Health Tips : ઘણા લોકો કામનો થાક દૂર કરવા માટે કોફીનું સેવન કરે છે. તેને પીવાથી શરીરમાં ઉર્જાનો અનુભવ થાય છે. કોફીમાં ઘણા પોષક તત્વો હોય છે જે શરીર માટે ફાયદાકારક હોય છે. પરંતુ જો તમે વધારે પડતી કોફી (Coffee )પીતા હોવ તો તે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. તાજેતરના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, વધુ કોફી પીવાથી ડેંમેશિયાનું જોખમ વધે છે.
રિપોર્ટ મુજબ, દિવસમાં 6 કપથી વધુ કોફી પીવાથી ડેંમેશિયા જેવી માનસિક બીમારી થઈ શકે છે. આ સિવાય હાર્ટ સ્ટ્રોક, હાઈ બ્લડ પ્રેશર સહિત અન્ય બીમારીઓ પણ થઈ શકે છે. ચાલો જાણીએ કે વધારે પડતી કોફી (Coffee) પીવાથી શું નુકસાન થાય છે.
ઉંધ ન આવવી
કોફી (Coffee )પીવાથી સુસ્તી દૂર થાય છે અને તમે વધુ સમય જાગી શકો છો. કોફી (Coffee)તમને અલર્ટ રાખવામાં મદદ કરે છે, ખાસ કરીને જો તમે કોઈ કામ કાળજીપૂર્વક કરી રહ્યા હોય. પરંતુ વધુ પડતા કેફીનનું સેવન કરવાથી તમને રાત્રે ઉંધ નહીં આવે. રાત્રે સુવાના ટાઈમ-ટેબલને પણ ખરાબ કરે છે.
પેટની સમસ્યાઓમાં વધારો થાય છે
મોટાભાગના લોકો જાણે છે કે, કોફી પીવાથી શરીરના અનેક ભાગો પર અસર પડે છે. કોફી (Coffee )પીવાથી હોર્મોન ગેસ્ટ્રિન રિલીઝ થાય છે, જે કોલનની એક્ટિવિટીને વધારવાનું કામ કરે છે. જો તમે વધારે માત્રામાં કોફી પીતા હોવ તો તેનાથી પેટ ખરાબ થઈ શકે છે. આ સિવાય, અન્ય સમસ્યાઓ પણ થઈ શકે છે.
બ્લડ પ્રેશર વધે છે
વધારે પ્રમાણમાં કોફી પીવાથી બ્લડ પ્રેશર વધી શકે છે. હાઈ બ્લડ પ્રેશર ધરાવતા દર્દીઓના કોષોને નુકસાન થઈ શકે છે, જેના કારણે હૃદયમાં લોહીનો પ્રવાહ ઓછો થઈ શકે છે. આ કારણે, સ્ટ્રોક અને હાર્ટ એટેકનું જોખમ વધે છે. જો તમે હાઈ બ્લડ પ્રેશર (High blood pressure)ના દર્દી છો તો કેફીનનું સેવન કરવામાં સાવધાની રાખો.
થાક
જો તમે કોફી (Coffee ) પીતા હો તો પણ તમને થોડા સમય માટે એનર્જી મળે છે. પરંતુ વધુ પડતી કેફીનનું સેવન કરવાથી તેની અસર વિપરીત જોવા મળે છે, જેના કારણે સુસ્તી અને આળસ આવે છે. કેટલાક સંશોધનોમાં જાણવા મળ્યું છે કે, કોફીમાં કેફીનનું પ્રમાણ વધારે હોવાથી શરીર પહેલા કરતા વધારે થાક અનુભવે છે.
(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)
આ પણ વાંચો : semifinal ticket : દરેક ભારતીયને આ વિડીયો જોઈ ગર્વ થશે, તમારી આખમાં પણ આસું આવશે