Women’s health : પીરિયડ્સ સમયસર કેમ નથી આવતા ? તેમની અનિયમિતતા પાછળના કારણો વિશે જાણો

પીરિયડ્સનું સમય પર આવવું મહિલાઓના સ્વાસ્થ માટે ખુબ જરુરી છે. પરંતુ કેટલીક વખત પીરિયડ્સ અનિયમિત આવવા લાગે છે. તો ચાલો મહિલાઓને પરેશાન કરતી આ સમસ્યા વિશે આપણે વિસ્તારથી જાણીએ.

Womens health  : પીરિયડ્સ સમયસર કેમ નથી આવતા ? તેમની અનિયમિતતા પાછળના કારણો વિશે જાણો
Image Credit source: AI
| Updated on: Aug 13, 2026 | 8:43 AM

પીરિયડ્સનો સમય દરેક મહિલાને અલગ હોય છે. કેટલીક વખત પીરિયડ્સ સમય પહેલા આવે છે. તો કેટલીક મહિલાઓને પીરિયડ્સ મોડા આવે છે. ક્યારેક ક્યારેક તો 2 પીરિયડ્સ વચ્ચે ગેપ પણ આવી શકે છે. તેમજ બ્લીડિંગ વધારે ઓછું આવે છે. પીરિયડ્સમાં આ પ્રકારનો બદલાવ ક્યારેક ક્યારેક આવી શકે છે. પરંતુ વારંવાર આવા ગેપ પર ધ્યાન આપવું ખુબ જરુરી છે. પીરિયડ્સની પેટર્ન શરીરના સ્વાસ્થ વિશે કાંઈ પણ સંકેત આપી શકે છે. આ માટે તમારા પીરિયડ્સની તારીખ અને બ્લીડિંગમાં થતાં ફેરફાર પર નજર રાખવું સારું રહે છે.

પીરિયડ્સનો સમય બદલવા પર દર વખતે કોઈ ગંભીર સમસ્યાની આશંકા હોતી નથી. કેટલીક વખત શરીરમાં થતા સામાન્ય ફેરફારના કારણે પણ આવું થઈ શકે છે. સતત પીરિયડ્સનો સમય બદલવો કે બ્લીડિંગમાં ફેરફાર વધુ તપાસની જરૂરિયાત સૂચવી શકે છે. તેથી, તમારી સમસ્યાને સમજવી અને જો જરૂરી હોય તો તબીબી સલાહ લેવી મહત્વપૂર્ણ છે.

તો ચાલો જાણીએ પીરિયડ્સ સમયસર ન આવવાનું કારણ શું હોય શકે છે. ક્યારે ડોક્ટરની સલાહ લેવી જોઈએ. તેમજ પીરિયડ્સને રેગુલર રાખવા માટે કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ.

પીરિયડ્સ સમય પર ન આવવાનું કારણ શું હોય શકે?

Cleveland Clinic અનુસાર પીરિયડ્સ સમય પર ન આવવા પાછળ અનેક કારણો હોય શકે છે. તણાવ, વજન ઓછો થવો વધવો, વધારે કસરત અને હોર્મોનમાં ફેરફારનું કારણ બની શકે છે. ટીનેજમાં પીરિયડ્સ શરુ થવાની શરુઆતના સમય અને મેનોપોઝની આસપાસ પણ પીરિયડ્સ પેર્ટન બદલી શકે છે. પ્રેગ્નન્સી પણ પીરિયડ્સ
બંધ થવાનું એક સામાન્ય કારણ હોઈ શકે છે. વધુમાં, PCOSમાં હોર્મોનલ અસંતુલન પીરિયડ્સમાં વિલંબ અથવા અનિયમિતતાનું કારણ બની શકે છે.

થાઈરોડમાં ગડબડ થવા પર પણ હોર્મોન પર અસર થવાથી પીરિયડ્સનો સમય અને બ્લીડિંગમાં ફેરફાર થઈ શકે છે. યુટરસમાં ફાઈબ્રોઈડ એટલે કે, ગાંઠ થવા પર વધારે લાંબા સમય સુધી બ્લીડિંગ થઈ શકે છે. તણાવ, વજનમાં ફેરફાર તેમજ કેટલીક દવાઓ પણ પીરિયડ્સને પ્રભાવિત કરી શકે છે. જો પીરિયડ્સ વારંવાર સમય પર આવી રહ્યા નથી. તો તેની પેટર્નમાં સતત ફેરફાર થઈ રહ્યો છે. આ કારણ જાણવા માટે ડોકટર પાસે મુલાકાત લેવી જરુરી છે.

પીરિયડ્સને રેગુલર રાખવા માટે કઈ વાતનું ધ્યાન રાખવું

પીરિયડ્સને રેગ્યુલર રાખવા માટે હેલ્ધી ડાયટ, પર્યાપ્ત ઉંઘ અને તણાવ ઓછો રાખવો જરુરી છે. વધારે વજન વધાવાથી કે ઓછો થવાથી બચવું તેમજ કસરત કરવી જરુરી છે. દરરોજ હેલ્ધી ફુડનું સેવન કરવું પીરિયડ્સની તારીખ, કેટલા દિવસ બ્લીડિંગ થયું અને બ્લીડિંગ કેટલા દિવસ રહ્યું તેનો રેકોર્ડ રાખવો.

 

યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ”. મનુસ્મૃતિના આ શ્લોકમાં કહેવાયું છે કે જ્યાં સ્ત્રીઓની પૂજા થાય છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે. અહી ક્લિક કરો

 

Follow Us
Loading...
Unable to load recommendations.