
તરબૂચ એક એવું ફળ છે કે જેમાં ઘણા બધા પોષક તત્વો હોય છે અને તેમાં પાણીનું પ્રમાણ પણ વધુ હોય છે. તરબૂચ ખાવાથી તમે ડિહાઇડ્રેશનથી બચી શકો છો. આ ફળમાં 92 ટકા પાણી હોય છે, આ ઉપરાંત તેમાં વિટામિન અને આયર્ન જેવા પોષક તત્વો પણ હોય છે. આ ફળમાં કેલરી ઓછી હોય છે, જે ડાયાબિટીસ અને હૃદય રોગથી પીડાતા દર્દીઓ માટે ફાયદાકારક છે. હવે જોવા જઈએ તો, તરબૂચના બીજ પણ આપણા માટે ઘણા ફાયદારૂપી સાબિત થઈ શકે છે. તો ચાલો જાણીએ કે, તરબૂચના બીજ ખાવાથી શું ફાયદા થાય.
તરબૂચના વચ્ચેના ભાગમાં પોટેશિયમની સાથે-સાથે હાઇ ફાઇબર પણ હોય છે, જે ખાવાથી તમારું બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. તરબૂચના બીજ ખાવાથી પાચનતંત્ર મજબૂત બને છે અને કબજિયાત જેવી સમસ્યાઓથી રાહત મળે છે.
જે લોકોને સ્કિનને લગતી સમસ્યા હોય અથવા કોલેજનની ઉણપથી પીડાતા હોય તેમણે તરબૂચના બીજ ચોક્કસ ખાવા જોઈએ, કારણ કે તેમાં એન્ટીઑકિસડન્ટ અને કોલેજન હોય છે જે ત્વચાની ચમક વધારે છે.
તરબૂચની અંદર કેલરી ઓછી હોય છે અને આ ઉપરાંત તેમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે જેમાં ફાઇબર, વિટામિન એ, ફોલેટ, પોટેશિયમ, પ્રોટીન અને વિટામિન સી ભરપૂર પ્રમાણમાં હોય છે. જે લોકો વજન ઘટાડવા માંગે છે તેઓ આ ફળને તેમના આહારનો ભાગ બનાવી શકે છે.
વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ કેટલી મજબૂત છે તે શરીરમાં રહેલ ઝિંકની માત્રા પર આધાર રાખે છે. તરબૂચના બીજ ખાવાથી ઝિંકની માત્રા નિયંત્રણમાં છે. ઝિંક રોગપ્રતિકારક શક્તિના કોષોને મજબૂત બનાવવાનું કામ કરે છે. જેથી તમે બિમારી કે ઇન્ફેકશનથી બચી શકો છો.
મોનોઅનસેચ્યુરેટેડ અને પોલીઅનસેચ્યુરેટેડ ફેટી એસિડ્સ હેલ્થી ફેટ છે. આ હેલ્થી ફેટ કોલેસ્ટ્રોલ ઘટાડવા, હાર્ટ એટેક અને સ્ટ્રોકને રોકવા માટે મહત્વપૂર્ણ હોય છે.
તરબૂચના બીજમાં વિટામિન બી હોય છે જે આપણા નર્વસ સિસ્ટમના ફંકશનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જો કોઈ વ્યક્તિ ડિમેન્શિયા અથવા કોઈપણ પ્રકારની માનસિક સમસ્યાથી પીડિત હોય તો તેણે આ બીજને પોતાના આહારનો ભાગ બનાવવો જોઈએ.
સ્વાસ્થ્યના વધારે ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો. સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આનાથી તમે તમારી જાતને ઘણી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓથી પણ બચાવી શકો છો.