Typhoid : ભૂખ ન લાગવી અને તાવ આવવો હોઈ શકે છે ટાઈફોઈડનું લક્ષણ, કરાવો જલદી સારવાર

|

Jul 15, 2023 | 1:43 PM

Typhoid Causes and prevention tips : આ વરસાદી ઋતુમાં ટાઈફોઈડના કેસો ખૂબ વધી જાય છે. જો કે તેના લક્ષણો થોડાં દિવસોમાં સમાપ્ત થઈ જાય છે, પરંતુ કેટલાક કિસ્સાઓમાં ચેપ ખતરનાક બની શકે છે.

Typhoid : ભૂખ ન લાગવી અને તાવ આવવો હોઈ શકે છે ટાઈફોઈડનું લક્ષણ, કરાવો જલદી સારવાર
Typhoid

Follow us on

આ વરસાદી સિઝનમાં ટાઈફોઈડના કેસમાં ઘણો વધારો થયો છે. બાળકોથી લઈને વડીલો સુધી આ રોગના કેસ નોંધાઈ રહ્યા છે. સામાન્ય રીતે ખૂબ જ તાવ અને પેટમાં દુખાવો એ ટાઈફોઈડના લક્ષણો છે, પરંતુ ભૂખ ન લાગવી એ પણ આ રોગની નિશાની હોઈ શકે છે. આવી સ્થિતિમાં, જો આ સમયે તમને તાવની સાથે ભૂખ ઓછી લાગતી હોય, તો એકવાર ટાઇફોઇડ તાવની તપાસ કરાવો.

આ પણ વાંચો : Health : ટાઈફોઈડના તાવથી જલ્દી રિકવરી લાવવા આ રહ્યા કેટલાક ઘરેલુ ઉપાય

તબીબોના મતે સાલ્મોનેલા ટાઈફી નામનું બેક્ટેરિયા છે. આ બેક્ટેરિયા માત્ર ટાઇફોઇડ તાવનું કારણ બને છે. તે દૂષિત પાણી અને બગડેલા ખોરાકમાં રહે છે. જો આપણે તેનું સેવન કરીએ છીએ, તો બેક્ટેરિયા આપણા શરીરમાં જાય છે અને પેટ દ્વારા આંતરડા સુધી પહોંચે છે. આના કારણે આંતરડામાં ગંભીર ચેપ લાગે છે અને ભૂખ પણ યોગ્ય રીતે લાગતી નથી. કેટલાક કિસ્સાઓમાં ટાઈફોઈડના લક્ષણો ફ્લૂ જેવા હોઈ શકે છે.

જો તમારા ફોનમાં દેખાય આ 5 સંકેત, તો સમજો હેક થઈ ગયો છે તમારો ફોન !
Plant in pot : માટી વગર જ ઘરે ઉગાડો ધાણાનો છોડ, અપનાવો આ સરળ પદ્ધતિ
પૂજા દરમિયાન દીવો ઓલવાઈ જવો કઈ વાતનો આપે છે સંકેત? જાણો અહીં
આજનું રાશિફળ તારીખ : 21-03-2025
Gold Price : ગરીબ પાકિસ્તાનમાં સોનાના ભાવ ઓલ ટાઈમ હાઈ, જાણો કિંમત
છૂટાછેડાના દિવસે યુઝવેન્દ્ર ચહલના ટી-શર્ટ પર કેમ હંગામો?

જો તમને લક્ષણો દેખાય તો કરાવો તપાસ

સફદરજંગ હોસ્પિટલમાં કોમ્યુનિટી મેડિસિન વિભાગના એચઓડી પ્રોફેસર ડૉ. જુગલ કિશોરે જણાવ્યું કે, જો શરીરમાં ટાઈફોઈડના લક્ષણો દેખાય તો તરત જ ટેસ્ટ કરાવવો જોઈએ. આ માટે બ્લડ કલ્ચર અને સીબીસી અને સીઆરપી ટેસ્ટ કરવામાં આવે છે. જે વ્યક્તિની સીઆરપી વધી છે તે ટાઈફોઈડ હોવાની નિશાની છે.

ડો.જુગલ કિશોર કહે છે કે, ટાઈફોઈડનો તાવ થોડા દિવસોમાં મટી જાય છે, પરંતુ જો સમયસર સારવાર ન મળે તો તે ગંભીર અને જીવલેણ પણ બની શકે છે. આ તાવ બાળકોથી લઈને કોઈપણ ઉંમરના લોકોને થઈ શકે છે. આવી સ્થિતિમાં લક્ષણો દેખાય કે તરત જ સારવાર લેવી જરૂરી છે.

ઉલ્ટી અને ઝાડાનાં લક્ષણો પર રાખો નજર

ટાઈફોઈડના કારણે કેટલાક લોકો ઉલ્ટી અને ઝાડા જેવી સમસ્યાઓથી પણ થઈ શકે છે. જેની સાથે તાવ 103 ડિગ્રી સુધી જઈ શકે છે. આ ટાઈફોઈડના ગંભીર લક્ષણો છે. આ કિસ્સામાં સારવાર સમયસર થવી જોઈએ.

Healthના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો