Nigeria Oil Refinery Blast: દક્ષિણ-પૂર્વ નાઈજીરીયા (Nigeria)માં ગેરકાયદેસર ઓઈલ રિફાઈનરીમાં થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 100 લોકોના મોતની આશંકા છે. એક સ્થાનિક તેલ અધિકારીએ રવિવારે આ માહિતી આપી હતી. અધિકારીએ જણાવ્યું કે ઘટનાસ્થળે મૃતદેહોની શોધખોળ તેજ કરવામાં આવી છે. આ સિવાય વિસ્ફોટ (blast)માં સંડોવાયેલા બે શંકાસ્પદોની પણ શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે. નાઈજીરીયાના રાષ્ટ્રપતિ મુહમ્મદુ બુહારી (Muhammadu Buhari)એ એક નિવેદન જાહેર કરીને વિસ્ફોટને અકસ્માત અને રાષ્ટ્રીય આપત્તિ ગણાવી હતી. સરકારી અધિકારીઓએ એસોસિએટેડ પ્રેસને જણાવ્યું કે વિસ્ફોટ શુક્રવારે રાત્રે ઈમો રાજ્યના સરકારી માલિકીના ઓહાજી-અગબેમા વિસ્તારમાં સ્થિત રિફાઈનરીમાં થયો હતો.
આ વિસ્ફોટ બે ઈંધણ સ્ટોરેજ વિસ્તારોમાં આગને કારણે થયો હતો, જ્યાં 100થી વધુ લોકો કામ કરતા હતા. ડઝનેક કામદારો આ વિસ્ફોટમાં ફસાઈ ગયા હતા. જ્યારે અન્ય ઘણા લોકોએ ભાગીને પોતાનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો. ઈમો રાજ્યના પેટ્રોલ સંસાધનોના કમિશનર ગુડલક ઓપિયાએ જણાવ્યું હતું કે આ દુર્ઘટનામાં મૃત્યુઆંક 100 આસપાસ હોવાનો અંદાજ છે. તેમણે કહ્યું કે આગ લાગ્યા પછી ઘણા લોકો ઝાડીઓ તરફ ભાગવા લાગ્યા, જ્યાં તેઓ દાઝી જવાથી મૃત્યુ પામ્યા. જોકે નાઈજીરિયા આફ્રિકામાં સૌથી વધુ તેલ ઉત્પાદક દેશ છે. પરંતુ તેલની અછત અને ગેરકાયદેસર રિફાઈનરીના કારણે તેનું ઉત્પાદન પ્રભાવિત થયું છે.
જાન્યુઆરી 2021થી ફેબ્રુઆરી 2022ની વચ્ચે નાઈજીરીયામાં 3 બિલિયનના તેલની ચોરી થઈ હતી. દૂરના વિસ્તારોમાં રિફાઈનરીઓ સ્થપાઈ છે. જ્યાં વિસ્ફોટ થયો હતો, તે દૂરના વિસ્તારમાં પણ સ્થાપિત થયો હતો. Imo સ્ટેટ કમિશનર ડેક્કન અમેલુમ્બાએ જણાવ્યું હતું કે અત્યાર સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી, પરંતુ બે ગુનેગારો ફરાર છે અને પોલીસ હવે તેમને શોધી રહી છે. અધિકારીઓએ શકમંદોની ઓળખ જાહેર કરી નથી. તેમણે કહ્યું કે આ ઘટનામાં માર્યા ગયેલા લોકોને સામૂહિક રીતે દફનાવવામાં આવશે.
આ પણ વાંચો :
આ પણ વાંચો :