તમારા 4 વર્ષ સુધીના બાળકોને જરુરથી શીખવો આ વસ્તુ, બીજા લોકો સામે નહીં કપાય તમારુ નાક!

Parenting : જો તમારુ સંતાન 2.5 થી 4 વર્ષનું થઈ ગયુ છે. તો તમારે તેને કેટલીક બાબતો શીખવવી જ જોઈએ જેથી ભવિષ્યમાં એવી કોઈ હરકતના કરે જેના કારણે તમારા Parenting પર સવાલ ઉઠે.

તમારા 4 વર્ષ સુધીના બાળકોને જરુરથી શીખવો આ વસ્તુ, બીજા લોકો સામે નહીં કપાય તમારુ નાક!
Parenting
Image Credit source: fox
| Edited By: | Updated on: Jun 26, 2022 | 5:42 PM

બાળકોએ તેમના મા-બાપના પ્રતિબિંબ સમાન હોય છે. બાળપણમાં મા-બાપ જેવી રીતે તેના સંતાનને ઘડે છે તે જ રીતે બાળક વ્યવહાર કરતો હોય છે. ઘણીવાર બાળકો એવી કામ કરે જેને કારણે તેમના મા-બાપને નીચુ જોવાનો વારો આવે છે. પેલુ વાક્ય તો તમે સાંભળ્યુ જ હશે- આના મા-બાપ એ એને કઈ જ શીખવ્યુ નથી. આવા દિવસો તમારે ના જોવા પડે તેના માટે અહીં જણાવવામાં આવેલી કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખો. બાળકનો વિકાસ (Childcare tips) એ સારી બાબત છે, પરંતુ તે સકારાત્મક રીતે થઈ રહ્યું છે કે નહીં તે જાણવું અને સમજવું ખૂબ જ જરૂરી છે. આજે ટેક્નોલોજી અને વિજ્ઞાનના કારણે વસ્તુઓ ઘણી બદલાઈ ગઈ છે. આજે 1 વર્ષના બાળકો રમકડાની જગ્યાએ સ્માર્ટફોન સાથે રમતા દેખાય છે અને 3-4 વર્ષની ઉંમર સુધીમાં તેના મા-બાપ (Parenting) કરતા પણ વધારે સારી રીતે સ્માર્ટફોનની જાણકારી રાખતો થઈ જાય છે.

આજકાલ બાળક મોબાઈલ કે ટીવી પર વીડિયો જોઈને જ ખોરાક ખાય છે. જેમ જેમ બાળક મોટું થાય છે તેમ તેમ તે વસ્તુઓ પ્રત્યે જીદ્દી બને છે. બાળકો તેમની જીદ મેળવવા માટે ઘણી રીતો અજમાવે છે, તેઓ અસંસ્કારી રીતે વાત કરે છે. આવી સ્થિતિમાં મા-બાપના ઉછેર પર સવાલો ઉભા થાય છે અને કહેવાય છે કે બાળકને સારી રીતભાત શીખવવામાં આવી નથી. જો તમે ઈચ્છો છો કે તમારુ સંતાન બીજા બાળકો કરતા વધારે હોશિયાર હોય અને એવા કોઈ કામના કરે જેના કારણે તમારે નીચુ જોવાનું આવે તો કેટલીક બાબતો તેને શીખવવાની શરુ કરી દો.

સારુ વર્તન

આપણે જાણીએ છે કે બાળકો વસ્તુઓને જોઈને અને સમજીને ખૂબ જ ઝડપથી શીખે છે. એટલા માટે તમે તેની સામે જે વર્તન અપનાવો છો, તે જ વર્તન તે બીજાની સામે અપનાવે છે. તમારે તમારામાં સીધો બદલાવ લાવવો પડશે. જો તમને વાત વાત પર ચીસો પાડવાની કે ગુસ્સે થવાની આદત હોય તો બાળક પર પણ તેની ખરાબ અસર પડે છે. જો તે તમને બીજા સારુ વર્તન કરતા જોશે તો તે પણ સારુ વર્તન કરતા શીખશે.

આદર

બાળકોને વડીલોનો આદર કરતા શીખવો. ભલે તે તેના માટે થોડું મુશ્કેલ હોય, પરંતુ તે શીખવવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમારે તેને શીખવવું પડશે કે તેણે તેના વડીલોનું સન્માન કરવું જોઈએ. કેટલીકવાર બાળકો અજાણતા જ બીજાના માનને ઠેસ પહોંચાડે છે, જે તમારા માટે તમારુ નાક કાપવાનું કારણ બની શકે છે.

અભિવાદન

તમારા બાળકોને શીખવો કે જ્યારે કોઈ વ્યક્તિને તમે મળો ત્યારે કઈ રીતે અભિવાદન કરવું. હેલો, નમસ્કાર, શુભ સવાર અને વડીલોને પગે લાગવુ વગેરે. તેના કારણે લોકો વચ્ચે તેની ઓળખ સારા અને સંસ્કારી બાળક તરીકે થશે. અને તમારા માનમાં વધારો થશે.