જો કે આજના આધુનિક સમયમાં લોકોને આ નિયમો અયોગ્ય લાગે છે, તેથી ઘણી સ્ત્રીઓ આ નિયમોનું પાલન કરતી નથી અને ગમે ત્યારે તેમના વાળ ધોઈ લે છે. પરંતુ તેની પાછળનું કારણ મહિલાઓના સ્વાસ્થ્ય સાથે જોડાયેલું છે. જાણો આનું કારણ અને તેનાથી નુકસાન થવાનું શું જોખમ છે.
પીરિયડ્સ દરમિયાન મહિલાઓ માટે ઓપન બ્લીડિંગ થવુ ખૂબ જ જરૂરી છે, જેથી શરીરની અશુદ્ધિઓ સારી રીતે બહાર આવે. બ્લીડિંગ મુક્તપણે લાવવા માટે શરીર ગરમ હોવું જરૂરી છે. દરેક સ્ત્રી માટે પીરિયડ્સનું ચક્ર અલગ-અલગ હોય છે. કેટલાક લોકોને ત્રણ દિવસ, કેટલાકને પાંચ દિવસ અને કેટલાકને સાત દિવસ સુધી બ્લીડિંગ થાય છે. આ બધામાં પહેલા ત્રણ દિવસ ખૂબ જ ખાસ હોય છે. જો આ સમય દરમિયાન માથું ધોવામાં આવે તો શરીરનું તાપમાન ઘટી જાય છે અને આવી સ્થિતિમાં બ્લીડિંગ બરાબર થતું નથી અને મહિલા માટે ઘણી સમસ્યાઓનું જોખમ વધી જાય છે.
જો પીરિયડ્સ સરખા ન આવે તો બાકીનું લોહી ગંઠાવાનું અને ગાંઠનું સ્વરૂપ લેવા લાગે છે. આ સ્થિતિમાં ઈન્ફેક્શન, પેટમાં દુખાવાની સમસ્યા થઈ શકે છે. ઘણી વખત દવા દ્વારા પણ ગંઠાયેલા લોહીને દૂર કરી શકાતુ નથી, આવી સ્થિતિમાં DNC (Dilation and curettage) કરાવવાની નોબત આવી શકે છે. જો સમયસર આનું ધ્યાન રાખવામાં ન આવે તો આ લોહીની ગાંઠો કેન્સરનું રૂપ પણ લઈ શકે છે.
પીરિયડ્સ સારી રીતે આવે તે માટે પીરિયડ્સના છેલ્લા દિવસોમાં જ તમારે તમારુ માથું ધોવુ જોઈએ. ઓછામાં ઓછા ત્રણ દિવસ સુધી માથું બિલકુલ ન ધોવુ જોઈએ. તમે ત્રીજા દિવસે માથુ ધુઓ તો હુંફાળા પાણીનો ઉપયોગ કરવો. આમ કરવાથી પીરિયડ્સ દરમિયાન થતી મુશ્કેલીઓ ઓછી થાય છે. તેનાથી લોહીનો પ્રવાહ સુધરે છે, સાથે જ દુખાવામાં પણ રાહત મળે છે અને પીરિયડ્સ દરમિયાન શરીરને પણ રાહત મળે છે.