત ફરી રહી હતી. જેમાં 40 જેટલા મુસાફરો સવાર હતા. જો કે, બસ દુર્ઘટના બાદ સ્થાનિકોએ રાહત કામગીરી શરૂ કરી દીધી હતી.
નેપાળ પોલીસના પ્રમાણે, ગત 10 વર્ષોમાં રોડ એક્સિડન્ટમાં મૃત્યુ પામનારનો આંકડો 22 હજારને પાર કરી ગયો છે. છેલ્લા ઘણા વર્ષોમાં ખરાબ રસ્તાઓ અને ખરાબ મુસાફરી વાહનોના કારણે રોડ એક્સિડેન્ટ વધી રહ્યા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો