ગરમીમાં Watermelon ખાવાથી થાય છે અનેક ફાયદા, પરંતુ સાવધાની રાખવી પણ છે જરૂરી

|

Mar 09, 2021 | 4:48 PM

સામાન્ય રીતે ઉનાળામાં જ તરબૂચ (Watermelon) જોવા મળતા હોય છે. તરબૂચ ખાવાથી બોડીને હાઈડ્રેટ કરે છે. ઉનાળામાં મળતા આ તરબુચથી શરીરમાં અનેક જરૂરી પોષક તત્વ મળે છે. આ સાથે જ તરબૂચ પાણીની કમીને પણ પુરી કરે છે.

ગરમીમાં Watermelon ખાવાથી થાય છે અનેક ફાયદા, પરંતુ સાવધાની રાખવી પણ છે જરૂરી

Follow us on

સામાન્ય રીતે ઉનાળામાં જ તરબૂચ (Watermelon) જોવા મળતા હોય છે. તરબૂચ ખાવાથી બોડીને હાઈડ્રેટ કરે છે. ઉનાળામાં મળતા આ તરબુચથી શરીરમાં અનેક જરૂરી પોષક તત્વ મળે છે. આ સાથે જ તરબૂચ પાણીની કમીને પણ પુરી કરે છે. આ સિવાય તરબૂચ ઘણી બીમારી માટે કારગર છે. તરબૂચ ખાવાથી તમારું આહરત મજબૂત થાય છે. તરબૂચ ખાવાથી તમારું કોલેસ્ટ્રોલ પણ ઓછું કરે છે. આ સાથે જ તરબૂચ ખાવાથી કબજિયાતની સમસ્યા થતી નથી. આ સિવાય તરબૂચ ખાવાથી શરીરમાં લોહીની ઉણપ દૂર કરે છે.
તરબૂચમાં ભરપૂર માત્રામાં વિટામિન સી, વિટામિન એ, પોટેશિયમ, મેગ્નેશિયમ, વિટામિન બી 1, વિટામિન બી 5, વિટામિન બી 6 જેવા પોષક તત્વો સાથે એન્ટીઓક્સીડન્ટ હોય છે જે શરીર માટે સારું હોય છે.

આવો જાણીએ તરબૂચ ખાવાના ફાયદા અને રાખવી પડતી સાવધાની

ગરમીમાં સૌથી મોટી સમસ્યા માણસને હોય છે તે છે હાઇડ્રેશનની. જો તમે પણ આ પ્રકારની બીમારી સામે ઝઝૂમી રહ્યા હોય તો તરબૂચ મદદ કરી શકે છે. આ ફળમાં 92 ટકા પ્રવાહી હોય છે, જેના કારણે તમારા શરીરને જરૂરિયાત મુજબ હાઇડ્રેશન મળે છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

તરબૂચમાં ખૂબ ઓછી કેલરી હોય છે.તે તમારા પેટને ખૂબ લાંબા સમય સુધી ભરાઈ જાય છે. 100 ગ્રામ તરબૂચમાં ફક્ત 30 ગ્રામ કેલરી હોય છે. તેમાં લગભગ 1 મિલિગ્રામ સોડિયમ, કાર્બોહાઇડ્રેટ 8 ગ્રામ, ફાઇબર 0.4 ગ્રામ, ખાંડ 6 ગ્રામ, વિટામિન એ 11 ટકા, વિટામિન સી 13 ટકા, પ્રોટીન 0.6 ગ્રામ છે. આ બધા પોષક તત્વો તમને હાઇડ્રેટેડ રાખવા માટે કામ કરે છે.

જેમને કિડનીમાં સ્ટોનની સમસ્યા હોય છે, ત્યારબાદ તેમણે પુષ્કળ તરબૂચ ખાવા જોઈએ. તરબૂચમાં વધારે પ્રમાણમાં પાણી હોય છે અને તે તમારી કિડનીને ડિટોક્સ કરવામાં પણ મદદ કરે છે.

વિટામિન સી અને વિટામિન એથી ભરપૂર તરબૂચ તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. આ સિવાય તે તમારી આંખો માટે પણ ખૂબ સારું છે.

તરબૂચની તાસીર ઠંડી હોય છે. તેથી આ ખાવાથી તમારું પેટ ઠંડુ રહે છે, તમારું મન પણ શાંત રહે છે જો તમે તેના દાણા પીસીને કપાળ પર લગાવો તો માથાનો દુખાવો પણ મટે છે.

જેમને હાઈ બીપીની સમસ્યા હોય છે તેઓએ નિશ્ચિતપણે તરબૂચનું સેવન કરવું જોઈએ. તરબૂચમાં સોડિયમ ખૂબ ઓછી માત્રામાં હોય છે અને તે ખૂબ ઠંડુ પણ હોય છે.
તરબૂચમાં પાણીનું પ્રમાણ ખૂબ વધારે છે. તેથી તેને ખાધા પછી તરત જ પાણી ન પીવું. જો તમે આ કરો છો, તો કોલેરા થઇ શકે છે. ખાલી પેટ પર તરબૂચ ન ખાઓ, કારણ કે તેનાથી તમારા પેટમાં પિત્તને લગતી સમસ્યાઓ વધી શકે છે. ગર્ભાવસ્થા દરમિયાન તરબૂચ ન ખાઓ. તે ખૂબ જ ભારે છે જેના કારણે કોઈને ગર્ભાવસ્થામાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Next Article