Pakistan: બલૂચિસ્તાનમાં લગ્નની જાન પર અંધાધૂંધ ફાયરિંગ, 4ના મોત અને 12 ઘાયલ

|

Mar 20, 2023 | 1:46 PM

પાકિસ્તાનના બલૂચિસ્તાનના નસીરાબાદ જિલ્લામાં અજાણ્યા હુમલાખોરોએ એક વાન પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં 4 લોકોના મોત થયા છે અને 12 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

Pakistan: બલૂચિસ્તાનમાં લગ્નની જાન પર અંધાધૂંધ ફાયરિંગ, 4ના મોત અને 12 ઘાયલ
Image Credit source: Google

Follow us on

પાકિસ્તાન આ દિવસોમાં ચારેબાજુથી સંકટનો સામનો કરી રહ્યું છે. રાજકીય અસ્થિરતાની સાથે દેશમાં આતંકવાદી હુમલા પણ વધ્યા છે. પાકિસ્તાનમાં ફરી એકવાર હુમલાની ઘટના સામે આવી છે. અંધાધૂંધ ગોળીબારની ઘટના બલૂચિસ્તાનના નસીરાબાદ જિલ્લામાં બની છે. અજ્ઞાત હુમલાખોરોએ અહીં જાન લઈ જતી વેન પર ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં 4 લોકોના મોત થયા છે, જ્યારે 12 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

આ પણ વાચો: 1000 વર્ષ પછી કેવું દેખાશે પાકિસ્તાન? આવા હશે લોકો! AIએ બનાવ્યા ફોટો

ન્યૂઝ એજન્સી ANI મુજબ સ્થાનિક પોલીસે જણાવ્યું કે, બાળકો અને મહિલાઓ સહિત લગભગ 20 લોકો શનિવારે જાન સાથે ગાંડાવા જઈ રહ્યા હતા, પરંતુ જ્યારે તેઓ સોહેજે લેવિઝ ચોકી પર પહોંચ્યા ત્યારે મોટરસાઈકલ પર આવેલા હુમલાખોરોએ વાન પર ગોળીબાર કર્યો હતો. આ મામલાની માહિતી આપતા ઝાલ માગસીના ડેપ્યુટી કમિશનરે જણાવ્યું કે, હુમલામાં એક મહિલા સહિત 4 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને 12 અન્ય લોકો ઘાયલ થયા છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આ હત્યા પાછળ આદિવાસી દુશ્મનાવટ હોઈ શકે

ઘાયલોને ગાંડાવાની જિલ્લા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું કે, ચાર ઘાયલોની હાલત ગંભીર છે અને તેમને ક્વેટા ખસેડવામાં આવી રહ્યા છે. પોલીસે જણાવ્યું હતું કે, હુમલા પાછળના હેતુ વિશે તેઓને હજુ સુધી કોઈ માહિતી મળી નથી. પોલીસ હુમલા પાછળનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે. પાકિસ્તાની સમાચાર પત્ર ડોન મુજબ મગાસીના ડેપ્યુટી કમિશનરે કહ્યું કે, આ હત્યા પાછળ આદિવાસી દુશ્મનાવટ હોઈ શકે છે.

કમિશનર પાસેથી રિપોર્ટ માંગ્યો

અધિકારીઓ હુમલાની તપાસમાં લાગેલા છે અને હુમલાખોરોને શોધવા માટે સુરક્ષા દળો દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. બલૂચિસ્તાનના મુખ્યમંત્રી અબ્દુલ કુદુસ બિઝેન્જોએ આ ઘટનાની નોંધ લીધી છે અને ઝાલ મગાસીના ડેપ્યુટી કમિશનર પાસેથી રિપોર્ટ માંગ્યો છે. તેમણે અધિકારીઓને દોષિતોની તાત્કાલિક ધરપકડ કરવા અને ઘાયલોને તમામ શક્ય સારવાર આપવાનો નિર્દેશ આપ્યો છે.

હુમલામાં તમામ લોકોના મોત થયા

બલૂચિસ્તાનના ઝોબ જિલ્લામાં એક આદિવાસી વડીલ અને તેના બે ભાઈઓ સહિત 7 લોકોને લઈ જતા વાહન પર અજાણ્યા બંદૂકધારીઓએ ગોળીબાર કર્યો હતો, પાકિસ્તાની સમાચાર ડોન પત્ર મુજબ આ હુમલામાં તમામ લોકોના પણ મોત થયા છે.

Next Article