પગ લથડ્યા, ભાન ભૂલ્યા: જ્યારે આલ્કોહોલ શરીરમાં જાય છે તો અંદર શું ખેલ રચાય છે?

|

Jun 02, 2021 | 7:22 AM

દારુના પહેલા ઘૂંટડાથી જ તેની અસર શરીર પર થવા લાગે છે. આલોકોહોલ સૌ પ્રથમ પેટમાં ગેસ્ટ્રીક એસીડ બનાવે છે. અને પેટની મ્યુક્સ માં સોજો પેદા કરી દે છે.

પગ લથડ્યા, ભાન ભૂલ્યા: જ્યારે આલ્કોહોલ શરીરમાં જાય છે તો અંદર શું ખેલ રચાય છે?
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

તમે બોલીવુડના જુના સોંગમાં એક પંક્તિ સાંભળી હશે. “કોઈ હમકો રોકો કોઈ તો સંભાલો, કહી હમ ગીર ના પડે”. મોટાભાગના લોકોને ખ્યાલ હશે અને જોયું પણ હશે કે આલ્કોહોલના સેવન બાદ માણસના પગ લથડવા લાગે છે. બહુ ઓછા લોકોને ખ્યાલ હશે કે અવાજ પણ બદલાવા લાગે છે. અને થોડું ચાલવું પણ મુશ્કેલ બની જાય છે. માણસ પોતાના પરનો કંટ્રોલ ખોઈ બેસે છે. શું તમે ક્યારે વિચાર્યું છે કે આખરે આવું થાય છે કેમ, અને દારુના સેવનના થોડા સમય પછી જ કેમ આ અસર શરુ થાય છે. તો ચાલો તમને જણાવીએ.

તમને જણાવી દઈએ કે દારુના પહેલા ઘૂંટડાથી જ તેની અસર શરીર પર થવા લાગે છે. આલ્કોહોલ સૌ પ્રથમ પેટમાં ગેસ્ટ્રીક એસીડ બનાવે છે. અને પેટની મ્યુક્સ માં સોજો પેદા કરી દે છે. બાદમાં તે આંતરડા દ્વારા આવતા આલ્કોહોલને ત્યાં શોષી લે છે અને લીવર સુધી પહોંચે છે. લીવર ખુબ નજીક આવેલું હોય છે. એવામાં આ વાતની સંભાવના વધુ હોય છે કે આલ્કોહોલ સીધું પેટથી લીવરમાં પહોંચે.

શું થાય છે શરીરમાં?

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

WHO ના અહેવાલ મુજબ લીવર સુધી ભલે આલ્કોહોલ પહોંચે, ત્યાં લીવર મોટાભાગના આલ્કોહોલને સમાપ્ત કરી નાખે છે અને શરીર પર તેનો પ્રભાવ ઘટી જાય છે. પરંતુ જે તત્વોને લીવર તોડી શકાતું નથી, તે સીધા મગજમાં પહોંચે છે. આવી સ્થિતિમાં થોડીવારમાં તમારા પેકની અસર મગજમાં થવા લાગે છે.

કેમ શરીર પર નિયંત્રણ નથી રહેતું?

આલ્કોહોલ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ પર અસર કરે છે. આ પછી નર્વસ સિસ્ટમનું જોડાણ તૂટી જાય છે, અને આ કોષો ખૂબ ધીરે ધીરે કામ કરવાનું શરૂ કરે છે. પછી મગજ પોતે આ પરિસ્થિતિનો સામનો કરવા સક્ષમ નથી રહેતું. આલ્કોહોલ મગજના મધ્ય ભાગ પર પણ હુમલો કરે છે, જેના પછી વ્યક્તિ પોતાનું નિયંત્રણ ગુમાવે છે.

તમને જણાવી દઈએ કે દારુ ખરાબ વસ્તુ છે અને તેને પીવાથી શરીર અને મનને પણ નુકશાન જ થાય છે. તેઓ યોગ્ય રીતે કામ નથી કરી શકતા.ખાસ વાત એ છે કે લીવરમાં દુખાવો નથી થતો તેથી દારૂડીયાને તેની તકલીફ વિશે ખબર જ નથી પડતી. તેની જાણ કરવા માટે ખાસ ડોક્ટર પાસે જવું જોઈએ.

દારૂ છોડ્યા પછી શું થાય છે?

આલ્કોહોલનો નશો પ્રથમ સેરેબ્રમમાંથી ઉતારે છે જે મગજનો એક ભાગ છે. આ ભાગ શરીરની હિલચાલ અને વાણીને નિયંત્રિત કરે છે. દારુના 8-10 કલાક પછી અસર આ ભાગથી ઓછી થાય છે. આ પછી વ્યક્તિ યોગ્ય રીતે બોલવાનું શરૂ કરે છે. લગભગ દારૂ પીધાના બે દિવસ પછી મગજ પહેલા જેવું કામ કરવાનું શરૂ કરે છે.

લાંબા સમય સુધી આલ્કોહોલનું સેવન છોડ્યાના એકથી બે મહિના પછી પેટ યોગ્ય રીતે કામ કરવાનું શરૂ કરે છે. તે જ સમયે, લીવરને સ્વસ્થ થવામાં સમય લાગે છે અને આલ્કોહોલ છોડ્યા પછી લીવર થોડું સ્વસ્થ થાય છે, લીવર પહેલાંની જેમ સક્ષમ નથી રહેતું.

Published On - 2:59 pm, Tue, 1 June 21

Next Article