
ભારતની આરોગ્ય સંભાળની સફળતાની સ્ટોરી તરીકે ઓળખાતું કેરળ હવે એક પછી એક ભયંકર રોગચાળા સામે ઝઝૂમી રહ્યું છે, એક પછી એક જીવલેણ રોગચાળો ફેલાયા છે. નિષ્ણાતો ચેતવણી આપે છે હવે સામનો કરવાનો સમય આવી ગયો છે.કેરળ ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે, પરંતુ તેના સાક્ષરતા દર, માનવ વિકાસ સૂચકાંકો, અથવા તો તે એક સમયે જાણીતા મોડેલ હેલ્થકેર સિસ્ટમ માટે નહીં. સપ્ટેમ્બરના મધ્ય સુધીમાં, રાજ્ય એમોબિક મેનિન્ગોએન્સેફાલીટીસથી 67 થી વધુ કેસ સામે આવ્યા અને 18 લોકો મૃત્યુ સાથે ઝઝૂમી રહ્યા છે, જે એક દુર્લભ પરંતુ જીવલેણ બ્રેન ઈન્ફેક્શન છે જે અમીબા દ્વારા થાય છે.
કેરળમાં છેલ્લા કેટલાક સમયથી એક જીવિત સૂક્ષ્મજીવના કારણે અનેક લોકોને સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ રહી છે. આ સૂક્ષ્મજીવનું નામ નેગલેરિયા ફાઉલેરી છે. જેને બોલચાલની ભાષામાં મગજને ખાનારું અમીબા કહેવામાં આવે છે. કેરળમાં આ વર્ષ અત્યારસુધીમાં મેનિન્ગોએન્સેફાલીટીસના 67 કેસ સામે આવ્યાછે. જેમાંથી 8 લોકોના મૃત્યું થયા છે. વધતા કેસને લઈઆરોગ્ય મંત્રી વીણા જ્યોર્જે પાણીની સુરક્ષા અને પ્રતિભાવ માટે તાત્કાલિક પગલાં લેવા સૂચનાઓ આપી છે.
તાવ આવવો
માથું દુખવું
ઉલ્ટી થવી
ઉબકા આવવા
તમને જણાવી દઈએ કે અમીબિક મેનિન્ગોએન્સેફાલીટીસને સામાન્ય રીતે “બ્રેન ઈર્ટિંગ અમીબા” કહેવામાં આવે છે. બ્રેન ઈર્ટિંગ અમીબા નેગ્લેરિયા ફોવલેરી નામના અમીબાને કારણે થાય છે. આ જીવ ગરમ અને ગંદા અથવા અયોગ્ય રીતે સાફ કરેલા પાણીમાં જોવા મળે છે અને નાક દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે. તેનો મૃત્યુદર ખૂબ વધારે છે. શરીરમાં પ્રવેશ્યા પછી, આ અમીબા મગજ સુધી પહોંચે છે
આ ઈન્ફક્શનને બોલચાલની ભાષામાં “મગજ ખાનાર અમીબા” કહેવામાં આવે છે, અને તે નાક દ્વારા શરીરમાં પ્રવેશતા દૂષિત પાણી દ્વારા ફેલાય છે. તે મોટે ભાગે એવા બાળકોમાં જોવા મળે છે જેઓ સ્થિર મીઠા પાણીમાં સ્નાન કરે છે. જો કે, કેરળના આરોગ્ય અધિકારીઓએ આ દાવાને ફગાવી દીધો છે, અને કહ્યું છે કે તપાસ હજુ પણ ચાલુ છે.
નિપાહ વાયરસ (આઠ વર્ષમાં પાંચ વખત)
ઝીકા વાઈરસ
વેસ્ટ નાઇલ તાવ
શિગેલા, સ્ક્રબ ટાઇફસ
અને ડેન્ગ્યુ અને લેપ્ટોસ્પાયરોસિસની લહેરો પણ જોવા મળી છે.
આનાથી એક અસ્વસ્થતાભર્યો પ્રશ્ન ઉભો થાય છે કે, ભારતનું સૌથી વધુ આરોગ્ય-સાક્ષર રાજ્ય શા માટે વારંવાર ઉભરતા રોગોના કેન્દ્રમાં જોવા મળે છે?આપણે કેરળના આરોગ્ય મોડેલની પ્રશંસા કરતા રહીએ છીએ, પણ મગજ ખાઈ જનારા અમીબા, ઝિકા કે નિપાહની વાત આવે ત્યારે કેરળ હંમેશા પ્રથમ કેમ હોય છે?”
જો કેરળને ભારતમાં આવતા મોટા રોગો માટે એન્ટ્રી પોઈન્ટ કહેવામાં આવે તો તે ખોટું નહીં હોય, કારણ કે મંકીપોક્સ, કોરોના અને નિપાહ વાયરસ જેવા રોગો પહેલી વાર કેરળના માધ્યમથી ભારતમાં પ્રવેશ્યા હતા. જો આપણે જોઈએ તો, 10 થી વધુ વાયરલ અને નોન-વાયરલ રોગોનો પહેલો કેસ કેરળમાં જ નોંધાયો હતો, ત્યારબાદ આ રોગોએ સમગ્ર ભારતને ઘેરી લીધું હતું. ત્યારે હવે આ મેનિન્ગોએન્સેફાલીટીસ બાદ પણ ચિંતા વધી છે.
કેરળનો આરોગ્ય વિભાગ આવા રોગોનો સામનો કરવા માટે હંમેશા સતર્ક રહે છે. કેરળમાં સૌથી પહેલા આવતા રોગો માટે કેરળનું ભૌગોલિક સ્થાન પણ અમુક અંશે જવાબદાર છે. નિષ્ણાતોના મતે, ત્યાં ફેલાયેલા જંગલો અને ચોમાસાની પેટર્ન પણ રાજ્યને રોગો માટે ખૂબ જ સંવેદનશીલ બનાવે છે. રાજ્યના મોટાભાગના લોકો જંગલની નજીક રહે છે. લોકો, પક્ષીઓ અને પ્રાણીઓ વચ્ચેનો સીધો સંપર્ક પણ વાયરસ અને બેક્ટેરિયાના ફેલાવાનું કારણ બને છે.
કેરળમાં સતત વધતી જતી વસ્તી અને ગીચ વસ્તી પણ રોગોના આવવુ અને ફેલાવાનું એક મુખ્ય કારણ હોઈ શકે છે. વધુ વસ્તીને કારણે, ઘણા લોકો અભ્યાસ અને કામ માટે વિદેશમાં પણ જાય છે. પછી જ્યારે તેઓ પાછા આવે છે, ત્યારે તેઓ તેમની સાથે રોગ લાવી શકે છે.કેરળમાં રોગનો દર ખૂબ જ વધારે છે. આ કારણે, કેરળ સરકાર માટે આ પરિસ્થિતિમાં સુધારો કરવો થોડો મુશ્કેલ બની શકે છે.