Health Tips: શિયાળામાં સારા સ્વાસ્થ્ય માટે ફાઇબર કેમ જરૂરી, જાણો ફાઇબરના અભૂતપૂર્વ ફાયદા

|

Nov 21, 2021 | 8:08 AM

શિયાળામાં સ્વાસ્થ્યની જાળવણી ખુબ અઘરી બની જાય છે. આબોહવા સાથે શરીરની જરૂરિયાત પણ બદલાતી હોય છે. જો શરીરને જરૂરીયાત મુજબ પોષક તત્વો ના મળે તો સ્વાસ્થ્ય પર અસર પડે છે.

Health Tips: શિયાળામાં સારા સ્વાસ્થ્ય માટે ફાઇબર કેમ જરૂરી, જાણો ફાઇબરના અભૂતપૂર્વ ફાયદા
Fiber Food

Follow us on

Winter Health: શિયાળામાં સ્વાસ્થ્યની (Health Tips) જાળવણી ખુબ અઘરી બની જાય છે. આબોહવા સાથે શરીરની જરૂરિયાત પણ બદલાતી હોય છે. જો શરીરને જરૂરીયાત મુજબ પોષક તત્વો ના મળે તો સ્વાસ્થ્ય પર અસર પડે છે. શિયાળામાં શરીરને જરૂર કરતા વધારે કાર્બોહાઈડ્રેટની (Carbohydrate) જરૂર હોય છે. ફાઈબર એક પ્રકારનું કાર્બોહાઈડ્રેટ છે, જે લીલા પાંદડાવાળા શાકભાજીમાંથી (Green Vegetables) મળે છે. ફાઈબરથી ભરપૂર આહાર લેવાથી બિનજરૂરી કેલરી બળી જાય છે અને એનર્જીનો સંગ્રહ થાય છે. જેના કારણે રોગપ્રતિકારક શક્તિ વધે છે.

ફાઈબર બે પ્રકારના હોય છે

1. સોલિબલ ફાઈબર એ છે જેને સરળતાથી ચાવી શકાય છે. જેમ કે સફરજન અને જામફળ.

Himani Mor: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી

2. ઈન્સોલિબલ ફાઈબર એ છે જેને આપણે ચાવતા હોઈએ છીએ, પરંતુ તે પછી રેસાના રૂપમાં રહી જાય છે. જેમ કે શક્કરિયા.

જાણો ફાયબરના ફાયદા

1. વજન ઘટાડવામાં મદદરૂપ

ફાઈબર પચવામાં લાંબો સમય લે છે. જેને કારણે લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી અને જરૂરથી વધારે જામી શકાતું નથી. તેથી ફાઈબર વજન ઘટાડવામાં મદદરૂપ છે.

2. હૃદય માટે ફાયદાકારક

શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધારે હોય છે. ફાઈબર યુક્ત ખોરાક લેવાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે અને હૃદયને લગતી બીમારીઓમાં રાહત મળે છે.

૩. બ્લડ પ્રેશર અને ડાયાબીટીસમાં અસરદાર

ફાઈબરના કારણે બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. માત્ર બ્લડ પ્રેશર જ નહીં ફાઈબરથી ડાયાબીટીસ પણ કંટ્રોલમાં રહે છે.

4. કબજીયાત

ફાઈબર કબજિયાત જેવી સમસ્યાઓથી મુક્તિ આપે છે. ફાઈબર આપણા શરીરમાં બ્રશનું કામ કરે છે. તે શરીરમાંથી ઝેરી ઘટકોને ઘટાડે છે.

5. કેન્સરનું જોખમ ઘટે છે

આહારમાં ફાઈબરનો સમાવેશ કોલોરેક્ટલ કેન્સરનું જોખમ ઘટાડે છે. ફાઈબરથી ભરપૂર ફ્રૂટ અને શાકભાજીમાં એન્ટીઓક્સિડન્ટ અને ફોટોકેમિકલ હોય છે. જેનાથી કેન્સરનું જોખમ 30થી 40% સુધી ઘટે છે.

શેમાંથી મળે છે ફાઈબર

સાબૂદાણા, અંજીર, શેકેલા તલ, શેકેલું જીરું, વરીયાળી, લોટ, અજવાઈન જેવા ખોરાકમાંથી ભરપૂર માત્રામાં ફાયબર મળે છે.

 

આ પણ વાંચો: સ્વાદ અને આરોગ્યથી ભરપૂર છે બાજરીનો રોટલો, અનેક રોગોનો રામબાણ ઇલાજ છે

આ પણ વાંચો: Health Tips : વધતા પ્રદૂષણને કારણે બ્રેઈન સ્ટ્રોકનું વધ્યુ જોખમ, આ બાબતોનું રાખો ખાસ ધ્યાન

(નોંધ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

Next Article