World Lung Day : દિવસમાં તમે કેટલા કલાક AC માં અને બંધ રૂમમાં વિતાવો છો ? આ આદત તમારા ફેફસાંને પોલા કરી નાખશે ?

કેટલાક લોકો દિવસ-રાતનો મોટાભાગનો સમય એર-કન્ડિશન્ડ વાતાવરણમાં વિતાવે છે. જોકે એર-કન્ડિશન્ડ શરીરને જરૂરથી ઠંડકનો અહેસાસ કરાવે છે, પરંતુ તે હક્કીતમાં તમારા ફેફસાંના સ્વાસ્થ્ય માટે ગંભીર પ્રકારે હાનિકારક બની શકે છે.

| Updated on: Sep 25, 2026 | 7:04 PM
1 / 6
યોગ્ય વેન્ટિલેશન (હવાની અવરજવર) વિનાના એર-કન્ડિશન્ડ રૂમમાં વધુ સમય વિતાવવાથી ફેફસાંને ભારે નુકસાન થઈ શકે છે. જોકે AC યુનિટ પોતે ફેફસાંને સીધું નુકસાન નથી કરતું. પરંતુ યોગ્ય વેન્ટિલેશનના અભાવને કારણે ફેફસાંના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડે છે.

2 / 6
World Lung Day : દર વર્ષે 25 સપ્ટેમ્બરનો દિવસ વિશ્વ ફેફસાં દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસનો ઉદ્દેશ્ય ફેફસાંના સ્વાસ્થ્ય વિશે લોકોમાં વિશેષ જાગૃતિ લાવવાનો છે. પ્રદૂષણ અને ખરાબ આહાર પદ્ધતિઓને કારણે ફેફસાંનું સ્વાસ્થ્ય બગડવાના કિસ્સાઓ હાલમાં ચિંતાજનક સ્તરે વધી રહ્યા છે. આના માટે એર-કન્ડિશનિંગનો સતત ઉપયોગ કરતા હોવાનું એક કારણ છે.

3 / 6
બંધ, એર-કન્ડિશન્ડ રૂમમાં રહેવું:  દિલ્હીની જીટીબી હોસ્પિટલના મેડિસિન વિભાગના ડોકટર અજીત કુમાર જણાવે છે કે નબળા વેન્ટિલેશનવાળા બંધ રૂમમાં લાંબા સમય સુધી રહેવાથી હવાની ગુણવત્તા બગડી શકે છે. ખાસ કરીને જ્યારે અંદર ધૂળ- રજકણ, ધુમાડો, એલર્જક અથવા પ્રદૂષકો જમા થાય છે. ત્યારે એક પ્રકારે ગંભીર સ્થિતિ સર્જાય છે.

4 / 6
ડોક્ટરો સમજાવે છે કે એર-કન્ડિશનર પોતે ફેફસાંને સીધુ ક્યારેય નુકસાન કરતું નથી. જોકે, જો રૂમમાં તાજી હવાની પૂરતી અવરજવર ના હોય તો ફેફસાના આરોગ્યને લગતી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. તેથી, આવા રૂમમાં યોગ્ય વેન્ટિલેશન સુનિશ્ચિત કરવાની સલાહ આપવામાં આવે છે. હવાની અવરજવર વિના, ધૂળના રજકણો રૂમમાં ફેલાયેલા રહે છે અને તે શરીરમાં શ્વાસ વાટે જમા થઈ શકે છે.

5 / 6
ડોકટર. અજીત કુમારે આવી આદતને કારણે થતી સ્વાસ્થ્ય સમસ્યાઓ વિશે પણ માહિતી આપી. તેમના મતે, આનાથી કેટલાક લોકોમાં ઉધરસ, ગળામાં બળતરા, શ્વાસ લેવામાં તકલીફ અને એલર્જી જેવી સમસ્યાઓ થઈ શકે છે. નિષ્ણાતો AC ફિલ્ટરને નિયમિતપણે સાફ કરવાની અને યોગ્ય વેન્ટિલેશન સુનિશ્ચિત કરવાની સલાહ આપે છે.

6 / 6
જો તમારા રૂમમાં AC સતત ચાલતું હોય અને તે રૂમની દિવાલ ઉપર ભેજ કે ફૂગ જણાઈ આવે, તો તેને કોઈપણ સંજોગોમાં અવગણશો નહીં. જો આવી સ્થિતિ લાંબા સમય સુધી ચાલુ રહે, તો તે શરીરમાં એલર્જીક પ્રક્રિયાઓનું કારણ બની શકે છે. વધુમાં, આવી સ્થિતિ ભેજનું પ્રમાણ (humidity levels) વધારે છે.

Follow Us
Loading...
Unable to load recommendations.