આપણે ઘણીવાર વિચારીએ છીએ કે, બીજાના ચહેરા આટલા ચમકતા કેવી રીતે દેખાય છે? શું તેઓ કોઈ ખાસ ક્રીમનો ઉપયોગ કરે છે? વાસ્તવમાં, જ્યાં સુધી શરીર અંદરથી સ્વચ્છ ન હોય ત્યાં સુધી ચમક દેખાતી નથી. એવામાં તમારે નેચરલ ગ્લો મેળવવો હોય તો આ દેશી ડ્રિંક જરૂરથી પીવું જોઈએ.
આદુ અને હળદર
જો તમે અસરકારક અને સસ્તો ઉપાય શોધી રહ્યા છો, તો આ ઘરેલું ઉપાય તમારી સ્કિન અને વાળ બંને માટે વરદાનરૂપ સાબિત થશે.
તમારે આ સામગ્રીની જરૂર પડશે:
- 1 ઇંચ આદુ
- થોડી માત્રામાં કાચી હળદર
- 1 ચમચી જીરું
- 1 ચમચી ધાણાના બીજ
- 1 ચમચી વરિયાળી
- 1 ચમચી મેથીના દાણા
આ ડિટોક્સ ડ્રિંક કેવી રીતે બનાવશો?
- સૌપ્રથમ, 2 ગ્લાસ પાણી ઉકાળો.
- પાણીમાં આદુ, કાચી હળદર અને બીજી બધી સામગ્રી ઉમેરો.
- તેને હવે ધીમા તાપે 10 મિનિટ સુધી ઉકળવા દો.
- સમય પૂરો થાય ત્યારે ગેસ બંધ કરો અને પાણી ગાળી લો.
શું ફાયદા છે?
- આ પીણું દરરોજ પીવાથી તમારી ત્વચા અંદરથી સાફ થઈ જશે.
- તમને દૂરથી પણ તેજસ્વી ચમક દેખાશે.
- વાળની ગુણવત્તા અને પાચનશક્તિ સુધરશે.
- રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત થશે.
- નિયમિત સેવનથી થોડા દિવસોમાં ફરક સાફ-સાફ જોવા મળશે.
Diclaimer: આ સામગ્રી, ફક્ત સામાન્ય જાણકારી પર આધારિત છે. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. TV9 આ માહિતીની જવાબદારીનો દાવો કરતું નથી.
સ્વાસ્થ્યના વધારે ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો. સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આનાથી તમે તમારી જાતને ઘણી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓથી પણ બચાવી શકો છો.