Health : મૂડ સ્વિંગ સહિત આ 5 લક્ષણો છે વિટામિન D ની ઉણપના સંકેત, ખાવાનું શરૂ કરો આ વસ્તુઓ

|

Oct 16, 2023 | 9:52 PM

Vitamin D Deficiency: જો શરીરમાં વિટામિન D ની ઉણપ હોય તો હાડકામાં દુખાવો અને મૂડ સ્વિંગ જેવી ગંભીર સમસ્યાઓ થવા લાગે છે. વિટામિન Dની ઉણપને દૂર કરવા માટે આહારમાં વિટામિન D થી ભરપૂર વસ્તુઓનો સમાવેશ કરવો ખૂબ જ જરૂરી છે. અહીં તમને એવા જ કેટલાક ખાદ્યપદાર્થો વિશે જણાવીશું જે તમને તમારા શરીરને તંદુરસ્ત રાખવામા મદદ કરશે જાણો તેની ઉણપના 5 લક્ષણો..

Health : મૂડ સ્વિંગ સહિત આ 5 લક્ષણો છે વિટામિન D ની ઉણપના સંકેત, ખાવાનું શરૂ કરો આ વસ્તુઓ

Follow us on

શરીરને તંદુરસ્ત રાખવા માટે તમામ પોષક તત્વોની જરૂર પડે છે અને આ ક્રમમાં વિટામિન D પણ આવે છે. તમને જણાવી દઈએ કે આપણને તંદુરસ્ત આહાર અને સૂર્યપ્રકાશમાંથી વિટામિન ડી મળે છે અને આ (Vitamin D Deficiency) આપણા શરીરમાં કેલ્શિયમ ઉત્પન્ન કરવામાં મદદ કરે છે.

આ સિવાય રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત થાય છે. આવી સ્થિતિમાં જો શરીરમાં તેની ઉણપ હોય તો હાડકામાં દુખાવો અને મૂડ સ્વિંગ જેવી ગંભીર સમસ્યાઓ થવા લાગે છે. તેથી વિટામિન Dની ઉણપને દૂર કરવા માટે આહારમાં વિટામિન ડીથી ભરપૂર વસ્તુઓનો સમાવેશ કરવો ખૂબ જ જરૂરી છે. આજે અમે તમને એવા જ કેટલાક ખાદ્યપદાર્થો વિશે જણાવી રહ્યા છીએ, જેમાં વિટામિન ડી ભરપૂર માત્રામાં હોય છે. રોજ આનું સેવન કરવાથી ઘણી સમસ્યાઓ દૂર રહે છે.

વિટામિન Dની ઉણપના 5 લક્ષણો

  • વારંવાર બીમાર પડવું
  • હાડકા અને સાંધાના દુખાવાની સમસ્યા
  • શરીરમાં થાક અને સુસ્તીનો અનુભવ થાય છે
  • મૂડ સ્વિંગની સમસ્યા
  • ઘાવનો ધીમો ઉપચાર

તમારા ખોરાકમાં વિટામિન Dથી ભરપૂર આ ખોરાકનો કરો સમાવેશ

  • દૂધ અને અન્ય દૂધ ઉત્પાદનો
  • સોયા ઉત્પાદનો
  • ટામેટા
  • સૅલ્મોન માછલી અને મટુના માછલી
  • મકાઈનું તેલ
  • ઈંડા

આ પણ વાંચો : Sharbati Wheat Benefits : ઘઉંનો ‘રાજા’ કહેવામાં આવે છે ઘઉંની આ જાતને, જાણો તેમાં શું છે ખાસ અને સ્વાસ્થ્ય માટે કઈ રીતે ફાયદાકારક

આજનું રાશિફળ તારીખ : 29-10-2024
વેચાવા જઈ રહી છે ભારતની લોકપ્રિય દારૂની આ બ્રાન્ડ, ખરીદવા માટે કંપનીઓ વચ્ચે છેડાયું યુદ્ધ!
કાનનો કચરો કેવી રીતે સાફ કરવો ? જાણી લો 6 ઘરેલુ નુકસાન
સચિન કે રોહિત નહીં, આ ઓપનરે ફટકારી છે સૌથી વધુ સદી
કેનેડામાં ત્રીજી સૌથી વધુ બોલાતી ભાષા બની ગુજરાતી, જાણો કેમ
ઘી અને માખણ માંથી વધુ ફાયદાકારક શું ?

વિટામિન Dની ઉણપને દૂર કરવા માટે અન્ય રીત

  • તમારા ખોરાકમાં વિટામિન Dથી ભરપૂર ખોરાકનો સમાવેશ કરો.
  • દિવસમાં ઓછામાં ઓછા 15-30 મિનિટ તડકામાં રહો.
  • આ સિવાય જો વિટામિન Dની ઉણપ લાગે તો ડૉક્ટરની તાત્કાલિક સલાહ લો.

Health અને લાઇફસ્ટાઇલના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 9:33 pm, Mon, 16 October 23

Next Article