Glass vs Steel Container: કાચ કે સ્ટીલ, ટિફિન શેમાં પેક કરવુ જોઇએ? જાણો Health માટે કયું છે વધુ સલામત

આજકાલ દરેક વ્યક્તિ ઘરમાંથી ઓફિસ, સ્કૂલ કે પ્રવાસ માટે ખાવાનું લઈને જતો હોય છે. પરંતુ એક મહત્વનો પ્રશ્ન છે ટિફિન પેક કરવા માટે કાચનો કન્ટેનર વધુ સારું કે સ્ટીલનો? યોગ્ય પસંદગી આરોગ્ય પર સીધી અસર કરે છે.

Glass vs Steel Container: કાચ કે સ્ટીલ, ટિફિન શેમાં પેક કરવુ જોઇએ? જાણો Health માટે કયું છે વધુ સલામત
Glass vs Steel Container Which is Best and Safe for Packing Food
Image Credit source: AI
| Updated on: Feb 16, 2026 | 8:35 AM

ભારતીય ઘરોમાં લાંબા સમયથી ખાવાનું પેક કરવા માટે સ્ટીલના ડબ્બા અને ટિફિનનો ઉપયોગ થતો આવ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં કાચના કન્ટેનરનો ઉપયોગ પણ ઝડપથી વધ્યો છે. આવી સ્થિતિમાં પ્રશ્ન ઊભો થાય છે કે ખાવાનું પેક કરવા માટે કાચ અને સ્ટીલમાંથી કયું કન્ટેનર વધુ યોગ્ય છે?

ભારતીય ઘરોમાં લાંબા સમયથી ઓફિસ, સ્કૂલ કે મુસાફરી પર નીકળવું હોય ત્યારે ટિફિનમાં ખાવાનું પેક કરીને લઈ જવું સામાન્ય વાત છે. સામાન્ય રીતે લોકો કાચ, સ્ટીલ અને પ્લાસ્ટિકના ડબ્બાનો ઉપયોગ કરે છે. પરંતુ આરોગ્યને ધ્યાનમાં રાખીને હવે મોટા ભાગના લોકો પ્લાસ્ટિક ટાળી રહ્યા છે અને કાચ અથવા સ્ટીલના કન્ટેનર તરફ વળી રહ્યા છે.

પ્લાસ્ટિકમાં ગરમ ખોરાક રાખવાથી અથવા તેને ગરમ કરવાથી તેમાં રહેલા હાનિકારક રસાયણો જેમ કે BPA અને Phthalates (ફેથેલેટ્સ) ખોરાકમાં ભળી શકે છે. આ રસાયણો લાંબા ગાળે Health માટે હાનિકારક માનવામાં આવે છે. આ કારણે લોકો હવે વધુ સુરક્ષિત વિકલ્પ તરીકે સ્ટીલ અને કાચ પસંદ કરી રહ્યા છે. બંને સામગ્રી સામાન્ય રીતે સુરક્ષિત માનવામાં આવે છે, પરંતુ બંનેમાં કેટલીક વિશેષતાઓ અને મર્યાદાઓ છે.

કાચના કન્ટેનરમાં ખોરાક કેમ રાખવો?

કાચને સૌથી સુરક્ષિત વિકલ્પ માનવામાં આવે છે કારણ કે તે ખોરાક સાથે કોઈ રસાયણિક પ્રતિક્રિયા કરતું નથી. ખાટા, oily અથવા spicy ખોરાક માટે પણ કાચ સલામત છે. તેમાં ખોરાક લાંબા સમય સુધી તાજું રહે છે અને ગંધ પણ અટકતી નથી. સૌથી મોટો ફાયદો એ છે કે માઇક્રોવેવમાં (જો માઇક્રોવેવ-સેફ હોય તો) સીધું ગરમ કરી શકાય છે.

Glass vs Steel Container Which is Best and Safe for Packing Food

પરંતુ કાચ નાજુક હોય છે. તે હાથમાંથી પડી જાય તો તૂટી શકે છે. વજનમાં ભારે હોવાથી બાળકોના ટિફિન માટે થોડી અગવડતા સર્જી શકે છે.

સ્ટીલના કન્ટેનરમાં ખોરાક કેમ રાખવો?

ભારતમાં સ્ટીલના વાસણોનો ઉપયોગ વર્ષોથી થતો આવ્યો છે. સ્ટેઈનલેસ સ્ટીલ મજબૂત, ટકાઉ અને હલકો હોય છે. તે સહેલાઈથી તૂટતું નથી અને દૈનિક ઉપયોગ માટે અનુકૂળ છે. મુસાફરી અથવા ઓફિસ માટે તે વધુ પ્રેક્ટિકલ વિકલ્પ છે.

Glass vs Steel Container Which is Best and Safe for Packing Food

પરંતુ , દરેક સ્ટીલ સારા ગુણવત્તાના હોતા નથી. ઓછી ગુણવત્તાવાળા સ્ટીલના ડબ્બામાં લાંબા સમય સુધી વધારે ખાટો કે ખારો ખોરાક રાખવાથી સ્વાદમાં ફેરફાર આવી શકે છે. ઉપરાંત, સ્ટીલના ડબ્બા માઇક્રોવેવમાં વાપરી શકાતા નથી.

ઓફિસ અને ઘર માટે કયું શ્રેષ્ઠ?

જો રોજ ઓફિસ કે સ્કૂલમાં ટિફિન લઈ જવાનું હોય, તો સ્ટીલનો કન્ટેનર વધુ અનુકૂળ અને સુરક્ષિત ગણાય છે. ઘરમા ખોરાક સ્ટોર કરવા અથવા ફ્રિજમાં રાખવા માટે કાચ શ્રેષ્ઠ વિકલ્પ છે.

Healthની દૃષ્ટિએ શ્રેષ્ઠ કોણ?

આરોગ્યની દૃષ્ટિએ કાચ વધુ સુરક્ષિત માનવામાં આવે છે, કારણ કે તેમાં કોઈ રસાયણ હોતા નથી. પરંતુ દૈનિક ઉપયોગ અને મુસાફરી માટે સ્ટીલના ડબ્બા વધુ વ્યવહારુ છે. એટલે અંતે પસંદગી તમારી જરૂરિયાત અને ઉપયોગ પર આધારિત છે -આરોગ્ય માટે કાચ આગળ છે, જ્યારે સુવિધા માટે સ્ટીલ.

Silver Jewellery Cleaning Tips: ચાંદીના ઘરેણા અને વાસણો હંમેશા નવા જેવા જ લાગશે, આ ટિપ્સ ફોલો કરો