વધતા પ્રદૂષણના જમાનામાં તમારા ફેફસાંનું રાખો ખાસ ધ્યાન, નહીં તો તમને થઇ શકે છે ફેફસાનું કેન્સર

|

Nov 04, 2021 | 6:38 AM

ડોક્ટરોનું કહેવું છે કે જેઓ કોરોના વાયરસથી ગંભીર રીતે બીમાર હતા. તેના ફેફસા નબળા પડી ગયા છે. આવી સ્થિતિમાં આ સમયે ખાસ કાળજી લેવી જોઈએ. જો કાળજી લેવામાં ન આવે તો સ્થિતિ બગડી શકે છે.

વધતા પ્રદૂષણના જમાનામાં તમારા ફેફસાંનું રાખો ખાસ ધ્યાન, નહીં તો તમને થઇ શકે છે ફેફસાનું કેન્સર
Take care of your lungs in increasing pollution

Follow us on

આજના યુગમાં ફેફસાંનું સ્વસ્થ હોવું ખૂબ જ જરૂરી છે, પરંતુ પહેલા કોરોનાવાયરસ અને હવે વધતા પ્રદૂષણને કારણે લોકોના ફેફસા નબળા પડી રહ્યા છે. ફેફસાના સ્વાસ્થ્ય પર ધ્યાન ન આપવાથી ફેફસાના કેન્સરનું જોખમ વધી જાય છે. ડોક્ટરોનું કહેવું છે કે જેઓ કોરોના વાયરસથી ગંભીર રીતે બીમાર હતા. તેમના ફેફસા નબળા પડી ગયા હતા. આવી સ્થિતિમાં પ્રદૂષણ ખતરનાક સાબિત થઈ શકે છે. તેથી લોકોએ સાવચેતી રાખવી જોઈએ.

ડોકટરોના મતે, જ્યારે શરીરના કોષો જરૂરિયાત કરતા વધુ વધવા લાગે છે, ત્યારે કેન્સરનું જોખમ રહે છે. ફેફસાના કેન્સરની શરૂઆત ફેફસાની શ્વાસનળીમાં થાય છે. જે લોકો દરરોજ ધૂમ્રપાન કરે છે અથવા જેમને ફેફસાં સંબંધિત કોઈ બીમારી છે, તેમને કેન્સર થવાની સંભાવના સૌથી વધુ હોય છે. ઘણા કિસ્સાઓમાં, વધતું પ્રદૂષણ અને નબળા ફેફસાં પણ ફેફસાના કેન્સરનું કારણ બને છે. AIIMSના મેડિસિન વિભાગના એડિશનલ પ્રોફેસર ડૉ. નીરજ નિશ્ચલ કહે છે કે કોરોના દરમિયાન એવા ઘણા દર્દીઓ હતા જેમને ઓક્સિજન સપોર્ટ અથવા વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. આ દર્દીઓના ફેફસાં નબળાં હોઈ શકે છે.

ડોક્ટરના જણાવ્યા અનુસાર કોવિડ પછી ફેફસાંની સમસ્યાઓ પણ ઘણી જોવા મળી હતી. આવી સ્થિતિમાં પ્રદૂષિત વાતાવરણ ફેફસાને નુકસાન પહોંચાડી શકે છે. તેથી લોકોએ પોતાનું ધ્યાન રાખવું જરૂરી છે. જો કાળજી લેવામાં ન આવે તો સ્થિતિ બગડી શકે છે.

Himani Mor: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી

આ રોગ કોઈપણ ઉંમરે થઈ શકે છે

તબીબોનું કહેવું છે કે ફેફસાના રોગો કોઈપણ ઉંમરે થઈ શકે છે. જો કે 30 થી 35 વર્ષના લોકોને જોખમ ઓછું હોય છે, પરંતુ એવું નથી થતું કે આ ઉંમરે કેન્સર ન થાય. તેથી તમામ લોકોએ ખૂબ કાળજી રાખવી જોઈએ. કારણ કે જો કેન્સર પ્રારંભિક તબક્કામાં જ શોધી કાઢવામાં આવે તો સર્જરીથી દર્દી સાજો થઈ શકે છે, જ્યારે બીજા કે ત્રીજા તબક્કામાં કીમોથેરાપી કરવી પડે છે. તેથી, ફેફસાંની ખામીને લગતા કોઈપણ લક્ષણો દેખાય કે તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

આ છે કેન્સરના પ્રારંભિક લક્ષણો

ઉધરસ પછી અવાજમાં ફેરફાર

ખાંસી વખતે મોઢામાંથી લોહી નીકળવું

ખભા, પીઠ અને પગમાં સતત દુખાવો

શ્વાસ લેતી વખતે સીટીનો અવાજ

નબળાઇ અને ભૂખ ન લાગવી

ઝડપી વજન ઉતરવું

હંમેશા થાક લાગે છે

આ બાબતો ધ્યાનમાં રાખો

ફેફસાને મજબૂત કરવાની કસરત કરો

બહાર જતી વખતે માસ્ક પહેરો

ધૂમ્રપાન કરશો નહીં.

જો તમને સતત ઉધરસ રહેતી હોય તો તરત જ ડોક્ટરની સલાહ લો.

 

આ પણ વાંચો: ડેન્ગ્યુ અને સ્વાઇન ફ્લૂ સાથે ઝીકા વાયરસનું જોખમ પણ વધ્યું, આ લક્ષણોથી ઓળખો આ ત્રણેય રોગને

આ પણ વાંચો: Health : શિયાળાની સીઝનમાં દરરોજ આમળાનું સેવન આપશે ચમત્કારિક પરિણામ

(નોંધ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

Next Article