Winter Health: શિયાળામાં તલ છે અતિ ગુણકારી, પરંતુ શું તમે જાણો છો તેના આ અદ્ભુત ફાયદા?

Winter Health Tips: વર્ષોથી સાંભળતા આવીએ છીએ કે શિયાળામાં તલ ખાવાના ફાયદા ઘણા છે. પરંતુ શું તમે જાણો છો આ ફાયદા કયા છે?

Winter Health: શિયાળામાં તલ છે અતિ ગુણકારી, પરંતુ શું તમે જાણો છો તેના આ અદ્ભુત ફાયદા?
What are the benefits of eating til or sesame seeds in winter?
| Edited By: | Updated on: Nov 19, 2021 | 9:55 AM

Winter Health Tips: સામાન્ય રીતે તમામ ઘરોમાં તલનો (Til Benefits) ઉપયોગ થાય છે. ઘણા પ્રકારની વાનગીમાં સ્વાદ વધારવા માટે તલનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે તમે જાણો છો કે શિયાળામાં (Winter Tips) તલ ખાવાથી મોટો ફાયદો થાય છે. તલમાં (sesame seeds) પોલીસેચુરેટેડ ફેટી એસિટ, ઓમેગા-6, ફાઈબર, આયર્ન, કેલ્શિયમ, મેગ્નિશિયમ અને ફોસ્ફોરસ જેવા તત્વો હોય છે, જે શરીરને મોટો ફાયદો પહોંચાડે છે. 

જાણો તલ ખાવાથી શું ફાયદા થાય

1. હાર્ટની બિમારીમાં રાહત

તલમાં આવેલા મોનોસેચુરેટેડ ફેટી એસિટ શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલને ઓછું કરે છે. હાર્ટની બીમારી સાથે જોડાયેલા લોકોને તલ ખાવા ફાયદાકારક છે. તે આપણા બ્લડપ્રેશરને પણ કંટ્રોલમાં રાખે છે.

2. હાર્ટની માંસપેશીઓને સ્વસ્થ રાખે

તલમાં કેલ્શિયમ, આર્યન, મેગ્નિશિયમ, ઝિંક અને સેલેનિયમ હોય છે, જે હાર્ટની માંસપેશીઓને સક્રિય રીતે કામ કરવામાં મદદ કરે છે.

3. હાડકાની મજબૂતી માટે

તલમાં આવેલા વિટામિનથી હાડકા મજબૂત રહે છે. શિયાળામાં તમે તલ ખાવાની ટેવ પાડી લો તો આ વાતાવરણમાં હાડકાના દર્દથી હેરાનગતિ નહીં થાય. તલ ખાવાથી દાંત પણ મજબૂત થાય છે. તલમાં ફાઈબર અને એન્ટીઓક્સીડેન્ટનું સ્તર ઉંચુ હોય છે, તેથી તલ ખાવાથી પ્રતિરોધકક્ષમતા વધે છે.

4. બીમારીઓથી છુટકારો

તલમાં સેસમીન નામનું એન્ટીઓક્સિડેન્ટ તત્વ હોય છે, જે કેન્સરની કોશિકાઓને વધતા રોકે છે. તેનાથી લંગ કેન્સર, પેટનું કેન્સર, લ્યુકેમિયા, પ્રોસ્ટેટ કેન્સર, બ્રેસ્ટ કેન્સર થવાની આશંકા ઓછી રહે છે.

5. ત્વચા અને તણાવ

તલ ખાવાથી મગજની તાકાત વધે છે. તેમાં આવેલું લિપોફોલિક એન્ટીઓક્સીડેન્ટ તત્વ મગજ પર ઉંમરની અસર ઝડપી થવા દેતું નથી. વૃદ્ધા અવસ્થામાં યાદશક્તિ ઓછી થવા લાગે છે, ત્યારે તમે રોજ તલ અથવા તલની બનેલી વસ્તુ ખાશો તો તમારી મેન્ટલ હેલ્થ પર તેની સકારાત્મક અસર થઈ શકે છે. ત્યારે તલ ત્વચા માટે પણ ફાયદાકારક છે. તેની મદદથી ત્વચાને જરૂરી પોષણ મળે છે.

 

આ પણ વાંચો: ના હોય! આ તેલ અપાવશે તમને ખીલથી છૂટકારો, જોજોબા ઓઈલનો આ રીતે કરો ઉપયોગ અને જુઓ પરિણામ

આ પણ વાંચો: Health Tips: શું તમને રાત્રે ઊંઘ નથી આવતી ? આ સરળ ઉપાયો અપનાવવાથી ઘસઘસાટ આવી જશે ઉંઘ

(નોંધ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

Published On - 9:54 am, Fri, 19 November 21