તમારી સમસ્યાનું સમાધાન: ખાંસીથી રાહત મેળવવા માટે અપનાવો આ ઘરેલું ઉપાય

|

Aug 04, 2021 | 7:36 AM

ચોમાસામાં ખાંસીની સમસ્યા સામાન્ય બની જાય છે. પરંતુ આ સમસ્યામાં પણ ખાસ ધ્યાન રાખવું ખુબ જરૂરી છે. ચાલો તમને જણાવીએ કે ખાંસીથી રાહત મેળવવા તમારે શું કરવું.

તમારી સમસ્યાનું સમાધાન: ખાંસીથી રાહત મેળવવા માટે અપનાવો આ ઘરેલું ઉપાય
Try these home remedies to get relief from cough in monsoon

Follow us on

ચોમાસામાં ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ તમને ઘેરી શકે છે. આવી સ્થિતિમાં, તમારે શરદી, ઉધરસ અને ફ્લૂ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ખાંસીથી (Cough) છુટકારો મેળવવા માટે તમે કેટલાક ઘરેલૂ ઉપાયો (Home Remedy) પણ અપનાવી શકો છો.

મધ

ખાંસી માટે મધ એક પ્રાચીન ઘરેલું ઉપાય છે. તે અન્ય ઘણા સ્વાસ્થ્ય લાભો માટે પણ જાણીતું છે. તેમાં એન્ટિવાયરલ, એન્ટિઇન્ફલેમેટરી અને એન્ટિ-બેક્ટેરિયલ ગુણ હોય છે. તે ગળાના દુખાવામાં રાહત આપવામાં મદદ કરે છે. હર્બલ ટી અથવા ગરમ પાણીમાં 2 ચમચી મધ મિક્સ કરો અને તેનું સેવન કરો.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

લસણ

લસણ નિયમિત ખાવાથી બ્લડ પ્રેશર નિયંત્રિત કરી શકાય છે. તે પ્રતિરક્ષા વધારવામાં મદદ કરે છે. લસણને શેકી લો અને રાત્રે સૂતા પહેલા એક ચમચી મધ સાથે તેનું સેવન કરો. આ માટે, તમે થોડું સમારેલું લસણ ઘીમાં શેકીને તમારા ખોરાકમાં ઉમેરી શકો છો. આ કીમિયો ખાંસીથી રાહત આપશે અને પાચનમાં મદદ કરશે.

બ્રોમેલેન

અનાનસમાં બ્રોમેલિન નામનું એન્ઝાઇમ હોય છે. તેને ઉધરસ માટે અસરકારક ઉપાય માનવામાં આવે છે. ઘણા અભ્યાસો અનુસાર, અનાનસ સાઇનસાઇટિસ અને એલર્જી આધારિત સાઇનસની સમસ્યાઓથી રાહત આપવામાં મદદ કરે છે. આ સિવાય, તેનો ઉપયોગ ક્યારેક બળતરાની સારવાર માટે પણ થાય છે. ખાંસીના કિસ્સામાં અનાનસ ખાઓ અથવા દિવસમાં બે વાર 250 મિલી તાજા અનાનસનો રસ પીવો. ખાસ ધ્યાન રાખો કે ફળ અને રસ ઠંડા ન હોવા જોઈએ. આમ કરવાથી બળતરા વધી પણ શકે છે.

હળદર

હળદર એક એવો મસાલો છે જે દરેક ભારતીય ઘરમાં જોવા મળે છે. તે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓની સારવારમાં અસરકારક છે. તે તેના એન્ટિવાયરલ, એન્ટિઇન્ફલેમેટરી અને એન્ટિ-બેક્ટેરિયલ ગુણધર્મો માટે જાણીતું છે. આ મસાલાનો ઉપયોગ સદીઓથી શ્વસન રોગોની સારવાર માટે આયુર્વેદિક દવા તૈયાર કરવામાં કરવામાં આવે છે. આ માટે રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ ગરમ દૂધમાં 1/4 ચમચી હળદર મિક્સ કરીને તેનું સેવન કરો.

મીઠાનું પાણી

મીઠાના પાણીથી ગાર્ગલિંગ (કોગળા) એ ઘરેલું ઉપાય છે. ડોકટરો પણ ગળામાં દુખાવો ઘટાડવા આની ભલામણ કરે છે. આ માટે, તમે 1 કપ ગરમ પાણીમાં 1/4 ચમચી મીઠું મિક્સ કરીને દિવસમાં અમુક વખત ગાર્ગલ કરી શકો છો.

નાસ

ઉધરસ ઘટાડવાનો એક સરળ ઉપાય નાસ લેવાનો છે. ઠંડી ઘટાડવા માટે તમે નાસ લઈ શકો છો.

 

આ પણ વાંચો: Health Tips : રસોડામાં વપરાતા ગરમ મસાલાના આ ફાયદા વાંચીને તમે પણ ચોંકી જશો

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

આ પણ વાંચો: Fitness Tips: વર્ક ફ્રોમ હોમમાં પીઠનો દુખાવો કરી ગયો છે ઘર? રાહત માટે આપવાનો આ ટીપ્સ

Next Article